જલ્સા કરોને જેંતીલાલ

દુબઈના પ્રિન્સની છઠ્ઠી રાણી પોતાની સાથે ૨૭૧ કરોડ અને બે બાળકોને લઈને રહસ્યમય રીતે ભાગી ગઈ… કારણ જાણીને નવાઈ લાગશે…

દુબઈના પ્રિન્સની છઠ્ઠી રાણી પોતાની સાથે ૨૭૧ કરોડ અને બે બાળકોને લઈને રહસ્યમય રીતે ભાગી ગઈ… કારણ જાણીને નવાઈ લાગશે…

કહેવાય છે કે ઈશ્વર બધાંને બધું નથી આપતો. કોઈને સુખ સંપત્તિ પરિવાર પ્રેમ એમાંથી કંઈને કંઈ ખૂટતું લાગે છે. રાજા હોય કે રંક દરેકને પોતાના જીવનમાં કંઈક કમી દેખાતી હોય છે. ભાગી છૂટવાનું મન થઈ જતું હોય છે. કોઈને પૈસાની તંગી હોય તો કોઈને માનસિક અશાંતિ હોય. હાલમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં મહિલા પાસે સુખ – સાહ્યબી અને અઢળક ધન હોવા છતાં તેણે પોતાના પતિને છોડીને ભાગી જવાનું પગલું લીધું. આ કોઈ બીજી સામાન્ય પરિવારની મહિલા નહીં પરંતુ દુબઈના શેખની રાણી છે. જે સાંભળીને આંખો ફાટી એટલી મોટી રકમ લઈને બાળકો સહિત નાસી છૂટી છે અને તેની શોધખોળ ચાલી રહી છે. આવો જાણીએ આખી બાબત શું છે…

યુ,એ.ઈ. એટલે કે સંયુક્ત રાષ્ટ્ર અમિરાતની રાણી હયા બિંત અલ હૂસેન આજકાલ ખૂબ ચર્ચામાં છે. કહેવાય છે તેઓ ધન સંપત્તિ અને બંને બાળકોને લઈને દુબઈ છોડીને કોઈ અજ્ઞાત વાસમાં જઈને છૂપાઈ ગઈ છે. તેમને ખોજવા માટે રાજકીય તજવીજ ચાલી રહી છે.

કોણ છે આ ગુમશુદા શહેઝાદી?

હયા જોર્ડનના શાહ અબ્દુલ્લાની સાવકી બહેન છે અને તેના લગ્ન શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ સાથે થયા છે. હયા તેના છઠ્ઠા પત્ની છે. તેઓ દુબઈના અરબપતિ સાશક છે. તેઓ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક છે. જે અરબ દેશના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની પણ પદવી મેળવી ચૂક્યા છે.

દુબઈની રાણી રહસ્યમય રીતે થઈ ગાયબ..

હયા શેખ મુહમ્મદ વિશે કહેવાય છે કે તે ઘણાં સમયથી તેના પતિ સાથે છૂટાછેડા ઇચ્છી રહી હતી. પરંતુ તેને મુક્તિ નહોતી મળી રહી. અંતે, તેણે આવો રસ્તો શોધ્યો. તેના વિશે મળેલ માહિતી મુજબ હાલમાં તે ક્યાં છે તે નિશ્ચિત રીતે કોઈ સમાચાર નથી. પરંતુ કહેવાય છે કે તેણે જર્મની પાસેથી રાજનૈતિક શરણાગતિની મદદ માગી હતી. તે પોતાની નવી જિંદગીની શરૂઆત કરવા ઇચ્છે છે. તેથી પોતાની સાથે અધધ રકમ પણ લઈ ગઈ છે એવું કહેવાય છે. આ રકમ ૩૧ મિલિયન પાઉન્ડસ એટલે કે ભારતીય ૨૭૧ કરોડ રૂપિયા જેટલી હોવાનો અંદાજ છે. આટલી બધી રકમ અને બે બાળકો સાથે અચાનકથી જવું જરૂર મુશ્કેલ હોઈ શકે. દુબઈ છોડવા માટે તેને જર્મનીના રાજદૂતોએ મદદ કરી હોય તેવી આશંકા છે. હયા સોશિયલ મીડિયાની પણ ખૂબ જ શોખીન છે પરંતુ તે ૨૦મી મે પછીથી તેની પ્રોફાઈલ પરથી એક્ટિવ નથી દેખાઈ રહી. તેથી તેના વિશેની કૂતુહલતાએ સૌમાં વધારો કર્યો છે.

રાજનૈતિક માહોલ ગરમાયો છે…

દુબઈ છોડતાં પહેલાં સૂત્રોની માહિતી મુજબ હયા તેના બંને બાળકો દીકરી ઝાલિયા ૧૧ વર્ષ અને દીકરો ઝાયદ ૭ વર્ષ સાથે જર્મની ગઈ હોવાની આશંકા છે. તેથી દુબઈ અને જર્મની વચ્ચે હાલમાં રાજનૈતિક વાતચીત ચાલી રહી છે પરંતુ જર્મનીએ ચોખ્ખી ના પાડી છે કે તેઓ કોઈજ માહિતી નહીં આપે. દુબઈના શેખે તાત્કાલિક ધોરણે તેમના બેગમને પરત કરવાની માગણી કરી હતી. જેને કારણે ફોન ઉપર જ થયેલ વાતચીત બાદ જર્મનીએ કોઈજ પ્રકારની મદદનો ઇન્કાર કર્યો હોવાથી બંને દેશો વચ્ચએ રાજનૈતિક સંકટ ઊભું થવાની શક્યતા રહે છે.

શેખની પત્ની પહેલાં પુત્રી પણ ભાગી ગઈ હતી…

શેખની છટ્ઠી પત્ની હયાના ભાગી જવાના ચોંકાવનારા સમાચાર આવ્યા પહેલાં અગાઉ તેની દીકરી પ્રિન્સેસ લતીફા પણ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી ચૂકી છે. રાજકુમારી લતીફાને ભારતના રાજ્ય ગોવા પાસેના વિસ્તારમાંથી કોસ્ટ ગાર્ડે પકડી પાડી હતી. ત્યાર બાદ ભારતે રાજકુમારીને પરત મોકલી દીધી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version