રોજિંદા જીવનમાં કરો નજીવા ફેરફાર ને હાઇબ્લડપ્રેશરને કહો બાય બાય !!!!

 હાઇબ્લડપ્રેશરને નિયત્રંણમાં રાખવા રોજિંદા જીવનમાં કરો આટલા ફેરફાર

બ્લડ પ્રેશરની બીમારી જીવલેણ હોય છે. પણ અમુક બાબતોનું ધ્યાન રાખીને બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરી શકાય છે. જે ડોક્ટરની દવા કરતા પણ ઝડપથી અસર કરે છે. શહેરમાં રહેતા લોકોમાં  30થી 40 ટકા પુખ્તવયના લોકો બ્લડ  પ્રેશરના દર્દી છે. ભારતમાં માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં પણ નાની ઉંમરના લોકોમાં હવે બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળી રહી છે. જયારે હાઇબ્લડપ્રેશરની બીમારી એના શરૂઆતના જ તબક્કામાં હોય ત્યારે, માઇલ્ડ હાઇબ્લડપ્રેશરને  રોજિંદા જીવનમાં કેટલાક અગત્યના ફેરફાર કરીને નિયત્રંણમાં લઇ શકાય છે.

જ્યારે લોહીની નળીઓનું પ્રેશર 140/90  સુધી પહોંચી જાય તો તેને હાઈપરટેન્શન કહેવામાં આવે છે. તેનાથી બ્રેન સ્ટોક, કિડની અને આંખોની બીમારીનો ખતરો વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશરના કારમે રુધિરવાહિનીઓ પર દબાણ ઉભુ થાય  છે અને તે સંકોચાય જાય છે. તેનાથી હૃદયને બ્લડ પંપ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે. હંમેશા લોકો બ્લડ પ્રેશરની બીમારીને ગંભીર નથી લેતા, પરંતુ તે એક ગંભીર બીમારી છે.

બ્લડ પ્રેશર થવાનું કારણ-વજન વધારે હોવાથી, કસરત ન કરવાથી, પરિવાર સાથે ન રહેવાથી, સતત તનાવમાં રહેવાથી, સ્મોકિંગ કરવાથી, થાઈરોડ અને ટ્યૂમર જેવી બીમારીના કારણે બ્લડ પ્રેશરની બીમારી થાય છે.

કેટલું હોવું જોઈએ બ્લડ પ્રેશર-

નોર્મલ બ્લડ પ્રેશર 120/80 થી ઓછું હોવું જોઈએ. તેનાથી ઉપરના સ્ટેજ પર હોય તો તેને પ્રી-હાઈપરટેન્શન કહે છે. જો બ્લડ પ્રેશર 120 થી 139, 80 થી 89ની વચ્ચે હોય તો સ્ટ્રોક, કિડની, હાર્ટ અટેક, ડાયાબિટીસ અને આંખોની બીમારી થાય  છે. 140/90 સુધી બ્લડ પ્રેશર હોય તો તેને હાઈપરટેન્શન કહેવામાં આવે છે, જે સૌથી વધારે ખતરનાક લેવલ હોય છે.

ક્યારે કરાવી જોઈએ બ્લડ પ્રેશરની તપાસ-

નિષ્ણાતોના અનુસાર, 40ની ઉંમર પછી દરેક વ્યક્તિએ બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ. જો સામાન્ય બ્લડ પ્રેશર આવે તો દર છ મહિને ચેકઅપ કરાવતા રહેવું. કોઈ પણ દર્દીમાં પ્રી-હાઈપરટેન્શન હોય તો તેને તરત ડોક્ટર પાસે  જઈને ચેકઅપ કરાવું. બ્લડ પ્રેશર ચેક કરાવતા પહેલા ચા-કોફી ન પીવી તેમજ સ્મોકિંગ ન કરવું.

કેવી રીતે બ્લડ પ્રેશરની બીમારીમાંથી છૂટકારો મેળવવો –

દરરોજ 45 મિનીટ સુધી કસરત કરવી. તેમાં બ્રિસ્ક વોક, જોગિંગ, સાઈકલિંગ, સ્વિમિંગ, એરોબિક્સ, ડાન્સ પણ સામેલ છે. વોકમાં 40-50 પગલા, બ્રિસ્ક વોકમાં 1 મિનીટમાં 75-80 પગલા અને જોગિંગમાં 150-160 પગલા ચાલાવું જોઈએ.

– જો તમે ઝડપથી ચાલી ન શકતા હોવ તો દરરોજ ઓછામાં ઓછું પાંચ કિલોમીટર સુધી ચાલવું. હૃદયના દર્દીએ કસરત કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

– મીઠાની માત્રા ઓછી કરવી. સલાડમાં મીઠું ન નાંખવુ. પાપડ ખાવાથી દૂર રહેવું. આખા દિવસમાં અડધી ચમચી જેટલું જ મીઠું ખાવું.

-વજનને કંટ્રોલમાં રાખવું. તેમજ વારંવાર વજન ચેક કરાવતા રહેવું.

– તમારી હોબી માટે ટાઈમ નીકાળવો. રમતી વખતે અથવા ગીત સાંભળવા માટે સમય નીકાળવો.

– ફ્રૂટ અને ફાયબર યુક્ત વાળી વસ્તુનું સેવન વધાકે કરવું જેમ કે, ઘઉં, જવાર, બાજરી, ચણા, ચોખામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે.

– ફાસ્ટ ફૂડ મેગી, નૂડલ્સ, બર્ગર, પિઝા, પાસ્તા જેવી તીખી અને મસાલા વાળી વસ્તુનું સેવન કરવાથી દૂર રહેવું. કોલ્ડ્રિંર, ગળી વસ્તુ, ફ્રૂટ ક્રીમ, કેક, પેસ્ટ્રી, ગુલબાજાંબુ, ઝલેબી, સોસ, અથાણુ, ચિપ્સ, ઈંડા, ફૂલ ક્રીમ વાળું દૂધનું સેવન કરવાથી  બચવું.

બ્લડ પ્રેશરના દર્દીએ ક્યારે ન કરવી આ ભૂલ –

કેટલીક વખત દર્દી દવા પર બધુ છોડી દે છે. લાઈફ સ્ટાઈલ નથી બદલતા. તેનાથી તેમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં નથીઆવતું. તેમજ પોતાની જાતે જ દવા બંધ કરી દે છે. હંમેશા દર્દીએ ડોક્ટરની સલાહ વગર ક્યારે પણ દવા લેવાનું બંધ ન  કરવું જોઈએ. નોર્મલ બ્લડ પ્રેશરમાં મોટાભાગાના લોકો દવા નથી લેતા. પરંતુ તે લોકોને નથી ખબર હોતી નોર્મવ બ્લડ પ્રેશર પણ ખતરનક સાબિત થઈ શકે છે.

તેનાથી બ્રેન સ્ટ્રોક અને હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. દર્દી ડોક્ટરની  સલાહ નથી માનતા. કેટલીક વખત દવા ઓછી કરવાની હોય છે તો કેટલીક વાર દવા વધારવાની પણ હોય છે. બ્લડ પ્રેશરના દર્દીએ હંમેશા ડોક્ટર પાસે બ્લડ પ્રેશરનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.

– સતત તનાવમાં રહેવાથી બ્લડ પ્રેશરના દર્દીઓ વધી ગયા છે. તેને કંટ્રોલમાં રાખવામાં ન આવે તો કેટલીક ગંભીર બીમારીનું કારણ બની શકે છે. તેવામાં 40ની ઉંમરમાં બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું. કેટલાંક યુવાનોમાં બ્લડ પ્રેશરની  ફરિયાદ રહેતી હોય છે. જો કે,તેના લક્ષણો ઓછા દેખાય છે. તેમ છતા માથામાં દુઃખાવો થવો, આંખો ભારે થઈ જાય તો ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ માહિતી દરેક મિત્રો સાથે, દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી