‘ચિઝ ગાર્લિક બ્રેડ ‘ એકવાર ટ્રાય કરો બહારની ગાર્લિક બ્રેડ ભૂલી જશો

ચિઝ ગાર્લિક બ્રેડ

ફાસ્ટ ફૂડ એટલે અત્યારના લોકોનું ફેવરિબ્રેડટ ફૂડ અને તેમાય ચિઝ ગાર્લિક બ્રેડ આહાહા સાંભડીને જ મોઢામાં પાણી અાવી જાય અને તેમાય હોટેલની ચિઝ ગાર્લિક બ્રેડને બદલે ઘરે જ બનાવેલી હોયતો?
અને તે પણ હોટેલ કરતા પણ ટેસ્ટી અને યમ્મી મજા પડી જાય ને?
તો જલ્દી નોટ કરી લો મારી આ રેસીપી,

સામગ્રી:

• ૧ લોફ ફ્રેન્ચ બ્રેડ
• ૧૦૦ ગ્રામ બટર
• ૩/૪ કળી લસણ લીલુ અથવા સુકુ
• ૭/૮ ક્યુબ ચિઝ
• ચિલી ફ્લેક્સ અથવા પિરી પિરી
• ઝીણા સમારેલા કોથમીર અને બેઝીલ્સ

રીત:
૧ બટરમાં લસણને ઝીણુ ઝીણુ સમારીને એકસરખુ મિક્ષ કરી લેવું.

૨ ફ્રેન્ચ બ્રેડનો લોફ લઇ તેને ક્રોસમાં કટ કરતું જાવુ લોફને ઉંધો કરી કટીંગ કરવું જેથી બ્રેડ આખી નીકળે નહીતો ભુક્કો થસે.

૩ બધી બ્રેડ એક સાઇસની કટ કરી લેવી.

૪ બ્રેડને બેય બાજુ બટર લગાવીને લાઇટ બ્રાઉન શેકી લેવી

૫ બધીજ બ્રેડ આમ શેકી લેવી.

૬ શેકેલી બ્રેડ ઉપર ગાર્લિક બટર જે આપણે રેડી કર્યું છે તે લગાવવુ.

૭ બટર ઉપર કોથમીર અને બેઝીલ્સ પાથરવા, ઉપરથી ચિઝ ખમણીને નાખવું.

૯ ચિઝ ઉપર ચિલી ફ્લેક્સ કે પિરિ પિરી છાટવુ.

૧૦ ૫ મિનિટ પ્રિહિટ કરેલા ઓવનમાં બ્રેડ મુકવી.

૧૧ ૩ મિનિટ ઓવનમાં બ્રેડને ગ્રીલ કરવી.

રેડી છે ગરમા ગરમ ચિઝ ગાર્લિક બ્રેડ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

* તમે આમા બાફેલી મકાઇ અથવા કેપ્સીકમ પણ નાખી શકો છો.

* ચિઝ લગાવ્યા પછી લોઢીમાં બટર નાખીને બ્રેડ મુકીને ઉપર ઢાકણુ ઢાકીને ૩ મિનિટ રાખવી આમ ગેસમા પણ બનાવી શકો છો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી