ઓહ… ચટણી ખાવાથી આવું પણ થઇ શકે એ તો આજે જ જાણ્યું…

આપણા ઘરોમાં અનેક પ્રકારી ચટણી બનાવવામાં આવે છે. સમોસા, ભજીયા કે પછી કોઈ પણ ફરસાણની સાટે ચટણી ખાવાનું દરેક ગુજરાતીને પસંદ આવે છે. ચટણી માત્ર સ્વાદ વધારવા માટે જ ઉપયોગમાં નથી આવતી, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર પણ અનેક રીતે સકારાત્મક અસર કરે છે. આજે અમે તમને અલગ અલગ પ્રકારની ચટણીનું સેવન કરવાથી થતા ફાયદા વિશે જણાવીશું.

ફુદીનાની ચટણી


પાચન ક્રિયાને સારી રાખવામાં ફુદીનાની ચટણી બહુ જ લાભદાયી છે. તે ભૂખ વધારવાની સાથેસાથે અનેક બીમારીઓ જેવી કે કબજિયાત, ઉલટી વગેરેને દૂર કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.

મીઠા લીમડાની ચટણી


મીઠા લીમડાના પાન આર્યન અન ફોલિક એસિડનો બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. ફોલિક એસિડ શરીરમાં આર્યનને અવશોષિત કરવાની ક્ષમતા વધારવાનું કામ કરે છે. એનીમિયાથી પીડિતા લોકો માટે મીઠા લીમડાની ચટણી વરદાનની જેમ સાબિત થાય છે.

આમળાની ચટણી


વિટામિન-સીનો બેસ્ટ સ્ત્રોત કહેવાતા આમળા શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. તેના ઉપયોગથી ત્વચા સંબંધી સમસ્યાઓ ક્યારેય નથી થતી. આ ઉપરાંત આમળાની ચટણી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલમાં પણ ઘટાડો થાય છે. સાથે જ ઈન્સ્યુલિનનો સ્ત્રાવ નિયંત્રણમાં આવે છે અને ડાયિબિટીઝ કન્ટ્રોલમાં કરવામાં સહાયતા મળે છે.

કોથમીરની ચટણી


આપણા ઘરોમાં કોથમીરની ચટણીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તે પાચન વધારવા માટે સૌથી ઉત્તમ દવા કહેવાય છે. તેમાં વિટામિન-સીની સાથેસાથે અન્ય વિટામિન પણ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. તે બ્લડ શુગરને પણ નિયંત્રિત કરે છે.

ટામેટાની ચટણી


ટામેટાની ચટણીમાં વિટામિન અને ગ્લુટાથાયોન મોટી માત્રામાં હોય છે. તેમાં કેન્સરનો ઈલાજ કરવાના પણ ગુણ જોવા મળે છે. સ્વસ્થ જીવન માટે ટામેટાની ચટણીનું નિયમિત સેવન કરવું જોઈએ.

ડુંગળી અને લસણની ચટણી


ડુંગળી અને લસણની ચટણીથી કબજિયાત અને પાઈલ્સ જેવી બીમારીમાંથી મુક્તિ મેળવી શકાય છે. લસણ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઈન્ફ્લેમેટ્રી ગુણોથી ભરપૂર હોય છે. આ ઉપરાંત ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં પણ લાભદાયક હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અવનવી માહિતી જાણવા અને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ