‘છોલે ભટુરે ન્યુ સ્ટાઇલ’ આવી રીતે ઘરે બનાવો હોટેલ જેવા જ ટેસ્ટી છોલે ભટુરે

છોલે ભટુરે ન્યુ સ્ટાઇલ

સામગ્રી :-

છોલે :-

કાબુલી ચણા 1કપ,
ચા પતી ની બેગ 1,
લવીંગ 7,
તજ 2,
મરી 6 દાણ,
એલચી 4
ધાણાજીરુ 1ચમચી,
મરચાં ભુકી 1ચમચી
વરીયાળી 1 ચમચી,
જીરૂ o|| ચમચી,
ડુંગળી 2 પેસ્ટ,
2 જીણી સમારેલી,
ટમેટા 3 પેસ્ટ,(આદુ કટકો, લસણ 7 મોટી કળી પેસ્ટ)
આમચૂર પાવડર 1ચમચી,
લીંબુ 1,
કોથમીર,
મીઠું ,
તેલ

ગરમ મસાલો :

તવી પર જીરૂ તજ લવીંગ મરી એલચી વરીયાળી ધાણાજીરુ મરચાંભુકી શેકી. પીસી લો.

રીત :-

5 કલાક પલાળેલ કાબુલી ચણાને ચા પતીની બેગ અને ચપટી બેકીંગ સૉડા 2 લવિંગ નાખી કુકરમા બાફવા.

કુકરમાથી કાઢી ચાપતી બેગ,લવીંગ કાઢી લેવા..કઢાઇમા તેલ લેવાનું તેમાં જીરૂ નાખો.

તતડે એટલે ડુંગળી સમારેલી, આદુ લસણની પેસ્ટ નાખવી. બ્રાઉન થાય એટલે ડુંગળી પેસ્ટ નાખવી.

પછી ગરમ મસાલો, મીઠું, ટમેટા પેસ્ટ, આમચૂરપાવડર, મરચાંભુકી, ધાણાજીરુ, હળદળ, નાખી પકાવૉ 5 મીનીટ, ચણા નાખો. 1 કપ પાણી નાખો. 10મીનીટ પકાવો.

ભટુરા:-

મેંદો 2કપ, બાફેલા બટેટાનો માવો 2 કપ, તેલ મોણ. મીઠું નાખી લોટ બાંધવો. પાણી ન નાખવું. 10મીનીટ કોટનકપડાંથી ઢાંકી. પુરી વણી તળી લેવી. છોલે પર કોથમીર ડુંગળી ભભરાવીને સર્વ કરવું લીંબુની સ્લાઇઝ કરી મુકવી.

રસોઈની રાણી : ધારા પુરોહિત જોષી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી