“ચણા મસાલા ટોસ્ટિ” – આપણા રોજિંદા ખોરાકમાં કઠોળનુ સેવન ખૂબ જરૂરી હોયછે…માટે ચણા સાથે બનાવીછે ટેસ્ટી અને હેલ્ધી સેન્ડવીચ…

“ચણા મસાલા ટોસ્ટિ”

સામગ્રી :

4 બ્રેડ સ્લાઇસ,
2 કપ બોઇલ્ડ દેશી ચણા,
1 કપ બાફેલા બટાટા,
1 નાનો કાંદો,
1 ટી સ્પૂન ગ્રીન ચિલી,
1 ટી સ્પૂન આદું પેસ્ટ,
1 ટી સ્પૂન લસણ પેસ્ટ,
1 ટી સ્પૂન લાલ મરચું,
1 ટી સ્પૂન હળદર,
1 ટી સ્પૂન ધાણાજીરૂ,
1 ટી સ્પૂન ગરમ મસાલો,
1 ટી સ્પૂન આમચૂર,
1 ટી સ્પૂન જીરૂ,
કોથમીર,
ગ્રીન ચટણી,
ચાટ મસાલો,
ટોમેટો કેચઅપ,
તેલ,
બટર,
મીઠુ,

રીત :

-એક કડાઇમાં તેલ લઇને તેમાં જીરૂ તતળાવો.તેમાં ગ્રીન ચિલી,આદું -લસણની પેસ્ટ અને કાંદા સાતળો.
-પછી તેમાં ચણા અને બટાટાનો માવો ઉમેરો.
-તેમાં બધા સૂકા મસાલા ઉમેરીને મિક્ષ કરો.
-તેમા બારીક કાપેલી કોથમીર મિક્ષ કરો.
-હવે બ્રેડ સ્લાઇસ પર ગ્રીન ચટણી અને બીજી બાજુ બટર લગાડો.
-બટર વાળી સ્લાઇસ પર તૈયાર પુરણ લગાડો અને ચટણીવાળી બ્રેડ ઉંધી મૂકી બંધ કરો
-સેન્ડવીચ ગ્રિલર પર બટર લગાડીને ગોલ્ડન શેકીલો
-ઉપર ચાટ મસાલો છાંટીને ટોમેટો કેચઅપ સાથે ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી