ચારધામ યાત્રા પર જતા પહેલાં ત્યાંની પૂરેપૂરી જાણકારી અચૂક પ્રાપ્ત કરવી, નહીં તો પાછળથી પછતાસો

આખા વર્ષમાં માત્ર ઉનાળાની ઋૃતુમાં હિમાલય પર આવેલા દિવ્ય ચાર ધામ નાં દ્વાર ભક્તો માટે ખોલવામાં આવે છે. ચાર ધામ યાત્રાનુ આધ્યાત્મિક મહત્વ એટલું વધારે છે કે લાખોની સંખ્યામાં અહીં ભક્તો દર્શન કરવા આવે છે. એવું માનવામાં આવે છે કે આ ચાર પવિત્રસ્થાનોની પરિક્રમા કરવાથી મુક્તિનો માર્ગ મળે છે. યાત્રા યમનોત્રી થી શરૂ થાય છે, તે પછી ગંગોત્રી, ત્યારબાદ કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ.આ ચાર મંદિરો માત્ર એપ્રિલ / મે અને ઓક્ટોબર / નવેમ્બર વચ્ચે ખુલ્લા હોય છે, કેમ કે ત્યારે ત્યાં વાતાવરણ સારું હોય છે.

યમનોત્રી : જ્યાં દેવી યમુના બિરાજે છે

યમુનોત્રી મંદિર પવિત્ર યમુના નદીના સ્ત્રોત પાસે આવેલું છે. ‘યમ’ ની બહેન તરીકે માનવામાં આવતી, યમુનાએ વચન આપ્યું હતું કે જે કોઈ વ્યક્તિ ‘ભાઈબીજ’ના દિવસે તેના પાણીમાં સ્નાન કરશે તે ક્યારે ‘નર્ક / યમલોક’માં નહિ જાય. ભક્તો પણ તેને દેવી નદી તરીકે માને છે અને ભક્તો તેમના દર્શન કરવાની આશામાં તેમના મંદિરની મુલાકાત લેવા માટે લાંબા અંતરની યાત્રા કરે છે.

3600 મીટર કરતાં વધુની ઊંચાઈએ આવેલું આ મંદિર સુધી જવા માટે ૧૦ કિલોમીટર સુધી ચઢવાનું હોય છે. તેમજ આટલી બધી ઉંચાઈ સુધી પહોંચવા માટે લગભગ અડધો દિવસ લાગે છે. તેથી ઘણા લોકો ઉપર ચઢી ન શકતા હોય તેમના માટે પાલખીમાં બેસીને જાય છે.

જરૂરી માહિતી :

•ત્યાં સૂર્યકુંડ માં બનાવામાં આવેલો પ્રસાદ અચૂક લેવો
•સૂર્યકુંડ અને જમુનાબાઈ કુંડ અહીના પ્રખ્યાત ગરમ પાણીના કુંડ છે.

ગંગોત્રી – ગૌમુખની નજીક આવેલુ માં ગંગાનુ મંદિર

ભારતમાં સૌથી પવિત્ર નદી તરીકે માનવામાં આવતી ગંગા નદી, ગૌમુખ નામના બર્ફીલા પહાડમાંથી આવે છે. એક પૌરાણિક કથા મુજબ, દેવીએ રાજા ભોગરથની રાખને સાફ કરવા તેમજ તેમની આત્માને મુક્ત કરવા પોતાની જાતને એક નદીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ નદી શંકર ભગવાનની જટાની જેમ ગોળ ગોળ નીચે ઉતરે છે. આ મંદિર ગુરખા જનરલ અમરસિંહ થાપા દ્વારા બાંધવામાં આવેલું હતું. મંદિર ‘હારસિલ’ નગરથી 22 કિ.મી દૂર છે. લીલા જંગલો , પહાડો અને ખીણોની વચ્ચેથી પસાર થતા આ રસ્તા ઉપર ડ્રાઇવિંગ કરતી વખતે એક આહલાદક અનુભવ થાય છે. ગંગોત્રી મંદિરમાં ‘દર્શન’ કરતા પહેલા પવિત્ર પરંતુ હાડકા થીજવી દે એવા પાણીમાં ડુબકી મારવાની પરંપરા છે.

જરૂરી માહિતી :

•ગૌમુખ પહાડ તરફ જવાનો રસ્તો એક યાદગાર અનુભવ બની શકે છે. પરંતુ તે માટે તમારે પરવાનગી લેવી જરૂરી છે.
•સત-તાલ અને કેદાર-તાલ અહીંનું આકર્ષણનું કેન્દ્ર છે.

કેદારનાથ– ૧૨ જ્યોતિર્લીંગમાનું એક

શું તમે જાણો છો કે ભગવાન શિવનું મંદિર, ચારધામ યાત્રામાં સૌથી વધુ પવિત્ર મંદિર છે? આ મંદિર મૂળ પાંડવો દ્વારા બાંધવામાં આવ્યું હતું, મંદિરમાં અનેક કુદરતી આપત્તિઓ આવી હતી. હાલનુ આ મંદિર સદીઓ પહેલાં શ્રી આદિ ગુરુ શંકરાચાર્ય, હિંદુ ધર્મના વિચારક અને વિદ્વાન દ્વારા બનાવવામાં આવ્યુ હતું. ગૌરીકુંડથી 14 કિલોમીટર લાંબુ ચઢાણ શરૂ થાય છે; તમે ક્યાં તો જાતે ચઢી શકો છો અથવા ઘોડા પર બેસીને જઈ શકો છો. હિમાલયની નજીક આવેલા બરફથી ઘેરાયેલા પર્વતોની વચ્ચે આવેલા આ મંદિર મંદાકીની નદીનુ ઉદ્ભવ સ્થાન છે.

જરૂરી માહિતી:

•અહી જવા માટે હેલીકોપ્ટર ની સુવિધા ઉપલબ્ધ છે. અને હેલીપેડ અહીંથી ફક્ત ૫૦૦ મીટર જ દુર છે.
•અહી નજીકમાં ભૈરવનાથનુ મંદિર છે જેને આ કેદારનાથના મંદિરના રક્ષક તરીકે માનવામાં આવે છે.
•બીજા જાવોલાયક સ્થળો-ગુપ્તકાશી, ગાંધી સરોવર, ત્રીજુગીનારાયણ અને પંચ કેદાર

બદ્રીનાથ : શ્રી આદિ ગુરુ શંકરાચાર્ય તરફથી ભગવાન વિષ્ણુને શ્રધાંજલિ

એવું કહેવાય છે કે શ્રી આદિ ગુરુ શંકરાચાર્યે ‘ભગવાન વિષ્ણુની વિશાલની મૂર્તિ’ નારદ કુંડમાંથી પ્રાપ્ત કરી હતી અને તેને આ મંદિરમાં મૂકી, જેને આજે બદ્રીનાથ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુની મૂર્તિનું ધ્યાન ત્યાના જંગલ તરફ હતું જેને હિન્દી માં ‘બદ્રી વાન’ તરીકે ઓળખવામાં આવે છે અને આ કારણે પણ આ મંદિરને બદ્રીનાથ કહેવામાં આવે છે. નર અને નારાયણ શિખરોની વચ્ચે આવેલું, નીલકંઠના શિખરની પાછળ આવેલું બદ્રીનાથનું મંદિર ભગવાન વિષ્ણુનું સંપૂર્ણ ઘર તરીકે દેખાય છે. અંદર, કાળા પથ્થર માંથી કોતરીને બનાવેલી ભગવાન વિષ્ણુની મોટી મૂર્તિ, જેના પર સોનાની સુંદર છત્તર છે જે એકદમ સુંદર દેખાય છે. અહીં અલગ અલગ પ્રકારની પુજા થાય છે પરંતુ મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં પવિત્ર ‘તેપ્ત કુંડ’ માં સ્નાન કરવું ફરજિયાત છે.

જરૂરી માહિતી :

•વ્યાસ ગુફા, નારદ કુંડ , વસુધારા ધોધ અને અલકા પૂરી અહીના અન્ય આકર્ષણો છે.
•જુન મહિના દરમિયાન અહી ‘બદરી-કેદાર તહેવાર’ ઉજવાય છે જેમાં તમને ત્યાની સંસ્કૃતિ વિષે ખુબ જ જાણવા મળશે.

ચાર ધામ યાત્રા માટે જરૂરી ટીપ્સ:

•ત્યાં જવાનો બેસ્ટ સમય અપ્રિલથી જુન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે.
•ત્યાં જતા પહેલા તમારું મેડીકલ ચેક અપ જરૂરથી કરાવવું.
•જરૂરી દવાઓનો ડબ્બો સાથે જ રાખવો.
•ચઢાણમાં જરૂરી કપડા જોડે રાખવા અને ઠંડીથી બચવા માટે સ્વેટર સાથે રાખવું.
•સીનીયર સીટીઝન માટે હેલીકોપ્ટર ચાર ધામ યાત્રા કરવાનો સૌથી સરળ અને સારો માર્ગ છે.
•મુસાફરીનો ઇન્સ્યોરેન્સ કરાવવો ફાયદાકારક સાબિત થશે.

ગમે ત્યારે વાતાવરણમાં પલટો થતો હોવા છતાં અને હિમાલયમાં મુસાફરીની મુશ્કેલીઓ હોવા છતાં, તમામ ઉંમરના યાત્રાળુઓ ચાર ધામ યાત્રા પર જાય છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી