જલ્સા કરોને જેંતીલાલ

આખા ગુજરાતમાં “છાનુ રે છપનું”… તાલથી મચાવી રહ્યું છે ધમાલ, અધધધ..લોકોએ જોઇ લીધો આ વિડીયો અને તમે?

• જાણો આ આપણા નવા ગુજરાતી ગીત વિશે, જે આપણા આખા ગુજરાતમાં તેના તાલથી મચાવી રહ્યું છે ધમાલ, જાણો આ ગીત વિશે એક ક્લિક પર.

• સાંત્વની ત્રિવેદી દ્વારા અવિનાશ વ્યાસ રચિત વિશ્વ વિખ્યાત રચના “છાનુ રે છપનું” નવા સ્વરૂપ માં થયુ લોચ.

આપણા ભારતમાં ગીતોને એક સારૂ સ્થાન આપવામાં આવ્યું છે, અને એમાં આપણા ગુજરાતી ગીતોની તો વાત જ ના થાય. તેના સુર અને તાલથી લોકો ડગવા લાગે છે. આજના આ દિવસોમાં રોજ કોઈના કોઈ નવા ગીતો આવતા રહે છે, અને એ નવા ગીતો પણ ખૂબ સુંદર રીતે ગાવા માં આવે છે અને આજે અમે એવાજ એક નવા ગીત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને અત્યારના સમયમાં તેના તાલથી ગુજરાતમાં ધમાલ મચાવી દીધી છે, તો ચાલો જાણીએ આ ગીત વિશે…

અમે જે ગીતની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે છાનું રે છપનું, આ ગીત લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને લોકો વારમ વાર તેને જુવે છે. આ ગીતના સિંગર જે સાંત્વની ત્રિવેદી એ ગુજરાતના કલાકારોમાં એક મોટું નામ છે, જેમના ઘણા ચાહકો છે. સાંત્વની ત્રિવેદીએ આગળ પણ ઘણા ગીતો ગાયા છે.

સાંત્વની ત્રિવેદી અને આકાશ પરમાર ના ઘણા ગીતો આગળ પણ ખૂબ જ સુંદર અને સુરના તાલથી ધમાલ મચાવી હતી. આકાશ પરમારના સંગીતમાં એક જુદો જ જાદુ છે, જેના સાથે આજની આ નવી પેઢી ઝડપથી જોડાઈ જાય છે. તેમને આવા નવા ગીતોની રચનાથી જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ રહે છે ત્યાં ત્યાં આપણા ગુજરાતનો એક અવાજ પહોચાડવાનું કાર્ય કર્યું છે.

હવે જો આપણે વાત કરીએ તો આ ગીતનું શૂટિંગ રાજપીપળા ગામમાં થયું છે, જ્યાં કુદરતી સૌન્દર્ય છે, અને આ ગીતે લોકોને જણાવ્યું છે લોકોને કુદરતી વાતાવરણ ની એક નવી ઓળખ આપી છે. આ ગીતના શબ્દો એક પલકમાં આખી જિંદગીનું કઈ કહી જાય છે અને આ ગીતને થોડાજ સમયમાં હજારો લોકોનો પ્રેમ મળ્યો છે.

હવે જો આપણે વાત કરીએ તો આ ગીતને પૂરું પાડવામાં દેવ પટેલ એટલે કે સિનેમેટોગ્રાફી તેમને કરી છે, અને આ સાથે આ પૂરા પ્રોજેક્ટને નીરવ પરમાર અને તેમની ટીમે ઘણી મહેનત કરી ખૂબ સુંદર રીતે પાર પાડ્યો છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે આ ગીતને ક્યાંથી જોવું તો આ ગીતને” છાનુ રે છપનું ” સાંત્વની ત્રિવેદી ની ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર લોન્ચ કરવા માં આવ્યું છે, અને નીચે આ ગીતની લિંક પણ છે, તો મિત્રો આ ગીત સાંભળો અને તેની મજા લો, અને આ ગીત કેવું લાગ્યું તેનો પ્રતિસાદ જરૂર આપજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version