ફેસબુક પર સરળતાથી બદલો તમારું નામ, હવે કોઈને પૂછવું નહિ પડે…

આવા અનેક કારણો હોય છે, જેમાં લોક સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર પોતાનું નામ બદલવા માગે છે. સંભવ છે કે, લોકો પોતાનું ઉપનામ કે પેટ નેમ દ્વારા અન્ય લોકો સુધી પહોંચવા માગતા હોય. આ નામ તેમના મિત્રવર્તુળમાં ફેમસ હશે, અથવા તો સમાજમાં લોકો તેમને આ નામથી બોલાવતા હોય છે. આવા નામ ફેસબુક પર રાખવાથી તેમની લોકો સુધી પહોંચવાની રીચ વધી જતી હોય છે. હવે કારણ કોઈ પણ હોય, પણ તમને ફેસબુક પર તમારું નામ બદલવું આસાન થઈ ગયું છે. નીચે આપવામાં આવેલી ટિપ્સથી તમે સરળતાથી ફેસબુક પર તમારું નામ બદલી શકો છો.

ડેસ્કટોપ પર આ રીતે બદલો નામ

ફેસબુક પર લોગઈન કરો.

નોટિફિકેશનની સાથે આપવામાં આવેલ તીરવાળા આઈકોન પર ક્લિક કરીને સેટિંગમાં જાઓ.

જનરલ એકાઉન્ટ સેટિંગમાં જાઓ.

નામની સાથે આપવામાં આવેલ એડિટ ઓપ્શન પર ક્લિક કરો.

ફેસબુક પર તમે જે પણ નામ રાખવા માગો છો તે લખો. પોતાના  ફર્સ્ટ અને લાસ્ટ નેમ ઉપરાંત તમે તમારું મિડલ નામ પણ તેમાં નાખી શકો છો.

રિવ્યુ ચેન્જિસ પર ક્લિક કરો. તેના બાદ ફેસબુક તમને ઓપ્શન આપશે કે તમારું નામ કેવી રીતે ફેસબુક પર દેખાશે.

જે રીતે તમે નામ જોવા માગો છે, તેને સિલેક્ટ કરો અને તમારો પાસવર્ડ નાખીને સેવ ચેન્જિસ પર ક્લિક કરો.

મોબાઈલ એપ્લિકેશન પર આ રીતે બદલો નામ

ફેસબુક પર લોગઈન કરો.

નોટિફિકેશનના બેલ આઈકોન પર આવનારા હૈમબર્ગર આઈકોન પ્રેસ કરો.

એકાઉન્ટિંગ સેટિંગ માટે સ્ક્રોલ ડાઉન કરો.

સૌથી ઉપર આપવામાં આવેલ જનરલ ઓપ્શનને સિલેક્ટ કરો.

નામ સિલેક્ટ કરો.

તેના બાદ તમામ પ્રોસેસ ડેસ્કટોપની જેમ જ મોબાઈલ એપમાં પણ કરો.

આ તમામ સ્ટેપ્સ બાદ ફેસબુક પર તમારું નામ તરત ચેન્જ થઈ જશે. જોકે, ફેબસુક યુઝરને એમ પણ પૂછે છે કે તમે તમારું નામ કેમ બદલવા માગો છો. યુઝર્સ એ પણ ધ્યાન રાખે કે, જો ફેસબુક લિસ્ટમાં આપવામાં આવેલ કારણોથી તમારું કારણ અલગ છે, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારું નામ બદલાય નહિ.સાથે એ પણ ધ્યાન રાખો કે, ફેસબુક પર નામ બદલવામાં કેટલાક પ્રતિબંધ પણ છે. તેમાં અસામાન્ય કેપિટલ વર્ડ, સિમ્બોલ, નંબર, અનેક ભાષાઓનો  ઉપયોગ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ સામેલ નથી. યુઝર્સે એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે, એકવાર પોતાનું નામ બદલ્યા બાદ તમે 60 દિવસ સુધી બીજીવાર તમારું નામ નહિ બદલી શકો.

જો તમને આવડતું હોય તો તમારા બીજા મિત્રોને શીખવાડો આ પ્રોસેસ

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અલગ અલગ ઉપયોગી અને જાણવા જેવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી