ચીઝ બર્સ્ટ સોજી પિઝા – નામ જાણીને જ નવની લાગે છે? બાળકોને ઘરે જ બનાવી આપો આ પિઝા…

પિઝા એટલે બધા ની મન ગમતી વાનગી, આપણે બધા બહાર કે ઘરે અવાર નવાર પિઝા તો ખાતા જ હોઈએ છે। બહાર જે પિઝા મળે તે તમને ખબર જ છે મેંદા નો બેઝ હોય અને ઘરે પણ તમે બનાવો તો બહાર થી બેઝ લાવો તે મેંદાના જ હોય અથવા ઘરે પણ બેઝ તો મેંદા નો જ બનાવતા હશો।

તો ચાલો આપણે આજે હેલ્થી પિઝા બનાવીશુ જે તમે આરામ થી જેટલી તમારી ઈચ્છા હોય તેટલા ખાઈ શકશો કેમ કે આપણે મેંદાનો ઉપયોગ કર્યા વગર બનાવીશુ આ ખુબજ ટેસ્ટી અને હેલ્થી પિઝા – ચીઝ બર્સ્ટ સોજી પિઝા

તો ચાલો ફટાફટ સામગ્રી અને રીત જોઈ લઈએ।

સૂજી – ૨ કપ

દહીં

મીઠું સ્વાદ મુજબ

ચીઝ સ્લાઈસ

ખમણેલું ચીઝ

ચીલી ફ્લેક્સ

ઓરેગાનો

કેપ્સિકમ

ડુંગળી

પિઝા સોસ

ઘી


સૌ પ્રથમ સોજી ને દહીં માં ૧૫ મિનિટ જેવું પલાળી રાખો। સોજી પલળે ત્યાં સુધી કેપ્સિકમ અને ડુંગળી ને પાતળી પાતળી પટ્ટી માં કાપી લો। અને બીજી તૈયારી કરી લો.


૧૫ મિનિટ થઇ જાય એટલે સોજી માં જરૂર હોય તે પ્રમાણે પાણી નાખો , મીઠું નાખો અને બરાબર મિક્સ કરી લો. બેટર ને એકદમ પાતળું નથી કરવાનું. બરાબર મિક્સ કરી, નોન સ્ટિક તવા ને ગરમ કરી તેમાં ૧ ચમચી જેટલું ઘી મુકો, બેટર ને રાઉન્ડ શેપ માં પાથરી લો, ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે.


હવે ઉપર ચીઝ ની સ્લાઈસ ગોઠવી દો, પછી ફરી થી તેના ઉપર બેટર નું લેયર કરી , બીજી તરફ ફેરવી દો. હવે ઉપર ની સાઈડ પિઝા સોસ લગાવી દો, તેની ઉપર ખમણેલું ચીઝ પાથરો, કેપ્સિકમ અને ડુંગળી મુકો, ફરી થી ખમણેલું ચીઝ પાથરો, હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉપર ભભરાવી દો. ઢાંકી અને ૧૦ મિનિટ સુધી ધીમા ગેસ પર ચડવા દો. ચીઝ પીગળી જશે અને કેપ્સિકમ ટમેટા પણ સોફ્ટ થઇ જશે.


બસ તૈયાર છે એકદમ ચીઝી સોજી ના પિઝા, ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગશે, વેકેશન માં બાળકો ઘરે હોવા થી એમને કૈક ને કૈક ખાવા જોઈએ તો આ સૂજી ના પિઝા જરૂર થી બનાવી આપો તેમને ખુબજ પસંદ આવશે, અને આ પિઝા ખાધા પછી બહાર ના પિઝા ખાવાની જીદ બિલકુલ નહિ કરે। તો આજે જ બનાવો આ ચિઝ બર્સ્ટ સોજી પિઝા અને નાના મોટા સૌ ને ખવડાવો.


નોંધ:

સામગ્રી તમને જે પ્રમાણ માં ટેસ્ટ પસંદ હોય હોય તે પ્રમાણે લેવી, ચીઝ અને ટોપિંગ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરવું, કેપ્સીકામ , ડુંગળી સાથે પસંદ હોય તો મકાઈ , ઓલિવ અને બીજા ભાવતા વેજિટેબલ્સ નાખી શકો। સોજી તમારે જેટલા પિઝા બનાવવા હોય તે પ્રમાણે લેવી, અહીં મેં ૧ પિઝા માટે નું માપ લીધું છે।


ચાલો તો આજ ની રેસીપી પસંદ પડે તો કોમેન્ટ માં જણાવજો , ફરી મળીએ નવી રેસીપી સાથે.

રસોઈની રાણી : નિરાલી કોરાટ

વિડીઓ સાથે શીખો આ ટેસ્ટી રેસીપી.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

- તમારો જેંતીલાલ