ભારતીય ટીમનાં સૌથી મોટી ઉંમરનાં ગુજરાતી ફેનનું થયું નિધન

વિરાટ કોહલીના વયોવૃદ્ધ ગુજરાતી ફેન ચારુલતા પટેલનું નિધન, વર્લ્ડકપ ફેમ ભારતીય ક્રીકેટ ટીમના વયોવૃદ્ધ ફેન ચારુલતા પટેલનું નિધન

2019માં ઇંગ્લેન્ડમાં યોજાયેલા ક્રીકેટ વર્લ્ડકપને ભલે ભારતે ન જીત્યો હોય પણ ભારતની આ વયોવૃદ્ધ ગુજરાતી ફેન ચારુલતા પટેલે માત્ર ભારતવાસીઓના જ નહીં પણ વિરાટ કોહલીનું પણ દીલ જીતી લીધું હતું. અને રાતોરાત તેમના ક્રીકેટ પ્રેમે તેમના લાખો ચાહકો ઉભા કરી દીધા હતા.

image source

2019ના ક્રીકેટ વર્લ્ડકપની એક મેચ દરમિયાન ચારુલતા પટેલે વિરાટ કોહલીને આશિર્વાદ આપ્યા હતા. અને ત્યાર બાદ તેઓ વિરાટની દાદી તરીકે સોશિયલ મિડિયા પર ઓળખાવા લાગ્યા હતા. વિરાટે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તેમની કેટલીક તસ્વીરો તેમજ વિડિયો પણ શેર કરી હતી. તમને જણાવી દઈએ કે ચારુલતા પટેલનું ગુરિવારે 87 વર્ષની વયે નિધન થયું હતું. અને આ સમાચારની માહિતી બીસીસીઆઈ દ્વારા આપવામાં આવી હતી.

image source

ચાલી પણ નહીં શકવાની અશક્તતા ધરાવતા ચારુલતાબેન પટેલ ક્રીકેટના એટલા રસિયા હતા કે તેઓ કોઈ પણ સંજોગોમાં ભારતીય ક્રીકેટ ટીમને નિહાળવા સ્ટેડિયમમાં વ્હિલ ચેર પર બેસીને આવતા હતા. અને ભારતીય ક્રીકેટરોના એક એક છગ્ગા-ચોગ્ગા કે પછી વિકેટ પર તેઓ તીરંગો લહેરાવતા હતા અને ઉત્સાહથી બ્યુગલ પણ વગાડતા જોવા મળ્યા હતા. તેમને તમે ભારતીય ક્રીકેટ ટીમના ઓલ્ડેસ્ટ ચીયર લીડર પણ કહી શકો. 87 વર્ષે પણ તેમનો ક્રિકેટ પ્રેમ જોઈ ભલભલા ચકિત થઈ જતા અને તેમણે ઇન્ડિયન ક્રિકેટ ટીમ તેમજ ફોટોગ્રાફર્સને પણ ચકીત કરી દીધા હતા અને માટે જ વારંવાર કેમેરા તેમના પર જઈને અને ખાસ કરીને આ ઉંમરે તેમના ઉત્સાહને નિહાળવા અટકી જતો હતો.

image source

તેમનો આવો જબરજસ્ત ક્રીકેટ રસ જોઈને તેમના ઇન્ટર્વ્યુ પણ લેવામાં આવ્યા હતા. વર્લ્ડકપ ચાલતો હતો તે દરમિયાણ તેમણે જણાવ્યુ હતું કે તેઓ ઇચ્છે છે કે ભારત વિશ્વકપ જીતે અને તે જીતશે જ કારણ કે તેમણે ભગવાનને તેના માટે પ્રાર્થના કરી હતી. અને તેમણે ભારતીય ક્રિકેટ ટીમને પોતાના આશીર્વાદ પણ આપ્યા હતા. અને વિરાટ કોહલી તેમજ રોહિત શર્મા તેમના આશિર્વાદ લેવા માટે છેક તેમની પાસે પહોંચી ગયા હતા. વિશ્વકપ 2019માં જ્યારે ભારતે બાંગ્લાદેશ સામે વિજય મેળવ્યો હતો ત્યાર બાદ તેઓ ચારુલતાબેનના આશિર્વાદ લેવા પહોંચી ગયા હતા. અને ત્યાર બાદ વિરાટે તેમજ બીસીસીઆઈએ તેમની તસ્વીરો પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

image source

આપણા તરફથી ચારુલતાબેન પટેલ માટે ભગવાનને એટલી જ પ્રાર્થના કે તેમના આત્માને શાંતિ મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ