ચીઝી ચાઇનીઝ ટોસ્ટ …..વિક એન્ડ સ્પેસીઅલ છે હો આજે જ બનાવજો

ચીઝી ચાઇનીઝ ટોસ્ટ


” WEEKEND  SPECIAL “

* સામગ્રી :-
– સેન્ડવીચ બ્રેડ : ૮ નંગ,
– કોબીજ, ગાજર, ફણસી, કેપ્સીકમ લાંબા સમારેલ : ૧/૨ બાઉલ,
– બાફેલ નુડલ્સ : ૧/૨ બાઉલ,
– સોયા સોસ : ૧ ટી.સ્પુન,
– ચીલી સોસ : ૨ ટી.સ્પુન,
– સુકી અથવા લીલી ડુંગળી : ૨ નંગ,
– આજીનો મોટો : ૧/૪ ટી.સ્પુન,
– મીઠું : સ્વાદ પ્રમાણે,
– આદુ, મરચા, લસણ ની પેસ્ટ : ૨ ટી.સ્પુન,
– લીલી ચટણી [કોથમીર, ફુદીના, આદુ-મરચા ની],
– ટોમેટો કેચપ,
– ચીઝ : ૪ ક્યુબ,

* રીત :-

સૌ પ્રથમ એક કડાઈ માં ૨ ટી.સ્પુન તેલ લઇ તેમાં આદુ-મરચા-લસણ ની પેસ્ટ સાંતળી પછી તેમાં લીલી અથવા સુકી ડુંગળી સાંતળવી.

ત્યારબાદ તેમાં લાંબા સમારેલ કોબીજ, ગાજર, ફણસી અને કેપ્સીકમ ને ૩ મિનીટ સાંતળવા.

હવે તેમાં મીઠું, આજીનો મોટો, બાફેલ નુડલ્સ, ચીલી સોસ, સોયા સોસ, વગેરે નાખવું.

હવે તેને ગેસ પરથી નીચે ઉતારી ૨ ક્યુબ ચીઝ નાખવું.

ત્યારબાદ એક બ્રેડની સ્લાઈસ ની આગળ-પાછળ બટર લગાવી તેની ઉપર લીલી ચટણી લગાવવી

અને, તેની ઉપર ચાઇનીઝ મિશ્રણ પાથરી બીજ બ્રેડ ની પણ આગળ-પાછળ બટર લગાવી એક બાજુ ટોમેટો કેચપ લગાવી તેને સેન્ડવીચ તરીકે ગોઠવવી.

હવે આ તૈયાર સેન્ડવીચ ને ટોસ્ટ કરી લેવી.

ટોસ્ટ પર ચીઝ ખમણી લીલી ચટણી અને ટોમેટો કેચપ વડે ચેક્સ કરી, ચાઇનીઝ સલાડ સાથે એકમ્પની કરી આ “ચીઝી ચાઇનીઝ ટોસ્ટ” સર્વ કરવા.

રસોઈની રાણી : હર્ષા મેહતા (રાજકોટ) 

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી