શિવાજી મહારાજને ઇન્ડિયન નેવીના પિતામહ પણ કહેવામાં આવે છે, જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

આજે છે છત્રપતિ શિવાજી મહારાજ જયંતી – જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

છત્રપતિ શિવાજી ભારતના એક મહાન શાસકોમાંના એક છે. તેમનો જન્મ 19મી ફેબ્રુઆરી 1630માં શિવનેરીના કીલામાં થયો હતો. કેટલાક દસ્તાવેજોમાં તેમનો જન્મ 1627ના વર્ષનો છે તેવો પણ ઉલ્લેખ છે. મરાઠા રાજ્યના પાયાનો શ્રેય શ્રી છત્રપતિ શિવાજીને જ જાય છે. આ દિવસને એટલે કે શિવાજી જયંતીના દીવસને શિવ જયંતી પણ કહેવાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસની ઉજવણી ખૂબ જ પરંપરાગત રીતે કરવામા આવે છે.

image source

મહારાષ્ટ્રમાં આ દિવસે જાહેર રજા હોય છે. શિવાજીને તેમની બહાદૂરી તેમજ તેમની યુદ્ધ જીતવાની રણનીતીના કારણે ખાસ યાદ કરવામાં આવે છે અને માટે જ એકવાર ભારતના વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને જણાવ્યું હતું કે જો શિવાજીએ ઇંગ્લેન્ડમાં જન્મ લીધો હોત તો આજે ઇંગ્લેન્ડ અરધા જગત પર નહીં પણ પૂરા જગત પર રાજ કરતું હોત.

માત્ર દસ વર્ષની ઉંમરે 14 મે, 1640માં શિવાજી મહારાજના લગ્ન સઈબાઈ નિમ્બાલકર સાથે થયા હતા. શિવાજીએ મરાઠાઓનું એક અલગ જ યુદ્ધકૌશલ્ય કેળવ્યું હતું. તેમણે મરાઠાઓની એક વિશાળ સેના બનાવી હતી. તેમણે પોતાની યુદ્ધનિતિની કૂનેહથી મુગલો સામે કંઈ કેટલીએ લડાઈઓ જીતી હતી. એક ભારતીય તરીકે તમારે શિવાજી મહારાજ સાથે જોડાયેલી આ હકીકતો ચોક્કસ જાણવી જોઈએ.

image source

– શિવાજી મહારાજને ઇન્ડિયન નેવીના પિતામહ પણ કહેવામા આવે છે, કારણ કે શિવાજી મહારાજ પહેલી એવી વ્યક્તિ હતા જેમણે નેવલ ફોર્સનું મહત્ત્વ સમજ્યું હતું અને માટે જ તેમણે ખુબ જ વ્યૂહાત્મક રીતે જળ સૈન્ય સ્થાપ્યું હતું અને સાથે સાથે મહારાષ્ટ્રના કોકણ ખાતેના સમુદ્ર કીનારાઓ પર કિલ્લાઓ પણ બંધાવ્યા હતા, જેમા જયગઢ, વિજયદુર્ગ, સિન્ધુદુર્ગ અને અન્ય કેટલાક કીલ્લાઓનો પણ સમાવેશ થાય છે જે આજે પણ અડીખમ ઉભા છે.

– ઘણા લોકોનુ એવું માનવું છે કે શિવાજીનું નામ ભગવાન શિવ પરથી પાડવામાં આવ્યું છે, પણ તેવું નથી તેમનું નામ એક શિવઈ નામની દેવી પરથી પાડવામા આવ્યું છે. વાસ્તવમાં શિવાજીના માતા પુત્ર પ્રાપ્તિ માટે દેવી શિવાઈની પૂજા કરતા હતા અને તેમના પરથી જ તેમનું નામ શિવાજી રાખવામાં આવ્યું હતું.

image source

– શિવાજી કોઈ એક ધર્મ નહીં પણ દરેક ધર્મનું સમ્માન કરતા હતા. તેમના સેનામાં ઘણા બધા મુસ્લિમ સૈનિકો પણ હતા. તેમનું મુખ્ય લક્ષ સ્વરાજ પ્રાપ્તિનું હતું તેઓ મુઘલ સેનાને હરાવીને મરાઠા સામ્રાજ્ય સ્થાપવા માગતા હતા અને માટે જ તેમણે મરાઠા સામ્રાજ્ય સ્થાપ્યું હતું. જે લોકો હીન્દુ ધર્મમાં પરિવર્તિત થયા તેમના પ્રત્યે પણ તેઓ ઘણા કૂણા રહેતા હતા.

– તમને જણાવી દઈએ કે શિવાજી મહારાજ સ્ત્રીઓનું ખૂબ સમ્માન કરતા હતા. તેઓ હંમેશા સ્ત્રીઓ વિરુદ્ધ થતી બધી જ હિંસાઓ, અન્યાય તેમજ અપમાનના વિરોધી હતા. તેમના રાજમાં જો કોઈ વ્યક્તિ સ્ત્રીઓના હક્કનું હનન કરતું જોવા મળે તો તેમને ગંભીર સજા કરવામા આવતી. અને જે કોઈ જગ્યા તેઓ યુદ્ધમાં જીતતા ત્યાંની સ્ત્રીઓને પણ તેઓ સમ્માનથી મુક્ત કરી દેતા હતા.

image source

– શિવાજી મહારાજને માઉન્ટેઇન રેટ તરીકે ઓળખવામા આવતા અને તેઓ ખાસ કરીને પોતાની ગોરીલા યુદ્ધનિતિના કારણે જાણિતા હતા. તેઓ પોતાની ભૂગોળથી ભારોભાર પરિચિત હતા અને ગોરીલા નીતીથી ક્યાં હૂમલો કરવો, ક્યાં પ્રહાર કરવો દુશ્મનો પર અણધાર્યા હૂમલા કેવી રીતે કરવા તેમાં તેઓ માહેર હતા. તેઓ એક સારા સૈન્યના મહત્ત્વને જાણતા હતા, તેમણે પોતાના કૌશલ્યોથી પોતાના પિતાના 2000 સૈનિકોના સૈન્યને 10,000 સૈનિકોમાં ફેરવ્યું હતું.

– માત્ર 16 વર્ષની ઉંમરે શિવાજી મહારાજે ટોમાના કીલ્લા પર પોતાનો કબજો કરી લીધો હતો અને હજુ તો 17 વર્ષના થાય ત્યાં સુધીમાં તો તેમણે રાઈગઢ અને કોનડનાનો કીલ્લો સર કરી લીધો હતો.

image source

– મહારાષ્ટ્રમાં શિવાજી જયંતીની ઉજવણીની શરૂઆત 1870માં મહાત્મા જ્યોતીર્બા ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે તેમણે જ રાઇગઢમાં શિવાજી મહારાજની સમાધી શોધી હતી. પ્રથમવાર જ્યોતિર્બા ફૂલેએ જ શિવાજી મહારાજના જીવન પર આધારીત લાંબુ ગાથાગીત લખ્યું હતું.

– ભારતની સ્વતંત્રતામાં શિવાજી જયંતીનો મહત્ત્વનો ફાળો રહેલો છે. બાળ ગંગાધર તિલક આ દીવસનો ઉપયોગ હંમેશા ભારતના લોકોને એક કરવા માટે કરતા હતા.અને ત્યારથી અત્યાર સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં શિવાજી જયંતિની ઉજવણી પૂર્ણ ઉત્સાહથી કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ