આજે મહા સુદ પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે, તો વાંચો સંપૂર્ણ માહિતી

આમ જોવા જઈએ તો હિંદુધર્મ મૂજબ ગ્રહણને શુભ માનવામાં નથી આવતું. ગ્રહણના દિવસે કોઈપણ શુભ કાર્ય કરવામાં નથી આવતું. કાં, તો ગ્રહણ અમાસના દિવસે આવે છે અથવા તો પૂનમના દિવસે આવતું હોય છે. આમાંસના દિવસે આવતું ગ્રહણ સૂર્ય ગ્રહણ હોય છે ને પૂનમના દિવસે આવતું ગ્રહણ ચંદ્ર ગ્રહણ હોય છે. તો ચાલો આજે સાંજે પૂનમ હોવાથી ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે  તો એના વિષે થોડા માહિતગાર થઈએ.

ચંદ્રગ્રહણ :

પૃથ્વી જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી એટલે આપણને ચંદ્ર દેખાતો બંધ થઇ જાય છે. આમ તો આપણે એકમથી પૂનમ સુધી ચંદ્રને ધીમે ધીમે મોટો થતો જોઇએ છીએ તે પણ પૃથ્વીનો પડછાયો જ છે. પરંતુ પૂનમને દિવસે ચંદ્ર ઢંકાઇ જાય તેને ચંદ્ર ગ્રહણ કહે છે એટલે ચંદ્રગ્રહણ પૂનમને દિવસે જ થાય છે.

આજે મહા સુદ પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. જે સંપૂર્ણ ભારતમાં દેખાશે. આજના દિવસે ચંદ્રનો ઉદય સમયે એટલે કે, ૬:૨૫ કલાકે ચંદ્ર એ ચંદ્રગ્રહણથી સંપૂર્ણ ઢકાયેલો રહેશે. તેમજ આ ગ્રહણનો સામાન્ય વેધ આજ સવારનાં સાત કલાકથી જ શરુ થશે અને ગ્રહણનો મોક્ષનો સમય રાત્રે ૮: ૪૨ સમયે થશે. જેની નોંધ લેવી.

આમ તો, આપણા હિંદુ શાસ્ત્ર પ્રમાણે ગ્રહણને પાળવાનું હોય છે. મોટેભાગે મંદિરોમા ગ્રહણો પાળવામાં આવે છે. જેનાથી તમામ મંદિરોમાં પણ સમય મુજબ દર્શન અને આરતીના સમયમાં ફેરફારો કરવામાં આવતા હોય છે.

મોટાભાગના મંદિરો ગ્રહણનો વેધ લાગશે ત્યારથી તે ગ્રહણ સમાપ્તિ સુધી બંધ રહેતા હોય છે. ત્યારબાદ મંદિરના ગર્ભ ગૃહની પૂજા કરવામાં આવતી હોય છે અને પછી જ લોકોના દર્શનાર્થે મંદિરના દ્વાર ખોલવામાં આવતા હોય છે.

ગ્રહણ સમાપ્ત થયે ધર્મ અનુસાર નદીકિનારે અથવા ઘરે સ્નાન કરવું ફરજયાત હોય છે. તેમજ ગર્ભવતી સ્ત્રીએ ગ્રહણ પાળવું ફરજયાત છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ખગ્રાસ ચંદ્રગ્રહણની અસર જે તે રાશિઓ પર પણ પડતી હોય છે. રાશી ફલાદેશની અસર વ્યક્તિના જન્મ આધારિત કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જે હોય એ મુજબ દરેક વ્યક્તિઓની અલગ અલગ હોય છે.

આ ગ્રહણ કર્ક રાશિમાં થવાનું હોવાથી ચંદ્રનું સ્થાન કર્ક રાશિમાં જ રાહુ સાથે સ્થિત છે તેમજ તુલા રાશિમાં ગુરુ ચોથા સ્થાનમાં બિરાજમાન હોવાથી સારો યોગ બને છે. માટે કોઈ ખરાબ અસર થશે એવું જોવા મળતું નથી.
તેમ છતાં ગ્રહણ સમયે જો પૂજા પાઠ કરવામાં આવે તો શુભ ફળમાં ઓર વધારો થઇ શકે છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

રોજ રોજ તિથી ત્યોહારોનું ધાર્મિક મહત્વ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી