જલ્સા કરોને જેંતીલાલ

ચાણક્ય નીતિ અનુસાર કરી લો આ કામ, તમારા સંબંધોમાં મીઠાશ વધશે અને ઘરમાં રહેશે સમૃદ્ધિ

આચાર્ય ચાણક્ય ભારતમાં મહાન લોકોમાંથી એક હતા. એમને ધર્મ, રાજનીતિ, અર્થવ્યવસ્થા, સમાજ વગેરે જુદા જુદા વિષયો પર પોતાના મંતવ્યને ખુલીને વ્યક્ત કર્યું છે. હજારો વર્ષ પહેલા એમના દ્વારા આપવામાં આવેલી શિક્ષા આજે પણ પ્રાસંગિક છે. ગુપ્ત સામ્રાજ્યમાં એમનું યોગદાનને ભૂલી ન જ શકાય. સાધારણ જેવા દેખાતા બાળકને એમને ભારતના મહાન શાસક બનાવી દીધા હતા. એમને ઘણા મહાન ગ્રંથોની રચના પણ કરી જેનું આજના સમયમાં પણ ખૂબ જ વધુ મૂલ્ય છે. આચાર્ય ચાણક્ય એમના સમયમાં મહાન અર્થશાસ્ત્રી હતા. એક રાજાને રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચલાવવી જોઈએ? એનો આખો ઉલ્લેખ આપણને એમના દ્વારા લખવામાં આવેલ પુસ્તક અર્થશાસ્ત્રમાં મળે છે. એ સમયે આચાર્ય ચાણક્યે સામાજિક અને વ્યવહારિક સંબંધોને લઈને લોકોને ઘણી સારી સારી વાતો જણાવી હતી જેનો ઉલ્લેખ આપણને ચાણક્ય નિતિમાં મળે છે. તો ચાલો આજે જાણી લઈએ કે આચાર્ય ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી એ વાતો જેના દ્વારા સંબંધોમાં મીઠાશ લાવી શકાય છે.

સચ્ચાઈ અને ઈમાનદારી રાખવી.

image soucre

આચાર્ય ચાણક્ય અનુસાર સંબંધોમાં સચ્ચાઈ અને ઈમાનદારીનું હોવું ખૂબ જ જરૂરી છે. એમનું કહેવું હતું કે આ બે વસ્તુ છે જે સંબંધોને મજબૂત બનાવે છે. અસત્ય અને લુચ્ચાઈના આધારે બનેલો સંબંધ વધુ દિવસ સુધી નથી ટકતો. એ સંબંધોનો ગમે ત્યારે અંત ચોક્કસ થાય જ છે

સંબંધોમાં અહંકાર ન આવવા દેવો.

image soucre

આચાર્ય ચાણક્ય અનુસાર સંબંધોની વચ્ચે ક્યારેય પણ અહંકારને ન આવવા દેવો જોઈએ. એનાથી સંબંધોમાં અંદરોઅંદર ખટાશ પેદા થવા લાગે છે. અહંકાર નજીકના લોકો વચ્ચે તિરાડ ઉભી કરી શકે છે. એનાથી સંબંધો ખરાબ થવા લાગે છે અને સંબંધોમાં અંદરોઅંદર દુશ્મની પેદા થઈ જાય છે.

ગરિમાપૂર્ણ આચરણ રાખવું.

image soucre

આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિએ હંમેશા ગરીમાંપૂર્ણ આચરણ રાખવું જોઈએ. ગરીમાં પૂર્ણ આચરણ રાખનાર વ્યક્તિ હંમેશા મીઠું જ બોલે છે. એ કારણે એવા લોકોના બીજા લોકો સાથે સંબંધ ખૂબ જ સારા હોય છે. તો બીજી બાજુ કડવું બોલનાર લોકો પાસે કોઈપણ વ્યક્તિ આવવાનું પસંદ નથી કરતા.

વિનમ્રતાથી વાત કરવી.

image soucre

આચાર્ય ચાણક્યનું કહેવું હતું કે વિનમ્રતા સંબંધમાં જીવ રેડવાનું કામ કરે છે. વિનમ્ર વ્યક્તિ હંમેશા ઉદાર અને મીઠી વાતો કરે છે જે બીજા લોકોને ખૂબ જ ગમે છે. એમની વાતો હૃદય પ્રિય હોય છે. એવા લોકો પણ બધાને જ પ્રિય હોય છે. એમના અનુસાર આપણે હંમેશા વિનમ્રતાથી વાત કરવી જોઈએ. એનાથી સંબંધોમાં મજબૂતાઈ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version