ચીઝ ચિલી સેન્ડવીચ – બ્રેકફાસ્ટ કે ડિનર ને ટીફીન બોક્સમાં ખાઇ શકાય એવી સ્વાદિષ્ટ વેરાયટી છે, નોંધી લો ……

ચીઝ ચિલી સેન્ડવીચ

સેન્ડવીચ એટલે એક એવી આઇટમ કે જે આપણે બ્રેકફાસ્ટ કે ડિનર બેયમાં ખાઇ શકીએ કે પછી બાળકોને ટીફીન બોક્સમાં પણ દઇ શકીએ. સેન્ડવીચ એટલે એક એવી આઇટમ છે કે જે આખા વિશ્વમાં ખવાય છે.

સેન્ડવીચમાં પણ કેટલી નધી અલગ અલગ વેરાયટીની સેન્ડવીચ બાહાર હોટેલ્સમાં મળતી હોય છે જેમકે મસાલા સેન્ડવીચ,ચીઝ સેન્ડવીચ,કલ્બ સેન્ડવીચ,બટર સેન્ડવીચ વગેરે અત્યારે જો આપણે ગણવા બેસીયે તો ખૂબજ અલગ અલગ વેરાયટીઝ છે પણ આપણુ કામ તો બનાવવાનું છે.

આજ આપણે એકદમ બહાર હોટેલ્સમાં મળે તેવીજ સેન્ડવીચ બનાવવાના છીએ જે છે “ચીઝ ચિલી સેન્ડવીચ” ટેસ્ટ વાઇસ આ સેન્ડવીચ મેદાન મારી જાય છે અને પાછી નાના મોટા બધાના મોઢામાં પાણી લાવી દે છે અા સેન્ડવીચ.
તો ચાલો બનાવીએ, અહીં મેં ચાર વ્યક્તિઓ માટેની સામગ્રી લીધી છે.

સામગ્રી:

• એક જમ્બો સાઇઝની બ્રેડ,
• ૨૦૦ ગ્રામ કેપ્સિકમ,
• ૨૦૦ ગ્રામ ચીઝ,
• ૨૦૦ ગ્રામ બટર,
• ૫૦ ગ્રામ જલજીરા મસાલો,
• ૫૦ ગ્રામ મરી પાઉડર.

રીત:

૧. કેપ્સિકમને સરખા ધોઇને એકદમ ઝીણા ઝીણા સમારી લેવા.૨. બધીજ બ્રેડની ચારે બાજુની ફરતી કીનારીઓ ચાકુ અથવા પીઝા કટરની મદદથી કાપી લેવી અને બ્રેડને પાછી પેકેટમાં ભરી લેવી જેથી બ્રેડ સુકાઇ ના જાય. આમ કરવાથી સેન્ડવીચ બની ગ્યા પછી કીનારી કડક બની જાય છે તેમ નહીં થાય.૩. બે બ્રેડ લઇ તેની બેય સાઇડ સરખુ બટર લગાવી લેવું. આમ કરવાથી સેન્ડવીચ એકદમ સોફ્ટ બને છે તમે ગમે તે સેન્ડવીચ બનાવતા હો જો તે સેન્ડવીચને તમે ગ્રીલ કે ટોસ્ટ કરવાના હોયતો તેમા બેય સાઇડ બટર લગાવવુ જરૂરી છે નહીં તો સેન્ડવીચ ટોસ્ટ કે ગ્રીલ થઇ ગ્યા બાદ ચવળ થઇ જાસે અને ખાવાની મજા નહીં આવે.૪. બટર લગાવેલી એક બ્રેડ લઇ તેના ઉપર ચીઝ ખમણીને એકસરખુ પાથરી લેવું. આખી બ્રેડ ચીઝથી કવર થઇ શકે તેટલું ચીઝ એક બ્રેડ ઉપર પાથરવુ.

૫. બ્રેડ ઉપર ચીઝ પાથર્યા બાદ પાથરેલા ચીઝ ઉપર એક એક ચપટી જલજીરા મસાલો અને મરી પાઉડર છાંટવો.
પ્લેન ચીઝ કે બટર સેન્ડવીચ બનાવીએ ત્યારે પણ જલજીરા મસાલો છાંટવાથી ટેસ્ટ ખૂબજ સરસ આવે છે.૬. ઝીણા સમારેલા કેપ્સિકમને લાસ્ટમાં ચીઝ ઉપર એકસમાન પ‍ાથરી દેવું.૭. તૈયાર કરેલી ચીઝ અને કેપ્સિકમ વાળી બ્રેડ ઉપર બીજી બટર લગાવેલી બ્રેડ મુકી દેવી.બ્રેડની ઉપર નીચે બટર લગાવીને ટોસ્ટર અથવા ગ્રીલરમાં શેકવા મુકી દેવી અને પાંચ થી દસ મિનિટ શેકાવા દેવી.
લ્યો તૈયાર છે એકદમ યમ્મી અને ટેસ્ટી એવી ચીઝ ચીલી સેન્ડવીચ આ સેન્ડવીચને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને નાના મોટા સૌ આ સેન્ડવીચના સ્વાદનો આનંદ માણો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી