ચંદ્ર શેખર આઝાદ – આજ ના દિવસે આટલું અચૂક વાંચો !

૨૩મી જુલાઇ, ૧૯૦૬ અને સોમવાર નો દિવસ હતો. વિક્રમ સવંત ૧૯૭૩ નો શ્રાવણ માસ હતો વાત મધ્ય પ્રદેશ ના અલીરાજપુર ની છે. અલીરાજપુર એક નાનકડું રજવાડું હતુ આ રજવાડા ની હકુમત માં આવેલા એક ગામ ભાंવરા માં પંડિત સીતારામ તિવારી નો પરિવાર વસતો હતો. પંડિત સીતારામ ના પત્ની નું નામ જગરાની હતુ !

૩ મી જુલાઈ ૧૯૦૬ ના રોજ આ બ્રામણ દંપતી ના જીવન માં એક પ્રુત્ર રત્ન નો જનમ થયો . અને તેનું નામ હતું “ચંદ્ર શેખર આઝાદ”

ચંદ્રશેખર આઝાદનો જન્મ જુલાઇ ૨૩, ૧૯૦૬નાં રોજ મધ્ય પ્રદેશનાં ઝાબુઆ જિલ્લાનાં ભારવા ગામે થયેલો. તેઓ ભારતનાં એક અતી મહત્વનાં ક્રાંતિકારી હતા, તેઓને ભગતસિંહનાં માર્ગદર્શક માનવામાં આવતા હતા. તેમનું આખું નામ ‘ચંદ્રશેખર સિતારામ તિવારી’ હતું પરંતુ માતૃભૂમિની આઝાદી માટેનાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબમાં આઝાદ અને પિતાનું નામ સ્વાધીનતા જણાવ્યું હતું. ત્યારથી આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા.

? જન્મ ચંદ્ર શેખર તિવારી 23 જુલાઇ 1906 ભારવા, અલિરાજપુર, સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી

? મૃત્યુ 27 ફેબ્રુઆરી 1931 (24 વયે) અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત

? અન્ય નામો આઝાદ

? થોડુ વધારે

મોંઘા વતનનાં મોંઘા રતન ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના ભાવરા ગામમાં થયો હતો.નાનપણમાં પિતાએ ઠપકો આપતાં રિસાઇ,ઘરછોડી કાશી ગયા અને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો.

૧૯૨૧માં અસહકાર આંદોલન દરમ્યાન મુકદમો ચલાવતા જજે પૂછ્યું નામ જવાબ આઝાદ, પિતાનું નામ જવાબ સ્વાધીનતા ,ઘર જવાબ જેલ ત્યારે જજે તેમને ૧૫ કોરડા મારવાની સજા આપી દરેક કોરડા વખતે તેમણે “વંદે માતરમ” ના નારા લગાવ્યા ત્યારથી જ તેમનું નામ ચંદ્રશેખર આઝાદ પડ્યું.

સંગઠનશક્તિ તથા સાહસિક સ્વભાવને કારણે સૌના માનીતા થઇ ગયા અને વીરપુરુષોના એ નેતા બની ગયા. સરકારે તેમને પકડવા અથાગ પ્રયાસો કર્યા પણ આઝાદ ‘આઝાદ’ જ રહ્યા.

એમને પકડવા સરકારે હજારોના ઇનામો જાહેર કર્યાં હોવા છતાં,એની લાલચ ક્રાંતિદળમાં કદી કોઇને સ્પર્શી ન હતી.ક્રાંતિકારીઓના તાકાત ધીમે ધીમે તૂટવા લાગી હતી.

એક દિવસ અલ્હાબાદના એક બાગમાં પોલીસોએ તેમને ઘેરી લીધા. તેમણે ત્રણ-ચાર પોલીસોને ઘાયલ કર્યા,પરંતુ લાગ્યું કે હવે અહીંથી છટકાશે નહીં એટલે છેલ્લી ગોળી પોતાના જ લમણામાં ઝીંકી ચિરશાંતિની ગોદમાં પોઢી ગયા.

એ દિવસ હતો ઇ.સ.1931 ના ફેબ્રુઆરી માસની 27મી તારીખનો.

ચંદ્રશેખરનું જીવન એટલે જવામર્દી અને ઝિંદાદિલીના જવલંત કથા.

“દુશ્મન કી ગોલિયોં કા હમ સામના કરેંગે,આઝાદ હી રહે હૈ,આઝાદ હી રહેંગે.”

આગળ વધવાની જેને તમન્ના છે તેને આ દુનિયા માં કોઈ જ રોકી શકતું નથી ….. પહાડો ના કારણે નદીઓ નો પ્રવાહ ક્યારેય રોકાતો નથી .

~ ચંદ્રશેખર આઝાદ

? એક ખાસ વાત કાનજીભાઇની કલમે

કોઈ જો મને પૂછે કે “વ્યક્તીચીત્રોમાં(real life person’s potrait/figur) મેં સૌથી વધુ કોના ચિત્રો બનાવ્યા?”(જો કે કોઈ આવું પૂછે એવી કોઈ ધાડ નથી મારી હજુ 😉 .)

હા, તો મારો જવાબ હોય કે “આઝાદ, ચંદ્રશેખર આઝાદ.”

પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં એક પાઠ આવતો,”નિડર આઝાદ.”. આઝાદના બાળપણનો કોર્ટ અને પંદર કોરડાવાળો પ્રસંગ, જે ઘટના પછી તેઓ “આઝાદ’થી ઓળખાયા..

એ પાઠની છાપ એટલી જોરદાર હતી કે એ પાઠમાં રહેલું કોર્ટના કઠેરામાં ઉભેલા હોય એવું એનું ચિત્ર અને અમારા ક્લાસરૂમની દીવાલ પર એનો ફોટો કે જેમાં હાથમાં રિવોલ્વર લઈને મુછને તાવ દેતા આઝાદ. આ બેઉ પોઝ મેં અઢળક વાર ડ્રો કર્યા છે…

આઝાદના બાળપણની નીડરતા, પંદર કોર્ડની સજા વખતે દરેક કોરડે વંદે માતરમનો નારો, કાકોરી લુંટ , જીવતો ક્યારેય અંગ્રેજોના હાથમાં પકડાઈશ નહિ એવી પ્રતિજ્ઞા, અને જયારે લાગ્યું કે જીવતો પકડાઈશ ત્યારે જાતે લમણે ગોળી ધરબી દેવી…આ બધી બાબતો ને લીધે આઝાદ એ એક એવા ક્રાંતિકારી હતા કે એ સમયે એમણે મારા બાળમાનસમાં કોઈ હીરો કે સુપરહીરો જેવી છાપ જમાવેલી,જે આજે ય એટલી જ મજબુત અને આદરને પાત્ર છે…

બંને રાષ્ટ્રીય દિવસોમાં ધ્વજવંદન પછી જયારે સાહેબ નારા લગાવડાવતા ત્યારે જયારે એમ બોલે “ચંદ્રશેખર આઝાદ…” ત્યારે કૈક વધુ જ અને અનેરા જ જોશથી બોલી જવાતું,”અમર રહે ..”

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :– Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી