જલ્સા કરોને જેંતીલાલ

Cheteshwar Pujaraની દીકરીની બર્થ ડેનું હોટેલમાં કર્યુ ધમાકેદાર સેલિબ્રેશન, આ ક્રિકેટર્સના બાળકોએ કરી જબરી ધમાલ, જોઇ લો આ વિડીયોમાં તમે પણ

દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં ઈંગ્લેન્ડ અને ઈન્ડિયાની વચ્ચે ૨ ટેસ્ટ મેચ અને 5 T20 મેચનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની હયાત રેજન્સી હોટલમાં ટીમ ઈન્ડિયા અને ટીમ ઇંગ્લેન્ડ એક મહિના માટે રોકાણ કર્યું છે.

image source

આ સાથે જ ટીમ ઈન્ડિયાના કેટલાક ક્રિકેટર્સપોતાના પરિવારની સાથે હોટલમાં રોકાયા છે. હયાત હોટલમાં બાયોબબલ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી હોવાના લીધે ક્રિકેટર્સના પરિવારના સભ્યો હોટલની બહાર જઈ શકતા નથી, એટલું જ નહી, ક્રિકેટર્સને પણ ફક્ત પ્રેક્ટિસ અને મેચ રમવા માટે જ હોટલની બહાર જવા દેવામાં આવી રહ્યા છે.

image source

એટલું જ નહી, ક્રિકેટર્સ અને તેમના પરિવારના સભ્યોને કોઈ આઉટિંગ પર જવા માટેની પણ મંજુરી આપવામાં આવી છે નહી.હોટલ હયાત રેજન્સીના હોટલ સ્ટાફને પણ બહાર નહી જવા માટે સુચના આપી દેવામાં આવી છે. ત્યાં જ આજ રોજ ચેતેશ્વર પુજારાની દીકરી અદિતિનો બર્થ ડે પણ હયાત રેજન્સી હોટલમાં સેલીબ્રેટ કરવામાં આવી છે.

image soucre

હયાત રેજન્સી હોટલના આંતરિક સુત્રોના જણાવ્યા મુજબ, સવારના સમયે નાસ્તા કરવા દરમિયાન બધા જ ક્રિકેટર્સ અને તેમના પરિવારની સાથે ફક્ત કેક કાપીને સેલિબ્રેટ કરવામાં આવી હતી. પરંતુ ક્રિકેટર્સને મેચની પ્રેક્ટિસ કરવા માટે જવાનું હોવાના લીધે ચેતેશ્વર પુજારા પોતાની દીકરીના બર્થ ડેના દિવસે વધારે સમય આપી શક્યા નહીંને તમામ ક્રિકેટર્સની સાથે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા માટે હોટલ હયાત રેજન્સી માંથી નીકળી ગયા.

સાંજના સમયે જયારે બધા જ ક્રિકેટર્સ સ્ટેડિયમથી પ્રેક્ટિસ કરીને પાછા આવી જાય છે ત્યારે પરિવારની સાથે ક્રિકેટર ચેતેશ્વર પુજારાની દીકરી અદિતિના બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેના માટે હયાત રેજન્સી હોટલ તરફથી પેપેરપીંક થીમને તૈયાર કરવામાં આવી હતી, પેપેરપીંક થીમને તૈયાર કરવા માટે રૂમને પિંક અને વાઈટ બલુનની મદદથી સજાવવામાં આવ્યો હતો, આની સાથે જ આ પાર્ટીમાં બીજીવાર પણ બધાની સાથે કેક કટિંગ કરવામાં આવી હતી.

image soucre

આ પાર્ટી દરમિયાન નાના બાળકોએ કેટલીક પાર્ટી ગેમ્સ પણ રમ્યા હતા. અદિતિ પુજારાની બર્થ ડે પાર્ટીમાં રોહિત શર્માની દીકરીએ માઈક પર ગીત ગાતા બર્થ ડે ગર્લ અદિતિને કહ્યું હતું કે, ‘હેપ્પી બર્થ ડે અદિતિ…’ અદિતિ પુજારાની બર્થ ડે પર્તીનાઘના બધા ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યા છે.

image source

એટલું જ નહી, સાંજના સમયે કરવામાં આવેલ બર્થ ડે સેલિબ્રેશનમાં ફક્ત ક્રિકેટર્સના પરિવારો જ હાજર રહ્યા હતા કેમ કે, તમામ ક્રિકેટર્સ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવામાં વ્યસ્ત હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version