જલ્સા કરોને જેંતીલાલ

જાણી લો 5મી જૂને થનારા ચંદ્ર ગ્રહણની અસર તમારી રાશિ પર કેવી રહેશે

5મી જૂને થનારા ચંદ્ર ગ્રહણની દરેક રાશિ પર રહેશે કંઈક આવી અસર – દરેક રાશિએ ચેતીને રહેવું પડશે

આ મહિનાની 5મી તારીખે ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ રાત્રીના 11 વાગીને 16 મનિટે શરૂ થશે અને ત્યાર પછીની તારીખ એટલે કે 6 જૂનની રાત્રે 2 વાગીને 32 મિનિટે પૂર્ણ થશે. 12 વાગીને 54 મિનિટ પર સંપૂર્ણ ચંદ્રગ્રહણ થશે. જ્યોતિષશાસ્ત્રની ગણતરી પ્રમાણે આ ગ્રહણ વૃશ્ચિક રાશી અને જ્યેષ્ઠ નક્ષત્રમાં થઈ રહ્યું છે. જો કે ગ્રહણની અશુભ અસર દરેક રાશિ પર પડવા જઈ રહી છે.

મેષ રાશિ

ચંદ્ર ગ્રહણના કારણે તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ જોવા મળી શકે છે. કુટુંબીજનો વચ્ચે વિવાદ પણ થઈ શકે છે. આ બધા કારણોસર તમે માનસિક તાણમાં પણ રહી શકો છો. આવી સ્થિતિમાં કોઈ પણ રીતે તમારે વિવાદથી દૂર રહેવું જોઈએ.

વૃષભ રાશિ

ગ્રહણની અસર તમારા પર નકારાત્મક રીતે પડી શકે છે. આ દરમિયાન તમારા સ્વાસ્થ્યનો પણ સારી રીતે ખ્યાલ રાખવો જરૂરી છે. ખાસ કરીને તમારા ખાવા-પીવામાં તમારે વધારે ધ્યાન આપવું જોઈએ. લગ્નજીવનમાં જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે અથવા તો તમારા તેની સાથે મતભેદ થઈ શકે છે.

મિથુન રાશિ

ગ્રહણની અસર તમારા આર્થિક જીવન પર નકારાત્મક રીતે પડી શકે છે. તેના માટે તમારે રૂપિયાની લેવડદેવડમાં સાવધાની રાખવી જરૂરી છે. આ દરમિયાન કોઈ પણ સાથે દલીલબાજીમાં પડવું નહીં અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કર્ક રાશિ

સંતાન સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે. તમારા સંતાનનું ધ્યાન રાખો. લવ લાઇફમાં પણ પરિસ્થિતિ તમારાથી વિપરીત રહેશે. આ ઉપરાંત જે જાતકો શિક્ષા ક્ષેત્ર સાતે જોડાયેલા છે તેમણે પણ સાવચેતી રાખવી જરૂરી છે.

સિંહ રાશિ

તમારે તમારા કુટુંબીજનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. ગ્રહણ તમારા કુટુંબીજનોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર નાખી શકે છે અથવા તમારા કુટુંબીજનો વચ્ચે કોઈ બાબત પર વિવાદ પણ ઉત્પન્ન થઈ શકે છે. આવિ સ્થિતિમાં તમારે તમારા મનને શાંત રાખવાનું છે અને તમારે કોઈ વિવાદમાં પડવાનું નથી.

કન્યા રાશિ

ગ્રહણની અસરથી તમારા અંગત જિવન પર અસર પડી શકે છે. આ સમયમાં વેપારમાં ભાગીદારીથી પણ તમને નુકસાન પહોંચી શકે છે. સમજી વિચારીને કોઈ પણ નિર્ણય લો અને તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

તુલા રાશિ

આ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં અડચણો આવી શકે છે. તમારા સિનિયર્સ સાથે તમારી અનબન પણ થઈ શકે છે. પરિસ્થિતિ હજુ પણ વિપરિત છે માટે તમારે તમારું મગજ ઠંડુ રાખવાનું છે અને વગર કારણે કોઈ પણ અધિકારીઓ સાથે દલીલબાજીમાં પડવું નહીં.

વૃશ્ચિક રાશિ

આ દરમિયાન તમારે માનસિક તાણનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિથી બચવા માટે ધ્યાનમાં બેસવાનું રાખો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લો. તેનાથી તમારું મન શાંત રહેશે અને મનમાં નકારાત્મક વિચારો આવવાનુ પણ બંધ થઈ જશે.

ધન રાશિ

ગ્રહણનો સમય તમારા માટે પડકારજનક રહેશે. માટે સમજી વિચારીને નિર્ણય લેવા જરૂરી છે. મનમાં સકારાત્મક વિચારોનો સંચાર ચાલુ રાખો. તેમજ મનને શાંત રાખવા ઇશ્વરનું ધ્યાન કરો.

મકર રાશિ

ગ્રહણના પ્રભાવથી તમે આર્થિક હાની થવાની શક્યતાઓ રહેલી છે. માટે તમારે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કામોમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. લગ્ન જીવનમાં જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે. જીવનસાથીનો મૂડ સારો રહે તેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.

કુંભ રાશિ

આ સમયે શત્રુ પક્ષ હાવી રહેશે. તમારા શત્રુ તમારી વિરુદ્ધ કોઈ ચાલ પણ ચાલી શકે છે. તેવી સ્થિતિમાં ખુબ જ સાવધાન રહેવાની જરૂર છે. કુટુંબીજનોના સ્વાસ્થ્યને સમસ્યા થઈ શકે છે. તેમનું ધ્યાન રાખો. સાથે સાથે તમારા પોતાના સ્વાસ્થ્ય પર પણ પૂરતું ધ્યાન આપો. કોઈ પણ પ્રકારની કમ્પીટીશનમાં ભાગ લેવાનું ટાળો.

મીન રાશિ

ગ્રહણ દરમિયાન તમારે પ્રવાસ કરતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. આ સમયે વાહન પણ તમારે ધ્યાનથી ચલાવવું જોઈએ. કારણ કે દૂર્ઘટનાના યોગ છે. વધારે જરૂરી હોય તો જ તમારે પ્રવાસ કરવો, નહીંતર પ્રવાસને ટાળી દેવો. ઘરમાં તમારા સંતાનના સ્વાસ્થ્યની પુરતી કાળજી લો.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version