બચ્ચાપાર્ટીથી લઈને મોટેરા બધાને ભાવશે આ ‘ચીઝ મેકરોની વિથ કોર્ન સોસ’ નોટ કરી લેજો આ રેસેપી

ચીઝ મેકરોની વિથ કોર્ન સોસ

સામગ્રી –

એલ્બો મેકરોની 2 કપ,

1 ડુંગળી બારીક કાપેલી,

1 મોટી ચમચી પીસેલું લસણ,

અડધી ચમચી ઓરેગાનોના સૂકા પાંદડા,

અડધો કર મકાઇના દાણાં(ફ્રોઝન),

2 મોટી ચમચી ક્રીમ ચીઝ,

2 મોટી ચમચી કોર્ન ફ્લોર,

2 મોટી ચમચી ઓલિવ ઓઇલ,

લાલ મરચું પાવડર,

મીઠું સ્વાદ અનુસાર.

બનાવવાની રીત

એક મોટાં વાસણમાં પાણી ગરમ કરો.

મેકરોની નાંખી તેમાં મીઠું મિક્સ કરો.

મેકરોની નરમ થાય એટલે તેને ચારણીમાં કાઢી તેમાંથી પાણી નીતારી દો.

તેમાં તેલનાં થોડાં ટીપાં નાંખી તેને અલગ મૂકી દો.

બીજી તરફ એક ભારે વાસણમાં ઓલિવ ઓઇલ લો.

તેલને ગરમ કરો અને તેમાં લસણ, ઓરેગાનો અને લાલ મરચું અને મકાઇના દાણાં નાંખી સામાન્ય આંચ પર લસણ ગુલાબી થાય ત્યાંસુધી રાંધો.

હવે તેમાં એક ગ્લાસ પાણી નાંખો.

પાણીવાળું આ મિશ્રણ ઉકળે એટલે ગેસની આંચ ધીમી કરી દો.

એક ગ્લાસ પાણીમાં કોર્ન ફ્લોર ઓગાળો અને તેને ઉકળતા પાણીમાં નાંખો.

આ મિશ્રણને સૉસ જેવું ઘટ્ટ કરો.

પછી તેમાં ક્રીમ ચીઝ મિક્સ કરો તેનો રંગ ક્રીમી સફેદ થઇ જશે.

અલગ રાખેલી મેકરોની મિક્સ કરી ગરમાગરમ પીરસો.

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી