ચીઝ કોર્ન લોલીપોપ – બાળકો અને મોટા બંનેને મજા પડશે ખાવાની, એવો ટેસ્ટ છે…

હેલોફ્રેંડ્સ !!

વરસાદની સીઝન હોય એટલે મકાઈ તો ખાવી જ પડે બરાબરને?? લગભગ દરેક ઘરમાં મકાઈ તો આવી જ ગઈ હશે તો ચાલો આજે જ બનાવીએ મસ્ત મજાના ચીઝ કોર્ન લોલીપોપ. બાળકો અને મોટા બંનેને મજા પડશે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.તો ચાલો જોઈ લઈએ ચીઝ કોર્ન લોલીપોપ બનાવવાની રેસીપી..

સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ

  • ૨ – ફ્રેશમકાઈ,
  • ૧ચમચી – મીઠું,
  • ૧ચમચી – ચાટ મસાલો,
  • ૧/૨ – લીંબુ,
  • ૧ચમચી – બટર,
  • ૧ચમચી – લસણની પેસ્ટ,
  • ૧ચમચી – હળદર,
  • ચીઝ ગાર્નિશિંગ માટે.

રીત : 

સૌ પ્રથમ મકાઈની છાલ ઉતારી સારી રીતે ધોઈ લો અને એક કૂકર લઇ તેમાં મકાઈ અને પાણી નાખો

પાણી મકાઈ થોડી પાણીની ઉપરરે એટલું લેવાનુંછે. તેમાં હળદર અને મીઠું નાખી કૂકર બંધ કરી લો. ૩-૪ વિસલ સુધી ધીમા ગેસ પર મકાઈને બાફવા મુકવાની છે.

મકાઈ બફાઈ જાય એટલે તેના છરીની મદદથી ટુકડા કરી લો.હવે એક નોન-સ્ટીક તવાને ધીમા ગેસ પર ગરમ કરવા મુકો. તેમાં બટર નાખો , બટર મેલ્ટ થાય એટલે તેમાં લસણની પેસ્ટ એડકરો.હવે તેમાં જેમ કાઈ ટુકડા કરેલી છે તેને નોન-સ્ટીક પર મુકો. ગેસ એકદમ સ્લૉ રાખવાનો છે લસણ બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે.મકાઈને ચીપિયાની મદદથી એક પછી એક ફેરવતા જવાની છે. ૫ મિનિટ સુધી આ રીતે મકાઈને રાખવાની છે.હવે ૫ મિનિટ પછી ગેસ બંધ કરી મકાઈ થોડી ઠંડી થાય એટલે તેમાં કુલ્ફી સ્ટીકલ ગાવવાની છે.આ રીતે બધી અથવા તો તમારે જેટલી ખાવી હોય તેટલી મકાઈમાં સ્ટીક લગાવી દો.હવે તેમાં ઉપર ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દો . અને હાલ્ફ લીંબુનો રસ ઉપરથી લગાવી દો  . જો મકાઈમાં લીંબુનો ટેસ્ટના ભાવતો હોય તો તે અવોઇડ કરી શકો છો.

હવે, છીણેલા ચીઝથી આ રીતે ગાર્નિશ કરી લો. ચીઝનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો. અને તૈયાર છે તમારા એકદમ ટેસ્ટી ચીઝકોર્ન લોલીપોપ

નોંધ :-
અલગ ટેસ્ટ માટે તમે ચાટ મસાલાની જગ્યા પર અથવા તેની સાથે ચીલી ફ્લેકસ , ઓરેગાનો લગાવી અને ટોમેટો કેચપમાં ડીપ કરીને પણ ખાઈ શકો ચો. પિઝા ભાવતા હશે તેમને આ ટેસ્ટ ખુબ જ ભાવશે.

આ ખુબ જ ઓછા ટાઈમમાં બની જશે. તો આજે જ બનાવો તમારી પસંદની ફ્લેવરના “ ચીઝ કોર્ન લોલીપોપ” અને વરસાદમાં ગરમાગરમ ખાવાનો આનંદ માણો .
હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે , ફરી જલ્દી જ મળી એ એક નવી વાનગી સાથે.

રસોઈની રાણી : નીરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે ..

 

ટીપ્પણી