ચાંદીના દાગીના કાળા પડી ગયા છે? તો ફોલો કરો આ ટિપ્સ…

ચાંદીના વાસણ અને ઘરેણાંને પેહલા જેવાજ ચમકતા કરવા માટે ઓછા ખર્ચમાં ઘરે જ ચમકાવી શકાય છે ચાલો જાણીએ કેવી રીતે?…

image source

તહેવારોમાં કે પ્રસંગોમાં આજકાલ ચાંદીનું ચલણ ખૂબ વધી રહ્યું છે. ત્યારે ચાંદીના વાસણોનો પૂજામાં ઉપયોગ વધી રહ્યો તો આ વાસણોને સાફ રાખવા માટે લોકોને ખૂબ મહેનત કરવી પડે છે. અથવા જો બહાર સાફ કરવા આપવામાં આવે તો ખૂબ ખર્ચાળ રહે છે. તો આ સમસ્યાનું સમાધાન આપણા જ ઘરમાં મળી રહેતી કેટલીક વસ્તીઓ છે જેનાથી ચાંદીના વાસણ કે ઘરેણાં પેહલાની જેમજ ચમકવા લાગે છે.

આ ઘરગથ્થુ ઉપાયોને નીચે મુજબ અજમાવી શકાય છે.:

ટૂથપાઉડર કે ટૂથપેસ્ટ:

image source

ટૂથ પાઉડરથી ચાંદીની ચમક પાછી લાવવા માટે સૌપ્રથમ ટૂથ પાઉડરમાં પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચાંદીના વાસણ કે ઘરેણાં પર ઘસવી જેથી ચાંદીની ચમક પાછી આવી જશે.

લીંબુ અને મીઠું:

image source

સૌપ્રથમ લીંબુ અને મીઠુંનું મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણમાં ચાંદીના વાસણ અને ઘરેણાંને આખીરાત પલાળી રાખવા. ત્યારબાદ આ ચાંદીના વાસણો અને ઘરેણાંને સવારે સાફ કરી નાખવા.

ટોમેટો કેચઅપ:

image source

ટોમેટો કેચઅપમાં રહેલી ખટાશ ચાંદીની કાળાશને દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ માટે ટોમેટો કેચઅપને ચાંદીના વાસણ ક ઘરેણાં પર લગાવીને થોડીક વાર લગભગ ૧૦ મિનિટ મૂકી રાખવા. ૧૦ મિનિટ પછી તેને ચોખ્ખા કપડાંથી સાફ કરવું. ત્યારબાદ તેને ધોઈ નાખવા. આમ ટોમેટો કેચઅપથી પણ ચાંદીના વાસણ અને ઘરેણાંને ચમકાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ