ચંદનનો આ પ્રયોગ બનાવી શકે છે તમને કરોડપતિ ……….!!

ચંદનનાં આ પ્રયોગ સુતેલું ભાગ્ય જગાડી શકે છે હિંદુ પૂજા પધ્ધતિની એક મહત્વપૂર્ણ વસ્તુ છે ચંદન. ચંદન ભગવાનને તો લગાવવામાં આવે જ છે ભક્ત પણ પોતાના કપાળ પર ચંદન લગાવવું સૌભાગ્ય માને છે. વૈષ્ણવ હોય કે શૈવ સંપ્રદાય બધા સમાન રૂપથી ચંદનનો પ્રયોગ કરે છે. પૂજન સાથે આ સૌંદર્ય પ્રસાધનોમાં પણ ખૂબ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ છે, પરંતુ શું તમે જાણો છો શાસ્ત્રોમાં ચંદનનાં અમુક એ વા પ્રયોગ જણવવામાં આવ્યા છે, જે તમારા જીવનને ખુશીઓથી ભરી શકે છે.

ચાલો આજ ચંદનનાં શાસ્ત્રીય પ્રયોગો વિશે જાણીએ , જેને અજમાવીને તમે પણ પોતાની સુતેલી કિસ્મતને જગાડી શકો છો…

આ છે ચંદનનાં પ્રયોગ ચંદનમાં સમસ્ત પ્રકારનાં વાસ્તુદોષ દૂર કરવાની અદભૂત ક્ષમતા હોય છે. જો ઘરની સીમાની અંદર ચંદનનું વૃક્ષ લાગેલું છે તો ત્યાં કોઈપણ પ્રકારનાં વાસ્તુદોષ નથી રહેતા. પરિવારમાં વધારે રોગ પણ નથી આવતા.
જો ચંદનનું ઝાડ નથી લગાવી શકતા તો ચંદનનો પાઉડર, અશ્વગંધા અને ગૌખરુનાં ચૂર્ણમાં કપૂર મેળવીને ૪૦ દિવસ સુધી હવન કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

આર્થિક મુશ્કેલીઓથી છૂટકારો મળે છે ઘરની પશ્ચિમ કે દક્ષિણ દિશામાં ચંદનનું ઝાડ વાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. વારે-વારે ધનહાનિ થઈ રહી છે, વેપારમાં સતત નુક્સાન થઈ રહ્યું હોય કે આર્થિક મુશ્કેલી બનેલી રહે છે તો ગુરુ પુષ્ય નક્ષત્રનાં એક દિવસ પહેલા ચંદનનાં ઝાડનાં મૂળ પર અક્ષત (ચોખા), જળ અર્પિત કરો અને ધૂપ-દિવા કરીને આમંત્રણ આપી આવો. બીજા દિવસે એ ટલે કે ગુરુ પુષ્ય નક્ષત્રનાં દિવસે તે ઝાડનું એ ક નાનકડું લાકડું લાવીને એ ક લાલ કપડામાં બાંધીને ઘરનાં મુખ્ય દ્વારની વચ્ચે ટાંગી દો. તેનાથી આર્થિક પરિસ્થિતિમાં ઝડપથી સુધારો આવવા લાગશે.

ચંદનનું તિલક કપાળ પર દરરોજ ચંદનનું તિલક લગાવવાથી સુતેલું ભાગ્ય જાગી જાય છે. ચંદનમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવ્યો છે. દરરોજ ચંદનનું તિલક કરવાથી સમસ્ત સુખોની પ્રાપ્તિા થાય છે. આકર્ષણ પ્રભાવ વધારવા માટે પણ ચંદનનો પ્રયોગ કરવામાં આવે છે. ચંદનમાં ગોરોચન અને કેસર મેળવીને કપાળની વચ્ચે તિલક લગાવો. જે વ્યકિતની સામે જશો તે તમારા વશીભૂત થઈ જશે.

વૈવાહિક જીવનમાં આવી રહેલી સમસ્યા કે યૌન દુર્બળતાને પણ ચંદનથી દૂર કરવામાં આવી શકે છે. સિધ્ધિ જલ્દી મળે છેકોઇ શુભ મુહુર્તમાં ચંદનનું મૂળ લાવીને તેને ગંગાજળથી ધોઈને શુધ્ધ કરી લો. તેને ફટકડીનાં નાનકડા ટુકડા સાથે કમર પર બાંધવાથી સંભોગ ક્રિયાનો સમય વધારી શકાય છે. ચંદનનાં ઝાડની છાલને લાલ રેશમી કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ધન સંપદા જળવાઈ રહે છે.ચંદનથી બનેલા મણકાની માળાથી જાપ કરવાથી મંત્ર સિદ્ધિ જલ્દી થઈ જાય છે. ચંદનની માળા ગળાનાં ધારણ કરી રાખવાથી મન શાંત રહે છે. નિર્ણય ક્ષમતા મજબૂત થાય છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ