ભારતમાં તાજમહલ કરતા પણ જૂનુ છે છત્તીસગઢમાં આવેલું આ પ્રેમનું પ્રતિક…

ભારતમાં આમ તો અનેક પ્રેમ કહાનીઓ ફેમસ છે, જેના નામની કસમ લોકો ખાતા હોય છે. પણ, સૌથી પહેલા શાહજહા અને મુમતાઝનું નામ આવે છે. જેમના પ્રેમનું પ્રતિક તાજમહલ વિશ્વની સાત અજાયબીઓમાં આવે છે. પણ, આજે આપણે એક એવા પ્રેમી જોડા વિશે જાણીએ, જે ઈતિહાસના પાનાંમાં ક્યાંક ખોવાઈ ગયા છે. આ પ્રેમ કહાનીમાં રાજાઓ નહિ, પરંતુ રાણીએ પોતાના રાજાની યાદમાં એક સ્મારક બનાવડાવ્યું હતુ. તેને લક્ષ્મણ મંદિરના નામથી લોકો ઓળખે છે.

પતિ પ્રેમની આ નિશાનીને 635-640 ઈસ્વીસનમાં રાજા હર્ષગુપ્તની નિશાનીમાં બનાવવામાં આવ્યું હતું. તેને રાણી વાસટાદેવી દ્વારા બનાવાયું હતું. લગભગ 1400 વર્ષ પહેલા શૈવ નગરી શ્રીપૂરમાં માટીની ઈંટોથી બનાવવામાં આવેલ આ સ્મારકમાં આજે પણ આ કહાની આજે પણ ભારતના ઈતિહાસમાં જગ્યા મેળવવા માટે લડાઈ લડી રહી છે. લક્ષ્મણ મંદિરની સુરક્ષા અને સંરક્ષણ માટે કોઈ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા નથી, તેમ છતાં માટીના ઈંટોની આ વિરાસત પોતાના નિર્માણના 1400 વર્ષ બાદ પણ શાનથી ઉભી છે.

આપણે બધા જાણીએ છીએ કે, ભારતીય ઈતિહાસમાં તાજમહેલ એક પ્રેમ કહાનીના રૂપમાં ઓળખવામાં આવે છે, જ પ્રેમનું સૌથી જૂનુ પ્રતિક છે. શાહજહાએ તેને પોતાની બેગમ મુમતાઝ માટે બનાવડાવ્યું હતું. પરતુ છત્તીસગઢમાં આવેલું આ સ્મારક ખરા પ્રેમની નિશાની આપતું સ્મારક છે. તેની જાણકારી પણ છત્તીસગઢ સરકારે પોતાની વેબસાઈટ પર આપી છે. પવિત્ર મહાનદીના તટ પર બસેલું સિરપુરા છત્તીસગઢની સાંસ્કૃતિક, ઐતહાસિક અને ધાર્મિક વિરાસતની અનમોલ ધરા છે. પ્રાચીન કાળમાં તે સિરપુરાના નામથી જ ઓળખવામાં આવે છે.
સિરપુરામાં જ્યારે પુરાતત્વ વિભાગે ખોદકામ શરૂ કર્યું, તો અહીં એક અદભૂત ખજાનો મળી આવ્યો હતો. રાજાના મહેલથી લઈને પ્રાચીન શિવ મંદિરોની ક્યારેય પૂરી ન થનારી શૃંખલા, બોદ્ધઘ વિહાર, જૈન વિહાર, સમાજના અલગ અલગ લોકો માટે બનાવવામાં આવેલ સુરુચિપૂર્ણ આવાસ અને તેમના જેવી અનેક સંપદા છત્તીસગઢની આ સમૃદ્ધ ધરાના ગર્ભમાંથી બહાર આવી હતી. સિરપુરા ઉત્ખનન્નમાં અત્યાર સુધી 14 શિવ મંદિર, 8 બોદ્ધ વિહાર, ત્રણ જૈન વિહાર, એક રાજમહેલ, એક પૂજારીનું આવાસ તથા વિસ્તૃત વ્યવસાય કેન્દ્રના અવશેષ મળ્યા હતા. ત્યારે આ સ્મારક પણ મળી આવ્યું હતું, જે એક રાજા અને રાણીના પ્રેમની કહાની છે. જે તાજમહેલ કરતા પણ જૂની છે.

સરકાર હવે તેને ટુરિઝમમા વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે. જેથી વધુ લોકો સુધી તેની માહિતી પહોંચી શકે છે, અને છત્તીસગઢ ટુરિઝમને વેગ મળે. તેની માહિતી પણ તમને છત્તીસગઢ ટુરિસ્ટની વેબસાઈટ પરથી મળી રહેશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર, તમે પણ આવી કોઈ જગ્યાએ ફરવા ગયા હોવ તો ફોટો સાથે માહિતી કોમેન્ટમાં જણાવી શકો છો.