જલ્સા કરોને જેંતીલાલ

આ ગુજરાતીએ મોટી-મોટી નમકીન કંપનીઓને આપી ટક્કર, આજે છે 10 હજાર કરોડના સામ્રાજ્યના માલિક, જાણો ઝીરોથી હિરોની કહાની

વેફર એટલે તો બાલાજી જ. ભારતભરમાં આ કંપની એટલી બધી ખ્યાતિ પામી ચૂકી છે કે વેફર અને બાલાજી બંને શબ્દ આજ સમાનાર્થી બની ચૂક્યા છે. વેફરનું નામ પડે એટલે પહેલું નામ યાદ આવે બાલાજીનું. બાલાજી આજે દરરોજ ૩૫,૦૦,૦૦૦ પેકેટ વેફર્સ, ચટાકા પટાકા, ચેવડો, દાળ વગેરે નાસ્તાનું ઉત્પાદન કરે છે. વેફર્સમાં બાલાજીનો દબદબો એવો છે કે ગુજરાતનું ૮૦ ટકા માર્કેટ તેમના હાથમાં છે.

image source

મહાકાય મલ્ટિનેશનલ કંપનીઓ બાલાજીને હંફાવી શકી નથી, પોતે હાંફી ગઇ છે. ન કોઇ માર્કેટિંગ, ન ડીલર માટે કોઇ સ્કીમ, સેલ્સનું કોઇ ડિપાર્ટમેન્ટ નહીં અને મેનેજરોની ભરમાર નહીં, છતાં ૩૫૦ કરોડની કંપની સતત વિકાસકૂચ કરતી રહે છે. ચંદુભાઇ વિરાણીની આ વિકાસયાત્રાનું રહસ્ય શું છે? નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સનો કોઈ જવાબ નથી , બાલાજીની વેફરનો સ્વાદ લોકોને દાઢે ચડી ગયો હોય તેવું લાગે છે. માત્ર આટલું જ નહીં, આ વેફર્સ એ પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને મોટી ટક્કકર આપી છે.

image source

આ કંપની વિશે વધુ વાત કરીએ તો, બાલાજીના માલિક ચંદુભાઈ વિરાણીએ છે. તેમનું કહેવું છે કે તેઓ આજે આ કંપની થકી 10 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. અબજોપતિ હોવા છતાં ચંદુભાઈ આજે પણ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. આજે પણ તેઓ જૂના મિત્રો સાથે સમય ગાળે છે, લગ્ન પ્રસંગોમાં પણ પોતાની હાજરી આપીને તેમની સાથે ગરબે પણ ઘુમતાં ઘણી વખત જોવા મળ્યાં છે. તેમનાં પરિવારના બાળકોને પોતે જાતે વેફર તળીને ખવડાવતાં હોવાની વાત જાણવા મળી હતી.

image source

ચંદુભાઈ વિશે મળતી આ માહિતી જાણીને તમને પણ થશે કે એક વખત આ માણસની મુલાકાત જરુર લેવી જોઈએ. તેઓ મોટા ઉદ્યોગપતિ હોવા છતાં બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈના પગ ધરતી પર જ છે. તેમને પોતાની મોટાઈ નું જરા પણ અભિમાન નથી. તેઓ પોતાનાં જિંદગીમાં પૈસા અને તેમની સાદગી બન્નેને અલગ અલગ રાખી રહ્યાં છે.

તેમનાં વિશે ચાલો માનીએ કે, તેઓ નાનપણમાં મિત્રો સાથે નદીએ નાહવા જતા હતા અને ઝાડ પર ચડવાની રમતો રમતા હતા. પરતું મહત્વની વાત એ છે કે તેઓ આજે પણ હતાં તેવાં જ છે, આજે પણ તેઓ દોસ્તો સાથે તેઓ સંપર્કમાં છે. આ મિત્રો જ્યારે રાજકોટ આવે ચંદુભાઈને મળવા જરૂરથી આવે છે અને ચંદુભાઈ પણ તેમના નાના-મોટા બધા પ્રસંગોમાં પોતાની હાજરી જરુરથી પુરાવે છે.

image source

અત્યારે નમકીનની દુનિયામાં નેશનલ અને ઈન્ટરનેશનલ બધી જ કંપનીઓ છે પણ તેમાં ગુજરાતની બાલાજી વેફર્સે પોતાનું એક અલગ જ સ્થાન અને નામ બનાવેલ જોવા મળે છે. વાત માત્ર આટલાં સુધી જ સીમિત નથી આજે તો, બાલાજી વેફર્સને ખરીદવા માટે દેશ-વિદેશની કંપનીઓ પડાપડી કરી રહી છે. વાત કરીએ જો બાલાજી વેફર્સની શરૂઆતના સમયની તો, આ કંપની ખુબ નાના પાયેથી જ શરૂઆત થઇ હતી. પરંતુ આજે આપણે સૌ જાણીએ છીએ કે, આજે વેફર્સમાં બાલાજીનો કોઇ પર્યાય નથી.

તેનું ટર્નઓવર 1800 કરોડથી પણ વધારે આંકડો પાર કરી ચુક્યું છે. ચંદુભાઈની સાદગી આજે પણ તેમના વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાડે છે. જ્યારે તેઓ પોતાના કોઈ સગાને ત્યાં લગ્ન પ્રસંગે ગયા હોય કે મિત્રના ઘરે, ફક્ત જઈને ફરજ પુરી કરવી એટલું જ નહીં તેમના પ્રસંગમાં પરિવારના સભ્યની જેમ રાસ-ગરબામાં સામેલ થઇ જાય છે. ગામડામાં જે રીતે રાસ રમાય એ રીતે જ કાઠિયાવાડી રાસ રમતા જોઈને લોકોને નવાઈ લાગે છે.

image source

મળતી માહિતી મુજબ, ચંદુભાઇને ટ્રેડિશનલ રાસનો શોખ છે, બાકી બીજો કોઈ ખાસ શોખ નથી. તેઓ એકદમ સરળ રીતે રહેવામાં માને છે. ચંદુભાઈ કહે છે કે, મિત્રો એ મિત્રો હોય છે. પૈસા આવ્યા એટલે હું તેમને છોડી દઉં એ જરા પણ વ્યાજબી વાત નથી. તેઓ પણ મને અવારનવાર ફોન કરતા રહે છે , હું પણ ફોન પર તેમના સંપર્કમાં રહું છું. તેમનાં આગળનાં જીવન વિશે વધારે વાત કરીએ તો, બહું ઓછા લોકો જાણતા હશે કે, એક સમયે તેઓ રાજકોટની એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં કામ કરતા હતા.

ચંદુભાઈ આજે પણ પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી અને સામાન્ય લોકો સાથે પણ સામાન્ય વ્યક્તિની જેમ જ વર્તે છે. ભૂતકાળને વાગોળતા તેઓ હંમેશા એક વાત કહે છે કે, જ્યારે એસ્ટ્રોનમાં નોકરી કરતો હતો એ સમયે મારી સાથે વિજયભાઈ શાહ નોકરી કરતા હતા અને ચંદુભાઈ ઠક્કરની રેકડી હતી. આજે પણ આ બંને સાથે ઘરે જઈને જમવાના સંબંધ છે. વિજયભાઈને રેડીમેડ ગાર્મેન્ટની દુકાન છે અને ચંદુભાઈ સેન્ડવિચની દુકાન ચલાવે છે.

image source

કાલાવાડ તાલુકાના ધૂન-ધોરાજી નામના ગામમા ચંદુભાઇના પિતા ખેડૂત હતા. પરંતુ તેમને ખેતી કરતા વધુ સામાજિક સેવાના કાર્ય મા રસ હતો. તે હંમેશા સામાજિક સેવા ના કાર્યો મા મશગૂલ રહેતા જેના કારણે તેમની બધી જ જમીનો વેંચાઇ ગઇ. તેમના મોટાભાઇ ભીખુભાઇ તથા નાના ભાઇ કનુભાઇ નુ નાનપણ ગામડા મા હસી-ખુશી થી વીત્યુ.

ચંદુભાઇના પિતાની વિચારશૈલી વિભિન્ન પ્રકારની હતી તેમણે ત્રણેય પુત્રોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યુ, ‘ મોચી પોતે બનાવેલા જોડા નુ મૂલ્ય પોતે નક્કી કરે , કુંભાર પોતે બનાવેલા માટલાનો ભાવ પોતે નક્કી કરે પરંતુ , ખેડૂતે ઉત્પાદન કરેલી વસ્તુઓનુ મૂલ્ય ત્રાહિત વ્યક્તિ દ્વારા નક્કી થાય છે. આપણે આ નથી કરવુ’ પોપટભાઇ પોતાની ખેતી ની જમીન વહેંચી રાજકોટ શહેર આવે છે. ૧૦ ધોરણ પાસ ચંદુભાઇ એ ૧૯૭૪-૧૯૮૨ સુધી સિનેમાઘર મા માર્કેટ માથી વેફર ખરીદી સપ્લાય કરવાનો વ્યાપાર શરૂ કર્યો. આ વ્યાપાર મા કઇ ખાસ નફો નહોતો માટે તેમણે પોતાની વેફર બનાવી વહેંચવા નો નિર્ણય લીધો.

image source

એક સમયે આ રીતે બીજાનું કામ કરતા ચંદુભાઈ આજનાં સમયમાં તેઓ પોતે બીજાને કામ આપી રહ્યાં છે. એક રિપોર્ટ મુજબ, બાલાજી પરિવાર સાથે આશરે પાંચ હજાર 5000 કર્મચારી જોડાયેલા છે. ચંદુભાઈ માટે તેઓ કર્મચારીઓ નથી, પણ પરિવાર સમાન છે. તેમની નીતિ પહેલેથી જ એવી રહી છે કે સ્ટાફના કોઈને પણ ક્યારેય માગવા આવવું જ ન પડે એટલું તેમને આપી દે છે. તેઓ માને છે કે કર્મચારીએ માગવા આવવું પડે એ આપણી ઉણપ છે.

કર્મચારીઓને તેઓ કમાઉ દીકરા તરીકે માને છે. તેમનાં આ કામમાં તેઓ મહિલાઓને પણ આજે જોડી છે. બાલાજી વેફર્સ ગ્રૂપ સ્ત્રી સશક્તિકરણની એક મિસાલ છે તેવું કહેવું કઈ ખોટું નથી. કંપનીના સ્ટાફમાં 70 ટકા મહિલાઓ છે. ચંદુભાઈ વિરાણી કહે છે કે, પુરુષની સરખામણીએ મહિલામાં એકાગ્રતા વધારે હોય છે. તેમજ આપણી સંસ્કૃતિમાં તો મહિલાને રસોઈની રાણી કહેવાય છે. તેથી અમારે ત્યાં મહિલાઓને મોટી સંખ્યામાં કામ આપવામાં આવી રહ્યું છે.

image source

કંપનીની સ્થાપના વિશે તેઓ જણાવે છે કે, 1982થી ઘરે જ વેફર બનાવવાની શરૂઆત કરી હતી. પહેલા લોકો ખાસ આવી રીતે વેફર ખાતા ન હતા અને વિચારતા કે આ ક્યારે બનેલી હોય. રાજકોટમાં એ સમયે ગોરધનદાસ તાવડો રાખીને વેફર વેચતા હતા. ધીમે ધીમે અમારું વેચાણ વધ્યું. એ પછી આસપાસની દુકાનોમાં સપ્લાઇ શરૂ કરી અને પછી આખા શહેરમાં પણ વેચાવા લાગી. આમ જેમ જેમ વેચાણ વધવા લાગ્યું તેમ તેમ હવે ઘરેથી પહોંચી શકાશે નહિ એવું તેમને લાગ્યું અને ત્યારબાદ તેમણે 1989માં આજી GIDCમાં જગ્યા રાખી. એ માટે તેમણે બેંક લોન લઈને પ્રોડક્શન શરૂ કર્યું.

આ વેફર ની કોઇ લેખિત વિધિ ના હતી, ચંદુભાઇ કહે છે કે જ્યારે તાવડા મા વેફર તળવા ની શરૂઆત કરી ત્યારે તેઓ આમા તેલ કેટલુ વાપરવુ? કયો મસાલો કેટલા પ્રમાણ મા નાખવો તે વિશે ની બધી જ માહિતી રહેતી. આ ભઠ્ઠામાં તેઓ ૫૦૦ કિલો વેફર બનાવતા પરંતુ આ બજાર ની માંગ સંતોષવા માટે પૂરતુ નથી માટે બાલાજી એ આધુનિકીકરણ તરફ જવા નો નિર્ણય લીધો. તેમણે આધુનિક તકનીક ધરાવતા મશીનો વિકસાવ્યા. તેમનાં કનુભાઈને ટેક્નિકલ સમજ હતી એટલે 1992માં ઓટોમેટિક પ્લાન્ટ બનાવ્યો. આજે હવે સમય પ્રમાણે તેમના અને તેમના ભાઈઓનાં સંતાનો નવી નવી ટેકનોલોજી અને માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી અને બિઝનેસને આગળ વધારવામાં સહાય કરી રહ્યાં છે.

image source

ચંદુભાઇને મળો ત્યારે લાગે કે આટલો સાહસિક અને નિખાલસ માણસ કઇ રીતે કટ્ટર કોમ્પિટિશનમાં સફળ રહી શક્યો હશે ? પણ કદાચ તેમની એ નિખાલસતા જ તેની સફળતાની ગુરુ ચાવી રહી હશે. ચંદુભાઇ હરીફ કંપનીઓના કર્મચારીઓને પણ હોંશપૂર્વક પોતાની ફેક્ટરી અને મશીનો સાથે રહીને બતાવે છે. અહીં બધું જ ખૂલ્લું છે. બાલાજી હાલ પણ નંબર ૧ પર તેનુ કારણ ફક્ત ને ફક્ત ચંદુભાઇ નો અથાગ પરિશ્રમ છે તેમણે શરૂઆત થી હાલ સુધી પ્રોડકટ ની ક્વોલિટી મા કોઇપણ જાત ની બાંધછોડ કરી નથી.

આ ઉપરાંત તેમનો બીજો પ્લસ પોઇન્ટ એ છે કે તેમનો બધા સાથે સંબંધ જાળવી રાખવા નો ગુણ. ચંદુભાઇને પોતાની પ્રોડક્ટ પર વિશ્વાસ છે, પોતાની મહેનત પર વિશ્વાસ છે. હાલમાં જ ભારતના 2020ના એ ધનિકોની યાદી બહાર પાડેલી હતી જેમાં બાલાજી વેફર્સના ત્રણેય ભાઈઓનો સમાવેશ કર્યો હતો. જેમાં ચંદુભાઈ વિરાણી 2,800 કરોડ, કાનજીભાઇ વિરાણી 2,800 કરોડ અને ભીખાભાઈ વિરાણી 3,300 કરોડના માલિક છે.

image source

એક સમયે પેપ્સિકોએ તબક્કાવાર બાલાજી વેફર્સ ખરીદવાની ઓફર કરી હતી. બરાક ઓબામા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેઓ ભારત આવ્યા હતા અને તેમની સાથે પેપ્સિકોનાં સીઈઓ ઈન્દ્રા નુયી પણ હતા. તેમણે ચંદુભાઈને મળવા માટે બોલાવ્યા હતા. પરંતુ તેઓ સ્વમાન ખાતર ન ગયા. મહત્વની વાત એ છે કે આજના ગળાકાપ સ્પર્ધાના જમાનામાં પણ ચંદુભાઇ માર્કેટિંગ કરતાં નથી. માર્કેટિંગ ટીમને સેલ શબ્દ બોલવાની પણ મનાઇ છે. છતાં આટલો ગ્રોથ શા માટે? તે સવાલ સૌને થાય તેવો છે.

આ બાબતે ચંદુભાઈ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે, માર્કેટિંગની જરૂર જ નથી. અમે માગ પ્રમાણે પ્રોડકશન વધારતા જઇએ છીએ. માગ ઊભી કરાવવાના પ્રયત્નો કરતા નથી. અમારી માર્કેટિંગની ટીમે ડીલરને સમયસર માલ પહોંચી જાય એટલું જ કરવાનું છે. તેમાં કોઇ ફરિયાદ ન આવવી જોઇએ. બસ આટલું કરવું ખુબ જરૂરી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version