નવી કાર ખરીદતા પહેલા આ ફીચર્સ અવશ્ય ચેક કરજો, નહિ તો પસ્તાવાનો વારો આવશે…

આજકાલ મધ્યમવર્ગીય પરિવાર પણ કાર ખરીદવાની ઈચ્છા રાખે છે, અને પોતાની કમાણીથી કાર જરૂર ખરીદે છે. પરંતુ કાર ખરીદતા સમયે લોકો અનેક મહત્વની બાબતોને નજરઅંદાજ કરે છે. કાર ખરીદતા સમયે રાખવામાં આવેલી આ બેદરકારી બાદમા ભારે પડી શકે છે. તેથી તમે વાહન ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન અચૂક રાખજો.

એનટરટેઈનમેન્ટ સિસ્ટમ અને બ્લૂટૂથ


દરેક કાર માટે આ બંને સિસ્ટમ આજકાલ બહુ જ જરૂરી બની ગઈ છે. અનેક કંપનીઓએ હવે સ્ટીરિયો સિસ્ટમની સાથે બ્લૂટૂથ ઓક્સ અને યુએસબી કનેક્ટિવિટી ફંક્શન આપવાની શરૂઆત કરી છે. અનેક કારમાં માત્ર મ્યૂઝિકની જગ્યાએ ઈન્ફોટેમેન્ટ સિસ્ટમ આવવા લાગી છે. તેમાં કારમાં બીજા ફંક્શનની જાણકારી ઉપરાંત ફોનને કનેક્ટ કરવાની સુવિધા મળે છે. અનેક સિસ્ટમ કોલિંગ, મેસેજિંગ અને નેવિગેશન સપોર્ટ સાથે આવે છે. તેથી આ જરૂર પરખી લે.

એબીએસ અને એરબેગ

કારની સેફ્ટી બહુ જ જરૂરી છે. આવામાં જો કોઈ કાર બે બાઈકમાં એબીએસ (એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ) તેમજ કારમાં એરબેગ હોય તો બહેતર છે. એબીએસ તેજ સ્પીડમાં ઈમરજન્સી બ્રેકિંગ દરમિયાન કારને તમારા કન્ટ્રોલમા રાખે છે અને તેની સરકવા નથી દેતી. તેનાથી અકસ્માતની શક્યતાઓ ઓછી થઈ જાય છે. જ્યારે કે એરબેગ ગંભીર ઘટનાઓમાં ડ્રાઈવરે અને પેસન્જરને જાનલેવા ઈજાથી બચાવે છે.

રિયર પાર્કિંગ સેન્સર, કેમેરા અને સેન્સર્સ


ભીડભાડમાં અને નાની જગ્યાઓ પર પાર્કિંગની મોટી સમસ્યા છે. આવામાં રિયર પાર્કિંગ સેન્સર અથવા કે કેમેરા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફીચર તમને કાર પાર્ક કરતા સમયે કારની પાછળની સ્થિતિથી માહિતગાર કરે છે. જ્યારે કોઈ ચીજ કારની નજીક આવે છે, તો તે વોર્નિગં આપીને સતર્ક કરે છે. આ પ્રકાર રિયર પાર્કિંગ સેન્સર-કેમેરાની મદદથી તમે કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં મદદ આવે છે.

સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ


સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ પણ એક પ્રકારનું સેફ્ટી ફિચર છે. જો તમારી મહેનતની કમાણીથી ખરીદવામાં આવેલી કારને ચોરી કે છેડછાડથી બચાવે છે. સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ કાર ચોરી થવાની શક્યતાઓ ઓછી કરે છે. તે ડ્રાઈવિંગ દરમિયાન ચારેય દરવાજાને પણ લોક કરી દે છે.

પાવર વિન્ડો

આજના સમયમાં પાવર વિન્ડો કોમન ફીચર થઈ ગયું છે. મોટાભાગની કારમાં આગળ વિનડો માટે આ ફીચર સ્ટાન્ડર્ડ તરીકે મળવા લાગ્યું છે. માત્ર આરામ જ નહિ, પરંતુ કાર અને પેસેન્જરની સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ફીચર મહત્ત્વનું બની ગયું છે. પ્રયાસ કરો કે, તમારી કારમાં આગળ અને પાછળ બંને તરફ પાવર વિન્ડોની સુવિધા મળી જાય. તમે બહારની સાઈડ પર પણ પાવર વિન્ડો લગાવી શકો છો.

ઓઆરવીએમ

કારમાં બહારની તરફ લાગેલા કાચને આઉટસાઈડ રિયર વ્યૂ મિરર કે પછી વિંગ મિરર કહેવાય છે. મોટાભાગની કારમાં આ ફીચર હોય છે, પરંતુ કેટલીક કંપનીઓ એવી પણ છે, જે માત્ર ડ્રાઈવર સાઈડમા જ એડજસ્ટેબલ વિંગ મિરર આપે છે. આવામાં તમે બંને સાઈડ મળે તેવું કરાવી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી