આજે બનાવતા શીખો નવીન વેરાયટીની ‘ચીઝ વેજ ગ્રીલ સેન્ડવીચ’, નાના-મોટા સૌ બધા ખુશ થઈ જશે

ચીઝ વેજ ગ્રીલ સેન્ડવીચ

શિયાળો એટલે વેજિટેબલસનો મહિનો કહેવાય.. રોજ નવા નવા અને એકદમ ફ્રેશ વેજીટેબલ્સ માર્કેટમાં મળે છે.
પરંતુ બાળકોને વેજીટેબલ્સ બિલકુલ પણ પસન્દ નથી આવતા. રોજ રોજ નવા નવા ઉપાયો સોધતા હોઈએ છે કે બાળકો ને કાઈ રીતે વેજીટેબલ્સ ખવડાવવા.. તો આજે હું લઈ ને આવી છું ચીઝ વેજ ગ્રીલ સેન્ડવીચ..
જે બાળકો ને પણ ખૂબ જ પસંદ પડશે અને સાંજે સુ બનાવવું નાસ્તા માટે તેની ચિંતા પણ નહીં રહે….

સામગ્રી:

૧ પેકેટ બ્રેડ,
૧ વાડકો ડુંગળી,
૧ વાડકો ટમેટા,
૧ વાડકો કાકડી,
૧ વાડકો કેપ્સિકમ,
૧ વાડકો ટોમેટો સોસ,
૧ વાડકો કોથમરી અને લીલાં મરચાં ની ચટણી,
૧ ક્યુબ ચીઝ,
૧ પેકેટ બટર,
૧/૨ ચમચી મારી નો ભૂકો,
૧/૨ ચમચી નમક,
૧/૨ ચમચી મરચું પાઉડર.

રીત:

સૌપ્રથમ બધા વેજિટેબલસ ને ધોઈ અને કટકા કરી લો. મેં ડુંગળી, ટામેટા, કાકડી અને કેપ્સિકમ લીધા છે. તમે તમને મનપસંદ વેજિટેબલસ પણ લઇ શકો છો.
હવે એક પેન ગરમ કરો અને બધા વેજિટેબલસ ને વારા ફરતી શેકી લો અને તેમાં નમક, મરચું પાઉડર, અને મરીનો ભૂકો ઉમેરી સાંતળી લો.
હવે બ્રેડ ના ૨ પીસ લો હેલ્થ નું ધ્યાન રાખી ને તમે ઘઉંની બ્રેડ પણ લઇ શકો. છો

હવે એક બ્રેડ લઇ તેનાં પર કોથમરી અને લીલા મરચા ની ચટણી લગાડો. જેથી સેન્ડવીચ માં એક ફ્રેશ અને સરસ ટેસ્ટ આવી જશે
હવે બીજી બ્રેડ પર ટમેટો સોસ લગાડો. શિયાળા માં કહેવાય છે કે દેશી ટમેટા બોવ જ સરસ મળે છે તો તમે ઘરે બનાવેલો સોસ પણ ઉપયોગ માં લઇ શકો છો
હવે સોસ લગાડેલી બ્રેડ પર સોટે કરેલા બાધા વેજિટેબલસ ગોઠવી દો
હવે બધા વેજિટેબલસ પર ચીઝને ખમણી લો. ચીઝ બધાનું ફેવરીટ હોય જ છે તો તમને પસંદ હોય એટલું ચીઝ લઇ શકો છો
હવે તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાટી દો. બાળકો માટે બનાવતા હોઈએ તો ચીલી ફ્લેક્સને અવોઇડ કરવા
હવે તેના પર બીજી બ્રેડ લગાડી ગ્રીલરમાં ૨ થી ૩ મિનિટ મૂકી ગ્રીલ કરી લેવી
તો તૈયાર છે ચીઝ વેજ ગ્રીલ સેન્ડવીચ. . જે બાળકો ને પણ પસન્દ છે તેમજ મોટા ને પણ બહુજ પ્રિય છે

નોંધ: તમે તમને ભાવતા બધા જ વેજિટેબલસનો ઉપયોગ કરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ (જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી