ચાણક્ય વચન – પ્રેમમાં આ ૪ પ્રકારનાં પુરુષો ક્યારેય અસફળ નથી રહેતા…અરીસા જેવું સત્ય !!!

ચાણક્ય વચન – પ્રેમમાં આ ૪ પ્રકારનાં પુરુષો ક્યારેય અસફળ નથી રહેતા…અરીસા જેવું સત્ય !!!

આજકાલ બ્રેકઅપનો સિલસિલો ખુબ જ કૉમન થઈ ગયો છે. અત્યારની જનરેશન માટે પ્રેમ કરવો અને સહેલાઈથી બ્રેકઅપ કરી લેવું કંઈ નવાઈની વાત નથી. તમે પણ તમારી આજુબાજુ અથવા ફ્રૅન્ડ સર્કલમાં કોઈને કોઈ તો એવું જરુર હશે જેણે એક કરતા વધારે બ્રેકઅપ કર્યું હશે. લોકો માટે પ્રેમ, લગ્ન અને સાત જન્મ સાથે જીવવાની આ બધી ભાવનાઓ મજાક બની ગઈ છે.

તમે અવાર-નવાર જોતા હશો અથવા સાંભળ્યું હશે કે અમુક જ દિવાસો, મહિનાઓ અથવા થોડાંક જ વર્ષોમાં દંપતી છૂટાં પડી જતા હોય છે. અત્યારે લોકોને રીલેશનશિપમાં કોઈ પણ પ્રકારની કમિટમેંટ અથવા સમર્પણ નથી જોઈતું. આ કારણોથી કોઈ પણ સંબંધ વધારે સમય ટકતા નથી.

આવું થવાની પાછળનું કારણ શું હોઈ શકે છે એ તમે કદી વિચાર્યું છે ? એક પુરાણી કહેવત છે કે પ્રેમમાં માણસ આંધળો થઈ જાય છે. તે સમયે તેને સાચી કે ખોટી વાતોનું ભાન નથી રહેતું. પ્રેમમાં ડૂબીને લગ્ન કરવાનો નિર્ણય લઈ લે છે, પરંતુ તે શર્તો અને જરુરતોને ભુલી જાય છે જે લગ્નમાં અત્યંત આવશ્યક હોય છે.

આ વિષય અંગે આચર્ય ચાણક્યએ એવી વાતોનું વર્ણન કર્યું હતું જે સંબંધોને તૂટવાથી બચાવે છે. આચાર્ય ચાણક્ય દ્વારા એવા ચાર પુરુષોનું વર્ણન કરાયું છે અને તેમનાં વિશે એવી વિશેષ્તાઓ જણાવી છે જેનાથી લગ્ન ગ્રંથી હંમેશાં સફલ રહે છે. આવો તો આગળ જાણીએ આ પુરુષો વિશે…..

૧. સ્ત્રીઓને સમ્માન આપનાર

હાલનાં સમયમાં એવી પુરુષોની સંખ્યા ઓછી છે જેઓ સ્ત્રીઓની લાગણીઓને સમજીને તેઓનું સમ્માન કરે. ભલે તે તેમની પત્ની હોય કે પ્રેમિકા, જો તે તેમને સમ્માન આપે છે, તેમના મહત્વને સમજે છે તો તેમનાં સંબંધમાં ક્યારેય તિરાડ નથી પડતી. સ્ત્રીઓને એવાં પુરુષો વધારે આકર્ષિત કરે છે જે તેમને આદરભાવથી રાખે છે.

૨. પારકી સ્ત્રીને સ્પર્શ ન કરવું

હવે આ વાત તો સમજવા જેવી છે કે જો કોઈ પુરુષમાં આ ગુણ છે તો તે સર્વોપરી છે. જે પુરુષ પોતાની પત્ની કે પ્રેમિકા સિવાય અન્ય કોઈ પણ સ્ત્રીને તે વાસનાની નજરોથી નથી જોતો, પારકી સ્ત્રીથી આકર્ષિત નથી થતો તે પોતાનાં સંબંધને બચાવવા માટે થતાં દરેક શક્ય પ્રયાસ કરતો હોય છે.આ કારણ્થી તેનું રીલેશન ક્યારે પણ તૂટતૂં નથી.

૩. સુરક્ષાની ભાવના

જો પતિ અથવા પ્રેમિ પોતાની સાથીદારને સુરક્ષાનો અહેસાસ અપાવે છે પ્રેમ અને હુંફનું વાતાવરણ આપે છે તેઓ ક્યારેય પ્રેમમાં હારતા નથી. એવું માનવામાં આવે છે કે દરેક સ્ત્રી પોતાનાં પતિમાં પિતાની પડછાઈ જોતી હોય છે, જો તમે તેમની સાથે સુરક્ષાત્મક વ્યવહાર કરો છો તો તેઓ તમારી સાથે એકદમ નિશ્ચિંત થઈને રહે છે. જેવો વિશ્વાસ તે પોતાનાં પિતા ઉપર રાખે છે તેવો જ વિશ્વાસ તે તમારી ઉપર રાખીને રહેશે. જેનાં લીધે તમારી વચ્ચે પણ તકરાર નહીં થાય અને તમે બંને તમારા સંબંધને પ્રેમથી સાચવીને રાખશો.

૪. શારીરિક સુખ

વિવાહિત સંબંધોમાં શારીરિક સુખ અને સંતુષ્ટિ પણ જરુરી હોય છે. જે પુરુષ પોતાની પત્નીને ભૌતિક અને ભાવનાત્મક સુખની સાથે સાથે શારીરિક સુખ અને સંતુષ્ટિ પ્રદાન કરે છે, તો તેમની પત્ની તેમનાંથી હંમેશાં પ્રસન્ન રહે છે.

જો તમારામાં પણ આ ચાર ખૂબીઓ છે અથવા તમારો સમાવેશ આ પ્રકારનાં પુરુષોમાં થાય છે તો તમે પ્રેમનાં પ્રકરણમાં ક્યારેય ફેલ નહીં થાઓ. ચાણક્ય દ્વારા આ પ્રકારનાં પુરુષો માટે ખાસ નિર્દેશ આપવામાં આવ્યાં છે. આ નિર્દેશો તેમની સંભોગની પ્રવૃતિ સાથે સંબંધિત છે. આવો તો તેનાં વિશે થોડુંક વિસ્તારમાં જાણીએ.

૧. સ્ત્રી પ્રત્યે મોહ :

જે પુરુષ સ્ત્રી પ્રત્યે મોહ રાખે છે, જે બધા સમયે સંભોગ વિશે વિચારે છે તેને ક્યારે પણ મોક્ષ અથવા માનસિક શાંતિ મળતી નથી. આવી વ્યક્તિ નથી ધર્મની રહેતી કે કર્મની રહેતી.

૨. સંભોગ :

આચાર્ય ચાણક્યની અનુસાર જે પુરુષ વધારે સંભોગ કરે છે તે જલદ્દી ઘરડો થઈ જાય છે. આ જ રીતે જો કોઈ સ્ત્રીને ઉચિત સમયે જો શારીરિક સુખ નથી મળતું તો તેનામાં પણ સમય કરતાં પહેલાં વૃદ્ધાવસ્થા જોવા મળે છે.

૩. નીચા તબક્કા વાળી સ્ત્રી :

ચાણક્યનું કહેવું હતું કે જો પુરુષ પોતાનાથી નીચાં તબક્કા વાળી સ્ત્રી સાથે સંબંધ બનાવે છે તો તે પોતે પણ નીચલા તબક્કામાં આવી જાય છે. પોતાની દાસી સાથે સંભોગ કરવું એ સ્વયં દાસ બનવાની બરાબર છે.

૪. પારકી સ્ત્રી :

ચાણક્યની અનુસાર જે પુરુષ પારકી સ્ત્રી સાથે સંભોગ કરે છે તો જાતે જ પોતાનો અને પોતાનાં કુલનો નાશ કરે છે.

૫. નબળાઈ :

પુરુષોએ પોતાની નબળાઈ અંગે કોઈની પણ સામે ઉજાગર કરવી ન જોઈએ. ભલે તે તમારા ખાસ મિત્ર હોય કે પછી પત્ની, કોઈને પણ પોતાની કમજોરી વિશે જણાવવું નહીં. કોણ ક્યારે તમારી કમજોરીનો ફાયદો ઉઠાવી જાય છે તેની કોઈને પણ ખબર નથી હોતી.

સંકલન : જ્યોતિ નૈનાણી

મિત્રો, આજ ના કાળ માં પણ આચાર્ય ચાણક્ય ની આ વાતો એટલી લાગુ પડે છે જે જુના કાળ માં હતી…તમારા મંતવ્યો આવકાર્ય !!

ટીપ્પણી