ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ – સરળતા અને ઝડપથી બની જશે આ સેન્ડવીચ, નોંધી લો રેસિપી

ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ

સેન્ડવીચ બધાને ભાવે . ગરમીની સીઝનમાં આ એક ઉતમ ડીનર છે જે જલ્દી પણ બને અને બધાને ભાવે.આજે આપણે આપન સેન્ડવીચ બનાવી શું.

સામગ્રી :-

  • * બ્રેડ ની સ્લાઈસ,
  • * ૧ કપ બારીક ચોપ કરેલા કેપ્સિકમ,
  • * ૧/૨ કપ બારીક ચોપ કરેલી ડુંગળી,
  • * ૧ બારીક ચોપ કરલુ લીલું મરચું,
  • * ૧/૪ ટી.સ્પૂન મરી પાવડર,
  • * ૧/૨ કપ ચીઝ,
  • * ઓરેગાનો,
  • * રેડ ચીલી ફેકસ,
  • * બટર.

રીત :–

એક બાઉલમાં કેપ્સિકમ , ડુંગળી , મરચું , મીઠું , મરી મિક્સ કરવું.

બ્રેડને બને બાજુ બટર લગાડવું. ત્યારબાદ તેના પર પૂરણ મૂકી ઉપર ચીઝ છીણી તેના પર ઓરેગાનો , ચીલી ફ્રેલેક્સ સ્પીનકલ કરી તેને પ્રીહીટ ઓવનમાં ૧૮૦ ડ્રીગ્રી ૮ થી ૧૦ દસ મિનિટ સુધી મૂકો.

તો તૈયાર છે . ચીલી ચીઝ સેન્ડવીચ ગરમ ગરમ સવૅ કરો.

નોંધ :-

* આ સેન્ડવીચ તવા પર બનાવી હોયતો સો પ્રથમ નોનસ્ટિક તવા પર બટર લગાવી એક સાઈડ બ્રેડ શેકી લો પછી શેકેલી સાઈડ પર પૂરણ મૂકી બીજી બાજુ શેકવી જ્યાં સુધી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી.

* વાઈટ બ્રેડ ની જગ્યાએ બ્રાઉન બ્રેડ ,મલ્ટી ગ્રેન બ્રેડ પણ લેવાય.

* તમારે ઓપન સેન્ડવીચ ન કરવી હોયતો રેગ્યુલર સેન્ડવીચ ની જેમ પણ કરી શકાય.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી