આવી રીતે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઇને એકદમ છુટ્ટી ખીચડી બનશે…

છુટ્ટી ખીચડી

સામગ્રી:

  • 1/2 કપ – બાસમતી ચોખા,
  • 1/2 કપ – મગની છડી દાળ,
  • 3 tbsp – ઘી,
  • 10 થી 15 – મરીના દાણા,
  • 1 tsp – જીરું,
  • 1/2 tsp – હિંગ,
  • 1/4 tsp – હળદર,
  • 2 1/2 કપ – પાણી,
  • મીઠું – સ્વાદાનુસાર

રીત:

– ચોખા અને મગની દાળને અડધી કલાક પાણીમાં પલાળો.– ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકો અને જીરું, મરી તથા હિંગ મૂકી પાણી વધારો.– હવે એમાં પલાળેલી ખીચડી ઉમેરો અને હળદર, મીઠું ઉમેરીને ખીચડીને ઢાંકીને ધીમા તાપે લગભગ 15 થી 20 માટે થવા દો.– ખીચડી ચડી જાય એટલે એને કઢી સાથે ગરમાગરમ પીરસો.

ટીપ: ખીચડીમાં જરૂર મુજબ આદુ મરચા ઉમેરવાથી યંગસ્ટર્સને પણ ભાવશે.

મિત્રો, આ ખીચડી મારા માસી કીર્તિબેન રવાણીએ મને શીખવેલી. Thus, we pass on Rasoi also from one generation to another. Isn’t it beautiful??

મને તો બહુ ભાવી છુટ્ટી ખીચડી.. Hope, you too will love it. 🙂

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી