આકાશમાં શનિ-ચંદ્રમા અને ગુરૂ એક જ લાઇનમાં આવતા સર્જાયું જોરદાર દ્રશ્ય, અદ્ભૂત નજારો લોકોએ ફોનમાં કર્યો કેદ

ભૂગોળની કમાલ અને કરામત બધાના પલ્લે ન પડે. જે લોકોને એનું જ્ઞાન હોય એ જ લોકો એમાં માથું મારી શકે છે, બાકીના લોકો તેમા થતાં ફેરફારો અને જોવા મળતો નજારો માત્ર માણી શકે છે અને આનંદ લઈ શકે છે. અને એમાં પણ આ વર્ષ એટલું ભારે ભરખમ રહ્યુ કે તેને કોઇ યાદ જ કરવા નથી માંગતુ, જો કે આ સમય પણ વીતી જશે. જો કે આ વર્ષ ભૌગોલિક દૃષ્ટીએ ખુબ જ મહત્વનું રહ્યુ. અવકાશમાં નજારા માણતા અને એસ્ટ્રોનોમર્સ માટે આ વર્ષ ખાસ રહ્યું. દર મહિને ખુબ જ શાનદાર નજારો જોવા મળી રહ્યો છે.

image source

મોટી વસ્તુ એ છે કે હજુ પણ આ સુંદજ નજારો જોવા મળવાનો સીલસીલો યથાવત જ છે. તો આવો જાણીએ કે આ વખતે શું જોવા મળ્યું અને ક્યા ક્યા ગ્રહોએ કમાલ કરી. 20 નવેમ્બરની રાત્રે આવો જ એક દુર્લભ નઝારો જોવા મળ્યો જેમાં ચાંદ એટલે કે ચંદ્રમાં, શનિ, બૃહસ્પતિએ ત્રિકોણ રચ્યો હતો. આવતા મહિને ફરીથી આવો જ એક નજારો જોવા મળશે. જે એટલે પણ મહત્વનો રહેશે કેમકે 20 વર્ષમાં આવો નજારો જોઈ શકાય છે. ત્યારે કંઈક આવું થશે કે આકાશમાં અંધારું થતાંની સાથે જ ચંદ્ર દેખાવા લાગશે અને થોડા સમયમાં ગુરુ અને શનિની દુર્લભ ઘટના જોવા મળશે. આ દ્રશ્ય બહુ ઓછા સમય માટે દેખાશે.

image source

જો કે સારી વાત એ છે કે, જે લોકો આ જોવાનું ચુકી ગયા છે તેમણે અફસોસ કરવો નહી ડિસેમ્બરમાં વધુ પ્રસંગો આવશે જ્યારે શનિ અને ગુરુ એક બીજાની નજીક આવશે. વધારે વિગતે વાત કરીએ તો ડિસેમ્બરમાં વધુ એક ઘટના આકાર લેશે જેમાં Saturn અને Jupiter એકબીજાની નજીક આવશે.

image source

ડિસેમ્બરમાં વધુ એક નઝારો જોવા મળશે જેને The Great Conjunction કહેવામાં આવે છે. જ્યારે ચાંદ અને કોઇ ગ્રહ સાથે celestial longitudeમાં આવે છે તેને Conjunction કહેવામાં આવે છે. Saturn અને Jupiter conjunction 19.6 વર્ષમાં એકવાર થાય છે. 1623 વર્ષ પછી 21 ડિસેમ્બરે પૃથ્વીની સૌથી નજીક આવશે.

image source

આ પહેલાં આ જ વર્ષે જુલાઈમાં આણંદ શહેરમાં લાલ અને વાદળી – સૂર્યની આસપાસ એક રહસ્યમય મેઘધનુષ્યની વીંટી દેખાતા શહેરીજનોમાં કુતુહલ સર્જાયું હતું. ૧૨.૧૦ થી બપોરે ૧૨.૪૦ ની વચ્ચે આ નજારો આકાશમાં જોવા મળ્યો હતો, જેની તસ્વીરો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી હતી. મળતા અહેવાલો મુજબ, દુર્લભ ઘટના, જેને ‘૨૨ ડિગ્રી પરિપત્ર પ્રભામંડળ ’તરીકે ઓળખવામાં આવે છે, શહેરમાં બપોરે ૧૨.૧૦ થી બપોરે ૧૨.૪૦ ની વચ્ચે જોવા મળી હતી.

image source

જોકે કુદરતી ઓપ્ટિકલ ઘટના થોડી મિનિટો સુધી જ ચાલતી હતી, તેણે સોશિયલ મીડિયાને થોડા સમય માટે મોહિત કર્યું. નિષ્ણાતોના કહેવા મુજબ સૂર્ય અથવા ચંદ્રના કિરણો સિરરસ વાદળોમાં હાજર ષટ્‌કોણ બરફના સ્ફટિકો દ્વારા ભ્રષ્ટ / પ્રતિબિંબિત થાય છે ત્યારે સૂર્યનો ૨૨ અને ક્યારેક ચંદ્રનો ૨૨ ડિગ્રી પરિપત્ર પ્રભાર છે. ૨૨ ડિગ્રી પ્રભામંડળ છેલ્લે કોલકાતા શહેરના પરામાં એપ્રિલ ૨૦૧૩ માં જોવા મળ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ