જલ્સા કરોને જેંતીલાલ

છાસનો મસાલો બનાવવાની સરળ રીત, છાસનો ટેસ્ટ તો વધારશે જ સાથે પાચનશક્તિ પણ વધારશે…

દોસ્તો , અત્યારે હવે ગરમી વધી રહી છે. એટ્લે ઠંડા પીણાં તરીકે ઘરે ઘરે છાસ પીવાનો ઉપયોગ વધારે થશે અને જમવામાં પણ ચાસનો ઉપયોગ વધારે થશે. છાસમાં રહેલ ગુણધર્મોને કારણે તે ગરમી સામે તો શીતળતા પ્રદાન કરે જ છે. સાથે સાથે તે પાચનશક્તિ પણ વધારે છે. તો ચાલો આજે આપણે જોઈએ છાસના ટેસ્ટને વધારો કરનાર છાસનો મસાલો બનાવવાની રીત. જેને એકવાર બનાવી આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો.

સામગ્રી:

રીત:

સૌથી પહેલા તો એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું, એમાં આપણે ધાણા, જીરું, અજમો, કાળા મરી નાખી ને 2 મિનિટ માટે આવતા જતાં શેકી લઈશું, જેના કારણે એમાં રહેલ ભેજ શોષાઈ જશે અને એ આખું વર્ષ માટે સારું પણ રહેશે.

હવે આપણે તેને ઠંડુ થવા દઈએ. એટલું ધ્યાન રાખવાનું છે કે, વધારે શેકવાનું નથી. પછી એ બધી જ સામગ્રી ને મિકસરના બાઉલમાં લઈને ક્રશ કરો. હવે એ જ બાઉલમાં સંચળ, નમક અને હિંગ એડ કરો ને ફરી મિક્સર ચાલુ કરી એક બે આંટા ફેરવો, આમ કરવાથી હિંગ, નમક અને સંચળ સરસ રીતે મિક્સ થઈ જશે. ત્યારબાદ એક પ્લેટ કે થાળી લો અને એમાં તમે લોટ ચાલવાની ચાળણીથી મસાલાને ચાળી લો. બધો જ મસાલો ચાળી લો પછી એક કાચની બરણીમાં ભરી સ્ટોર કરી શકો છો.

હવે એક ગ્લાસ છાસ લો. એમાં એક ચમચી છાસનો બનાવેલો મસાલો નાખી ચમચીથી હલાવી મસાલા છાસ સર્વ કરો.આવી જ રીતે આ મસાલો તમે શરબતમાં પણ યુઝ કરી શકો છો. આ મસાલો છાસ અને શરબત બંનેમાં વાપરી શકાય છે.

નોંધ – જો તમારે આ છાસના મસાલામાં સૂકા ફૂદીનાના પાન કે તેનો પાઉડર એડ કરવો હોય તો તમે કરી શકો છો. ફુદીનાના પાનનો ઉપયોગ કરવાથી પણ છાસના ટેસ્ટમાં વધારો થાય છે.

વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો :

રસોઈની રાણી – તૃપ્તિ ત્રિવેદી , અમદાવાદ
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !

1. બહુ જ સરસ લેખ હતો = 10

2. બહુ ના મજા આવી = 8

3. ઠીક હતો = 5

4. બોગસ = 2

તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !

– તમારો જેંતીલાલ

Exit mobile version