ચીઝ આલુ સેન્ડવીચ – નાસ્તામાં બનાવજો, નાના-મોટા બધા ખુશ થઈ જાય છે.

ચીઝ આલુ સેન્ડવીચ

આપણે વેજ સેન્ડવીચ,ટોસ્ટ સેન્ડવીચ….એવી ઘણી રીતે બનાવીએ છીએ પણ આજે આપણે બનાવશું. ચીઝમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય છે. દરરોજ ચીઝના સેવનથી હાડકા મજબૂત બને છે. સાથે જ સાંધાના દુખાવા અને દાંતને લગતા રોગો પણ ઓછા થાય છે. ચીઝ દૂધની બનાવટ હોવાને કારણે તેમાં દૂધના પણ ગુણોનો ભંડાર છે, જેમાં એક છે એનર્જી.

સામગ્રી

4 થી 6 નંગ વ્હાઇટ બ્રેડ,
4 થી 5 નંગ બાફેલા બટાટા,
કોથમીર,
1 નંગ ઝીણી સમારેલી ડુંગળી,
1 ચમચી ઝીણું સમારેલ કેપ્સિકમ,
2 થી 4 ટામેટા ની સ્લાઇસ,
1 વાટકો ખમણેલું ચીઝ,
1/2 લાલ મરચું પાવડર,
1/2 ચમચી ચાટ મસાલો,
મીઠું સ્વાદ અનુસાર,1 ચમચી બટર,
2 ચમચી ગ્રીન ચટણી,
2 ચમચી ટોમેટો સોસ.

બનાવાની રીત

1 મોટા બાઉલ માં બાફેલા બટાટા ને મેસ કરો. હવે તેમાં કેપ્સિકમ, ડુંગળી,કોથમીર, લાલ મરચું પાવડર,ચાટ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરો.

હવે 2 બ્રેડ લો. 1 બ્રેડ પર ગ્રીન ચટણી લગાડો 1 બ્રેડ પર ટોમેટો સોસ લગાડો.

હવે ગ્રીન ચટણી જે બ્રેડ પર લગાડી છે તેના પર તૈયાર કરેલું બટાટા નું મિશ્રણ પાથરો.પછી તેના પર ટામેટા ની સ્લાઇસ મૂકી ઉપર ચીઝ ખમણી સોસ લગાળેલી બ્રેડ થી ઢાંકી દો.

.હવે નોનસ્ટિક પેન માં બટર નાખી બ્રેડ ને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો.

હવે મનપસંદ શેપ માં કટ કરી ઉપર ચીઝ ખમણી ગરમા ગરમ સર્વ કરો.

દરરોજ લગભગ 40 ગ્રામ જેટલું ચીઝ ખાવાથી સ્ટ્રોક અને હાર્ટ અટેકનો ખતરો ઓછો થઈ શકે છે. ચીનની સોચાઉ યૂનિવર્સિટીના રિસર્ચર્સના જણાવ્યા અનુસાર, ચીઝમાં ભરપૂર વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન હોય છે. આ સિવાય યૂરોપિયન જર્નલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીઝ આપણા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે જ્યારે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે તો તૈયાર છે ચીઝ આલુ સેન્ડવીચ

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી