અજમાવી જુઓ ચપટી ફટકડીનો આ ઉપાય, ઘરના વાસ્તુદોષ થઇ જશે દૂર

જો આપના ઘરમાં વાસ્તુદોષ છે તો એક ચપટી ફટકડી જ દુર કરી દેશે, આપે એકવાર અવશ્ય અજમાવી જોવો આ ઉપાય.

આપણા ભારત દેશમાં કુદરતે છુટ્ટા હાથે અઢળક વસ્તુઓનો ભંડાર ભરી આપ્યો છે. આપણી ભારતીય સંસ્કૃતિ કુદરત સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલી છે. એટલું જ નહી, ભારત દેશની દરેક વ્યક્તિનું જીવન તેની આસપાસ રહેલ વાતાવરણ અને કુદરતની સાથે વણાયેલું રહે છે. દરેક ભારતીયનું પ્રકૃતિની સાથે અનોખો સંબંધ ધરાવે છે. તેનો ઉપયોગ કરીને આપણે આપણી આજુબાજુમાં જોવા મળતા વાસ્તુદોષને પણ વ્યવસ્થિત કરી શકે છે. આપ સિંધાલૂણ અને ફટકડીનો ઉપયોગ કરીને આપ આપના ઘરમાં રહેલ વાસ્તુદોષને દુર કરી શકો છો. આજે અમે આપને વાસ્તુદોષને દુર કરવાના કેટલાક ઉપાયો વિષે જણાવીશું.

image source

આખા મીઠાથી કરવામાં આવતા ઉપાયો.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આખું મીઠું શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે નહી, પણ ઘરના વાસ્તુ દોષના નિવારણ કરવા માટે અત્યંત અસરકારક ઉપાય છે. જો આપના ઘરમાં હંમેશા નકારાત્મક વાતાવરણ જળવાઈ રહેતું હોય તો આપે આખા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આપે પોતાના ઘરમાં પોતુ કરો છો તો ત્યારે પોતા કરવાના પાણીમાં આખું મીઠું નાખીને ઘરમાં પોતુ કરીને સાફ- સફાઈ કરવી જોઈએ, મીઠા વાળા પાણીથી ઘરમાં પોતુ કરી લીધા પછી ફરીથી ચોખ્ખા પાણીથી પણ પોતુ કરી લેવું.

image source

જો આપના ઘરમાં શૌચાલય યોગ્ય દિશામાં ના હોય કે પછી ખોટી દિશામાં હોય તો આપે કાચની એક વાટકીમાં થોડુક મીઠું રાખીને આ વાટકીને શૌચાલયમાં મૂકી દેવું જોઈએ. આપે શૌચાલયમાં કાચની વાટકીમાં રાખેલ આખા મીઠાને દર બે મ્હીનાબ્દલી દેવાનું રહેશે. ઉપયોગમાં લઈ લીધેલ મીઠાને આપે ઘરના ડસ્ટબીનમાં નાખી દેવું જોઈએ. આખા મીઠાનો આ ઉપાય આપે આપના ઘરમાં આવેલ શૌચાલયમાં કરવાથી શૌચાલયને સંબંધિત વાસ્તુદોષનું નિવારણ કરી શકો છો.

image source

જો આપના ઘરમાં વીજળીનું મીટર અને ઘરમાં વાયરિંગની દિશા દક્ષિણ- પૂર્વ દિશા ના હોય તો આપે વીજળીના મીટરની પાસે આખું મીઠું રાખી દેવું જોઈએ.

ફટકડીનો વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ કરવામાં આવતા ઉપાયો.

image source

ફટકડી બે પ્રકારની ઉપલબ્ધ હોય છે.: ૧. સફેદ રંગની ફટકડી અને ૨. ગુલાબી રંગની ફટકડી. ફટકડી કુદરતી રીતે એંટીસેપ્ટિક હોય છે. ફટકડીનો ઉપયોગ કરીને ઘણા બધા રોગોને મટાડવા માટે કે પછી તેમાં રાહત મેળવવા માટે કરવામાં આવે છે. જો આપને આપના બેડરૂમમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ કરો છો તો આપે આપના બેડરૂમમાં થોડીક ફટકડી રાખી દેશો તો આપને જલ્દી તેના ફાયદા બેડરૂમના વાતાવરણમાં જોઈ શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ