શું તમે જાણો છો ચાતુર્માસનું ધાર્મિક મહત્વ, જાણો શા માટે ભગવાન વિષ્ણુ 4 મહિના સૂતા રહે છે

સનાતન ધર્મમાં ભગવાન વિષ્ણુને દેવતાઓના સ્વામી માનવામાં આવે છે. દેવાસુર સંગ્રામમાં પણ સ્વયં ભગવાન વિષ્ણુ દેવતાઓની મદદ કરે છે એવો પુરાણોમાં ઉલ્લેખ છે. ભાગવત પુરાણ અનુસાર જેટલા પણ દિવ્ય સંત, સાધુ, મુનિ આ ધરતી પર જન્મ લે છે એ બધા વિષ્ણુના અવતાર છે. રામ, કૃષ્ણ, પરશુરામ એ બધા જ વિષ્ણુના અવતાર જ કહેવાય છે. શ્રી વિષ્ણુ ક્ષીર સાગરમાં વાસ કરે છે. અને લક્ષમી એમની સેવામાં રહે છે. ભગવાન કૌસ્તુક મણીને ધારણ કરે છે સર્પ પર શયન કરે છે. એમનું વાહન ગરુડ અને એમને ચાર ભુજાઓ છે.

image soucre

શ્રી વિષ્ણુ પાસે આ સંસારના પાલનની જવાબદારી છે અને એ પોતાની માયાના માધ્યમથી આ સંસારનું સંચાલન કરે છે પણ ચાર મહિના માટે શ્રી વિષ્ણુ યોગ નીંદરમાં જતા રહે છે. ધર્મગ્રંથો અનુસાર અષાઢ શુક્લ એકાદશીથી કારતક શુક્લ એકાદશી સુધીના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે અને આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ નિંદ્રામાં જતા રહે છે.

image source

અષાઢ શુક્લ એકાદશીને દેવશ્યની એકાદશી કહેવામાં આવે છે કારણ કે એ દિવસે દેવતાઓની રાત શરૂ થાય છે. એ સિવાય કારતક શુક્લ એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે અને એ પછી માંગલિક કાર્ય શરૂ થાય છે. આ ચાર મહિનામાં જે પણ માંગલિક કાર્ય છે એ બધા નિષેધ હોય છે. ભગવાન વિષ્ણુના નિંદ્રામાં જવા અંગે બે મત છે.

image socure

એક મત એ છે કે એ ક્ષીર સાગરમાં જ નિંદ્રામાં હોય છે અને બીજો મત એ છે કે એ પાતાળલોકમાં બલીને ત્યાં નિવાસ કરે છે જેને સંકર્ષણ વિષ્ણુ કહેવામાં આવે છે. જ્યારે વિષ્ણુએ વામન અવતાર લીધો હતો ત્યારે બાલી પાસે એમને ત્રણ પગલાં જમીન માંગી હતી. બે પગલામાં એમને આખા સંસારને માપીને ત્રીજું પગલું બાલીના માથા પર મૂકીને એને પાતાળમાં મોકલી દીધો પણ વરદાન રૂપે બાલીએ વિષ્ણુ ભગવાનને જ માંગી લીધા. વરદાનના કારણે સ્વયં વિષ્ણુ જ્યારે પાતાળમાં બાલી સાથે ગયા તો બધા મંગળ કાર્ય બંધ થઈ ગયા. એ પછી ખુદ લક્ષ્મીએ બાલીને રાખડી બાંધીને ભગવાન વિષ્ણુને મુક્ત કરવાનું વચન લીધું. ત્યારથી વિષ્ણુ ચાર મહિના બાલી પાસે નિવાસ કરવા લાગ્યા અને એ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવ્યા. માનવામાં આવે છે કે આ ચાર મહિનામાં શિવ સ્વયં સૃષ્ટિની દેખભાળ કરે છે.

image socure

એક બીજી કથા અનુસાર યોગ માયા જે સૃષ્ટિનું સંચાલન કરે છે એમને શ્રીવિષ્ણુને કહ્યું કે તમે મને પણ તમારા શરીરમાં સ્થાન આપો. યોગ નિંદ્રા ભગવાન વિષ્ણુના સૃષ્ટિ સંચાલનમાં એમની મદદ કરે છે એટલે શ્રીવિષ્ણુ એમને ના ન પાડી શક્યા. શ્રીવિષ્ણુએ યોગ નિંદ્રાને આંખમાં સ્થાન આપી દીધું અને આ મત અનુસાર આ ચાર મહિનામાં શ્રીવિષ્ણુ રહે તો ક્ષીર સાગરમાં જ છે પણ એ યોગ નિંદ્રામાં જતા રહે છે જેના કારણે કોઈપણ માંગલિક કાર્ય શક્ય નથી.

ચાતુર્માસનું જૈન ધર્મમાં મહત્વ

image soucre

આ ચાર મહિનાનું જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ મહત્વ બતાવવામાં આવ્યું છે.જો તમે જૈન મુનિઓને જોયા હશે તો એ આખું વર્ષ ભ્રમણ કરે છે પણ આ ચાર મહિનાઓમાં એ એક જ સ્થાન પર રહીને બધા નિયમોનું પાલન કરે છે. પુરાણો અનુસાર અષાઢમાં વામન પૂજા, શ્રાવનમાં શિવ પૂજા, ભાદ્રપદમાં ગણેશ પૂજા અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ ચાર મહિનામાં ધર્મ, જપ અને તપનું ખૂબ જ મહત્વ છે. આ ચાર મહિના મનુષ્યએ ભગવાનની સેવા કરવામાં, એમની કથા સાંભળવામાં અને એમની ભક્તિ કરવામાં વિતાવવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong