જલ્સા કરોને જેંતીલાલ

4 આંખો અને 5 હોઠવાળી યુવતીનો વીડિયો જોઇને લોકોનું મન વિચલિત થઈ ગયું, તમે આ છોકરીને જોઈ કે નહીંં?

તમે અત્યાર સુધી ઘણા અલગ અલગ અજૂગતા કલાકારો અને તેમની અનન્ય આર્ટવર્ક જોયા હશે. પરંતુ, આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે માથું પકડી જશો અને આ કેવી રીતે થઈ શકે તે સમજી શકશો જ નહીં. વાયરલ થતા આ વીડિયોમાં આ કલાકારે એક છોકરીના ચહેરા પર એવી અનોખી કળા કરી છે કે, તેને જોઈને તમે સમજી શકશો નહીં કે તેના અસલી નાક, આંખો, હોઠ અને મોં ક્યાં છે. તો આવો વિગતે વાત કરીએ આ વીડિયો અને કળા વિશે.

image source

ફેસ આર્ટ વાયરલ થવાના આ વીડિયોમાં આ કલાકારે યુવતીના ચહેરા પર ઘણી આંખો, નાક, મોં અને હોઠ બનાવ્યાં છે, જેને જોઈને એ નક્કી કરવું અઘરું છે કે કયું રિયલ છે અને કઈ નકલી. આર્ટિસ્ટે એવી સુંદર પેઇન્ટિંગ કરી છે કે તમારું મન ભટકી જશે. આ વીડિયોને એનબીએના ભૂતપૂર્વ પ્લેયર રેક્સ ચેપમેન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડિઓ પર ઘણી ટિપ્પણી કરી રહ્યાં છે. વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ વખત જોવામાં આવ્યો છે.

જો કે આ તો આર્ટ હતી. પરંતુ ઘણા વ્યક્તિમાં અમુક ખુબી હોય છે. જેમ કે હાલમાં જ એકર સુતા જ રહેતા માણસનો કિસ્સો સામે આવ્યો છે. જો એના વિશે વાત કરીએ તો આમ તો કહેવામાં આવે છે પૃથ્વી પર દરેક માનવી માટે એક નિંદ્રા ખુબ મહત્વની હોય છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિને 24 કલાકમાં 7 થી 8 કલાકની ઉંઘ લેવી જરૂરી છે. પરંતુ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ વર્ષમાં 300 દિવસ સૂઈ જાય છે. લોકો આ વ્યક્તિને ‘કુંભકરણ’ કહે છે. આ બીમારીનું નામ ‘હાયપરસ્મોનિયા’ કહેવામાં આવી રહ્યું છે. પૂર્ખારામ હવે એક્સિસ હાઇપરસ્મોનિઆનો શિકાર બની ગયા છે. આ રોગ પણ ઘણા પ્રકારનો હોય છે.

આ કેસ નાગૌર જિલ્લાના ભાદવા ગામનો હતો. અહીં રહેતા 42 વર્ષિય પૂર્ખારામને એક દુર્લભ બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બીમારી લીધે એકવાર તે નિદ્રાધીન થઈ ગયા બાદ પૂર્ખારામ ઘણા દિવસો સુધી ઉંઘમાંથી જાગી શકતા નથી. પૂર્ખારામના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, એકવાર સૂઈ ગયા પછી 25 દિવસ સુધી તે જાગી નથી શકતા. ખાનગી અહેવાલ અનુસાર તેને આ બીમારીની શરૂઆત 23 વર્ષ પહેલા થઈ હતી. પ્રારંભિક તબક્કામાં પૂર્ખારામ 5 થી 7 દિવસ સૂતા હતા પરંતુ તેને જાગવામાં ઘણી મુશ્કેલી હતી.

Exit mobile version