જલ્સા કરોને જેંતીલાલ

ચંગેઝ ખાને મૃત્યુ પહેલા બનાવ્યું હતું એક વસિયતનામું, પોતાની આખરી ઈચ્છા પણ જણાવી છે…

ચંગેઝ ખાન એક એવુ નામ છે, જેને દુનિયાભરમાં એક મહાન શાસકના નામથી જાણવામાં આવે છે. ચંગેઝ ખાન ભલે એક ક્રુર તાનાશાહ હતો, પરંતુ તેની બહાદુરીથી તેણે આખી દુનિયા પર રાજ કર્યું હતું. આ તાનાશાહ અસલમાં વન મેન આર્મી હતો, જે જ્યાંથી પણ પસાર થતો ત્યાં સૈલાબ આવતો હતો. ચંગેઝ ખાનની ક્રુરતા વિશે કહેવામાં આવ્યું છે કે, તે પોતાના દુશ્મનોને એવી રીતે તડપાવી-તડપાવીને મારતો હતો કે, તેને જોઈને બધા થરથર કાંપી જતા હતા. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, ચંગેઝ ખાન અત્યાર સુધી માત્ર વાર્તાઓમાં જ સાંભળવામાં આવ્યો છે. ચંગેઝ ખાન સાથે જોડાયેલ એક પણ સબૂત ક્યારેય મળ્યા નથી.

આજ સુધી નહિ મળી ચંગેઝ ખાનની કબર

ઈતિહાસના સૌથી ક્રુર વ્યક્તિ સાથે જોડાયેલી કોઈ પણ ચીજ આજ સુધી વાસ્તવિકતામાં મળી નથી. એટલુ જ નહિ, તેની મોત સાથે જોડાયેલ એક પણ સબૂત દુનિયામાં મોજૂદ નથી. આજ સુધી ઈતિહાસકારો અને ભૂગોળકર્તાઓને એ વાત માલૂમ પડી નથી કે, આખરે ચંગેઝ ખાનની લાશને ક્યારેય અને ક્યાં દફનાવવામાં આવી હતી. કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે, ચંગેઝ ખાને પોતાના મરતા પહેલા એક વસિયતનામુ બનાવ્યું હતુ, જેમા તેણે કહ્યુ હતું કે, તેના મોતની માહિતી કોઈને જ ન થવી જોઈએ. ચંગેઝ ખાન ઈચ્છતો ન હતો કે, આવનારી પેઢી તેના વિશે કંઈ પણ જાી શકે. તેથી તેણે પોતાની વસિયતમાં લખ્યુ હતું કે, તેના મર્યા બાદ કોઈ ગુમનામ જગ્યા પર તેને દફનાવવામાં આવે.

એક હજાર ઘોડાઓની જરૂર પડી હતી

કહેવામાં આવે છે કે, ચંગેઝ ખાનને તેની કબરમાં દફનાવવા માટે તેના ઉપરથી 1000 ઘોડા દોડાવવામાં આવ્યા હતા, જેનાથી તેની કબર વધુ ઊંડી દફન થઈ શકે. જેથી કોઈ પણ તેની કબર વિશે માહિતી ન મેળવી સકે. સાથે જ એમ પણ માનવામાં આવતું કે, 1000 ઘોડાને દોડાવવાનું કારણ એ પણ હતુ કે, તેની કબરને આવનારા સમયમાં કોઈ જ શોધી ન શકે અને એવું જ થયું. આજે સેંકડો વર્ષો બાદ પણ તેની કબરની કોઈ જ માહિતી મળી નથી.

ચંગેઝ ખાનની કબર શોધવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પંરતુ તે બધા અસફળ રહ્યા હતા. જેને કારણે આજે પણ ઇતિહાસનો સૌથી મોટા તાનાશાહની કબર ગુમનામ છે. ચંગેઝ ખાનની કબર દફનાવ્યાને આજે લગભગ 8 સદી વીતી ચૂકી છે. તેની કબરને શોધવા માટે અનેક મિશન ચલાવવામાં આવ્યા હતા. પરંતુ તેની કબરની માહિતી મળી જ શકી નથી. એક અંગ્રજી ચેનલે પોતાનું મિશન વેલી ઓફ ખાન પ્રોજેક્ટ નામ આપતા, ચંગેઝ ખાનની કબરને સેટેલાઈટ દ્વારા શોધવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે પણ અસફળ રહ્યો હતો.

કબર સાથે જોડાયેલો છે શ્રાપ

ચંગેઝ ખાનની કબરની સાથે એક મોટો શ્રાપ દફનાવેલો છે. માનવામાં આવે છે કે, ચંગેઝ ખાનની કબરને જાણી જોઈને આવનારી પેઢીઓ સામે છુપવવામાં આવી હતી. મંગોલિયન લોકોનું માનીએ તો, તેમનુ કહેવું છે કે, ચંગેઝ ખાનની કબર પર એક શ્રાપ છે. જે પણ એ કબર ખોલશે, તેનું મોત થશે અને સાથે જ દુનિયા પણ તબાહ થઈ જશે. આ કારણે જ આજે પણ મંગોલિયન લોકોએ ચંગેઝ ખાનની કબર શોધવા માટે કોઈ જ પગલુ ભર્યું નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને જાણવા જેવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version