ભારતીય મહિલાઓ માટે ખાસ – વાંચો અને શેર કરો.

ભારતીય મહિલાઓ માટે ખાસ – વાંચો અને શેર કરો.

આ સારી બાબત નથી. નિલસન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા મુજબ આખા વિશ્વની મહિલાઓમાં ભારતીય મહિલાઓ સૌથી વધુ સ્ટ્રેસ ધરાવે છે. આપણી 87 ટકા મહિલાઓ મોટા ભાગના સમયે સ્ટ્રેસફુલ અનુભવ કરે છે. વર્કોહોલિક અમેરિકામાં પણ ફકત 53 ટકા મહિલાઓ સ્ટ્રેસ અનુભવે છે.

આપણે આપણી મહિલાઓ સાથે શું કરી રહયા છીએ હું પક્ષપાતી છું, પણ આપણી ભારતીય સ્ત્રીઓ આખા વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓ છે. માતા, બહેન, દીકરી, સહયોગી, પત્ની અને પ્રેમિકા સ્વરૂપે – આપણે તેમને પ્રેમ કરીએ છીએ. શું તમે એમના સિવાયના જીવનની કલ્પના કરી શકો

હું હવે ભારતીય સ્ત્રીઓને તેમના સ્ટ્રેસ લેવલને ઓછું કરવા અમુક સુચનો કરવા માંગુ છું.

1. કયારેય પણ પોતાની જાતને શક્તિવિહીન ન સમજવું. જો તમારી સાસુને તમે નથી ગમતા.
તો તેમના વિચારોને તેમની માટે છોડી દો. તમે છો તેવા જ રહો, નહી કે તેમની ઈચ્છાનુસારના
તમે રહેશો.તેમને તમે નથી ગમતા તે તેમનો પ્રોબ્લેમ છે.

2. તમે તમારા કાર્યમાં નિપુણ છો અને તમારા બોસને તમારી કદર નથી – તમે તેમને જણાવો અથવા ચુપ રહો. પ્રતિભાશાળી, મહેનતું વ્યક્તિઓની ખુબ માંગ છે.

3. તમારી જાતને શીખવો. સ્કીલ, નેટવર્ક – આર્થિક સ્વતંત્રતા મેળવવાના માર્ગો શીખો. જેથી હવે જયારે તમારા પતિ કહે કે તમે સારી પત્ની, માતા કે વહુ નથી થયા, તો તમે તેમને દુરદ્રષ્ટિ કરવા કહી શકશો.

4. ઘર અને ઓફિસની બે ગણી જવાબદારીઓથી કયારેય પણ સ્ટ્રેસ ન અનુભવો. મુશ્કેલ છે પણ અશક્ય નથી. આ માટે ટ્રીક એ છે કે જીવનના દરેક પાસે મેળવવા ની અપેક્ષા ન રાખવી. તમે પરીક્ષા નથી લઈ રહયા અને પ્રમાણિકપણે તમે 100 ટકા કયારેય નથી મેળવી શકનારા. જો તમે બપોરે જમવામાં ચાર ડીશો ન બનાવી શકયા તો એ ચાલશે, તમે એક ડીશથી પણ તેમનો પેટ ભરી શકો છો. તમે મધરાત સુધી કામ નહી કરો તો ચાલશે, પ્રમોશન નથી મળવાનું. નિધન થતી વખતે કોઈ નોકરીનું પદ યાદ નથી કરતું.

5. સહુથી મહત્વનું, બીજી સ્ત્રી સાથે સ્પર્ધાત્મક વલણ ન રાખવું. કોઈ તમારા કરતા પણ વધુ સારી પોતાની સ્કુલ પ્રોજેક્ટની સ્ક્રેપ બુક બનાવશે. અન્ય સારા ડાયેટ સાથે વધુ વજન ઘટાડશે.
તમારી પાડોશી પોતાના પતિ માટે 6 ડબ્બાનું ટિફિન બનાવશે, તમે નહી – મોટી વાત નથી. તમે તમારું શ્રેષ્ઠ કરો, પરંતુ એના પરિણામપત્રક ની રાહ ના જુઓ અને કલાસમાં પ્રથમ આવવાની ચાહ ચોક્કસપણે ન રાખવી. દુનિયામાં કોઈ આદર્શ સ્ત્રી નથી, અને તમે એક બનવાની ચાહ કરશો તો તમે એક જ વસ્તુ મેળવશો – સ્ટ્રેસ.

તો ઊંડો શ્વાસ લો, શાંતિ પામો, આરામ કરો. તમે સુંદર છો તે પોતાની જાતને જણાવો.તમારું શ્રેષ્ઠ આપો અને શાંતિમય જીવનના હકકદાર બનો. જે આને તમારી પાસેથી હરવાનો પ્રયાસ કરશે તે ભુલ કરશે, તમે નહીં. બધાને ખુશ કરવા નથી જનમ્યા. તમે વિશ્વ પાસેથી મેળવેલ પાછું આપી તેના બદલે સારું જીવન પામો. બીજીવાર આવો સર્વે થાય ત્યારે હું ભારતીય મહિલાઓને મોખરે જોવા નથી માંગતો. હું તેમને દુનિયાની સૌથી ખુશ મહિલા બનાવવા માંગુ છું.

સ્ત્રીત્વને જાળવો….

– ચેતન ભગત દ્વારા તેમના જ શબ્દોમાં (એપ્રિલ મહિનાનો આર્ટિકલ ટાઈમ્સ ઓફ ઈંડિયામાં)

( આગળ વધુને વધુ લોકોમાં શેર કરો.)

ટીપ્પણી