સ્પેશિયલ કોર્ન ફ્લેક્સ અને રતલામી સેવ નો ચેવડો – નાના મોટા દરેકને પસંદ આવતો આ ચેવડો શું તમે પણ આવી રીતે જ બનાવો છો ને..

કોર્ન ફ્લેક્સ એટલે કે મકાઇ ના પૌઆ નો ચેવડો તો તમે ઘણીવાર બનાવ્યો હશે પણ હવે ફરસાણ ના લિસ્ટ માં એક નવા કોમ્બિનેશન સાથેનો ચેવડો ઉમેરી દ્યો. આ ચેવડો મકાઇ ના પૌઆ અને ચટપટી રતલામી સેવ તથા અન્ય સ્પાયસી મસાલાઓ ના કોમ્બિનેશન થી સરસ ચટપટો બને છે તો જરુરથી આ નવું મિક્સ એન મેચ ટ્રાય કરો અને મહેમાનો ને તમારી રસોઇ ની કલા નો પરિચય કરાવો. આ દિવાળી સ્પેશિયલ કોર્ન ફ્લેક્સ અને રતલામી સેવ નો ચેવડા નો સ્વાદ ચટપટો હોવાથી દરેક નાના મોટા લોકો હોંશે હોંશે નાસ્તા માં લેશે.

કોર્ન ફ્લેક્સ અને રતલામી સેવ નો ચેવડા માટે ની સામગ્રી:

  • 200 ગ્રામ મકાઇના પૌઆ
  • 1 કપ શિંગ દાણા
  • 3 કપ રતલામી સેવ
  • 4-5 સ્ટ્રીંગ મીઠો લીમડો – કરી લિવ્સ
  • ½ ટી સ્પુન સંચળ પાવડર
  • ½ ટી સ્પુન ચાટ મસાલો
  • ½ ટી સ્પુન શેકેલા જીરુનો પાવડર
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન હલદર પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 ટેબલ સ્પુન સુગર પાવડર
  • પીંચ હિંગ
  • પિંચ કાલા મરી નો પાવડર
  • વઘાર માટે 2 ટી સ્પુન ઓઇલ
  • મકાઇના પૌઆ તળવા માટે જરુર મુજબ ઓઇલ

રીત :

સૌ પ્રથમ લોયા માં તેલ ગરમ મૂકી સારું એવું ગરમ કરો.

ટિપ્સ: તેલ ધીમુ કે ઓછું ગરમ હશે તો મકાઇ ના પૌઆ બરાબર તળાશે નહિ અને કડક રહેશે અને ચેવડો બરાબર બનશે નહિ.

ફુલ ગરમ તેલ માં મકાઇ ના પૌઆ થોડા થોડા ઉમેરી ને તળો.એક સાથે વધારે પ્રમાણ માં ઉમેરશો નહિ. કેમકે વધારે પ્રમાણ માં પૌઆ ઉમેરવાથી ગરમ તેલ ઠંડું પડી જશે અને મકાઇના પૌઆ ફુલશે નહિ.

બધા પૌઆ તળાતા જાય એમ જાળીવાળી ચાળણી માં કાઢતા જવું જેથી વધારાનું તેલ નિતરી જાય.

હવે તળેલા પૌઆ એક બાજુએ તેલ નિતારવા રાખી દ્યો.

હવે તેલ થોડું ઓછું ગરમ રાખી ને તેમાં શિંગદાણા તળી લ્યો. બરાબર ક્રંચી થઇ તળાઇ જાય એટલે તેને પણ તેલ નિતારવા મૂકી દ્યો.

ત્યારબાદ તેમાં મિઠા લીમડા ની સ્ટ્રિંગ પાન છૂટા પાડ્યા વગર જ આખી તળી લ્યો. લીમડા ના પાન ક્રંચી થૈ જાય અને તેનો કલર ના બદલે – સરસ લીલો કલર રહે ત્યાં સુધી તળો. ત્યરબાદ તેલ નિતારાવા મૂકો.

ત્યાર બાદ એક મોટા પેન માં મસાલા મિક્સ કરવા માટે તેલ ગરમ મૂકો.

ટિપ્સ : તેલ થોડું જ ગરમ કરવાનું છે વધારે ગરમ થઇ જશે તો મસાલા બળી જાશે. તે ખાસ ધ્યાન રખવું.

તેલ થોડું ગરમ થાય એટલે ગેસ ની ફ્લૈમ બંધ કરી દ્યો.

તેમાં ½ ટી સ્પુન સંચળ પાવડર, ½ ટી સ્પુન ચાટ મસાલો, ½ ટી સ્પુન શેકેલા જીરુનો પાવડર, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હળદર પાવડર, મીઠું સ્વાદ મુજબ, પીંચ હિંગ, પિંચ કાલા મરી નો પાવડર ઉમેરી બંધ ગેસ પર જ મિક્સ કરો.

બધું હલાવીને બરાબર મિક્સ કરો.

ત્યાર બાદ તેમાં તળી ને તેલ નિતારેલા મકાઇના પૌઆ ઉમેરી બરાબર મિક્સ કરો.

પૌઆ લોયા માં બરાબર થોડી વાર ઉપર નીચે કરી બધો મસાલો બધા જ પૌઆ માં ભળી જાય તેમ હલાવી ને મીક્સ કરો.

હવે તેમાં તેલ નીતારેલા શિંગદાણા અને તેલ નિતારેલા લેમડા ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી દ્યો.

તેમાં હવે 3 કપ ચટપટી – તીખી રતલામી સેવ ઉમેરી હલકા હાથે મિક્સ કરો.

ત્યર બાદ તેમાં 3 ટેબલ સપુન સુગર પાવડર (તમારા સ્વાદ મુજબ ) ઉમેરી બરાબર મિક્સ કરો.

ટિપ્સ : સૌ પ્રથમ જ્યારે મસાલા તેલ માં મિક્સ કર્યા ત્યારે તેમાં સાથે સુગર પાવડર ઉમેરવો નહિ.

મકાઇ ના ચેવડા માં બધુ મિક્સ થઇ ગયા પછી જ ઉમેરવો.

તો હવે દિવાળી સ્પેશિયલ કોર્ન ફ્લેક્સ અને રતલામી સેવ નો ચેવડો તૈયાર છે. તેને સર્વિંગ બાઉલ માં પીરસી કાજુ અને કિસમિસ થી ગાર્નિશ કરો. અને કોર્ન ફ્લેક્સ અને રતલામી સેવ ના ચેવડા નો ચટ્પટો, થોડો મીઠો, થોડો તીખો એવો સરસ મજાનો સ્વાદ ટેસ્ટ કરો અને કરાવો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.