ચણાના લોટની ખાંડવી તો બધાએ ટેસ્ટ કરી હશે, આજે ટેસ્ટ કરો ‘ચીઝ ટોમેટો ખાંડવી’

ચીઝ ટોમેટો ખાંડવી

સામગ્રી

1 વાટકી ચણાનો લોટ,
2 નંગ બાફેલા ટામેટાની પ્યૂરી,
1 નંગ કાશ્મીરી સુકા લાલ મરચા,
4 ચમચી ટામેટા સોસ,
1 ચીઝ કયૂબ,
2 ચમચી ચાટ મસાલો,
1 ચમચી તેલ,
1 ચમચી તલ,
2 ચમચી બટર,
1 નંગ લીલું મરચું,
4 થિ 5 લીમડાનાં પાન,
રાઈ,
જીરું,
સ્વાદ મુજબ મીઠું.

બનાવાની રીત

૧. સૌ પ્રથમ ઍક બાઉલ માં 1 વાટકી ચણાનો લોટ,તેમાં બાફેલા ટામેટા ની પ્યૂરી(ટામેટા બાફવા સમયે જ સૂકું લાલ મરચું ઉમેરી સાથે જ પ્યૂરી બનાવી લેવી),ટામેટા સોસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું મિક્સ કરવું.

૨. હવે કુકર માં પાણી મુકી તપેલી માં બધું ખીરું નાખી તપેલી પર ઢાંકી કુકર ની 4 સિટી લેવી.

૩. હવે બાફેલા લોટ માં તેલ નાખી મસળી લેવું.હવે તેને પાટલા પર અથવા પ્લેટફોર્મ પર પાથરી તેનાં પર ચાટ મસાલો અને ચીઝ ખમણી ને ખાંડવી ની જેમ રોલ બનાવવા.

૪. હવે ઍક પેનમાં બટર નાખી તેમાં રાઈ,જીરું,તલ, લીમડાના પાન આ વધાર રોલ કરેલ ખાંડવી પર છાંટી સર્વ કરવું .

૫. તૌ ત્યાર છે ચીઝ ટોમેટો ખાંડવી

નોંધ :ચણાનાં લોટનાં આધારે ટામેટાની પ્યૂરી જરુર મુજબ લેવી.

રસોઈની રાણી:સુરભી જોશી(રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી