ચાણક્ય નીતિ કહે છે, દુનિયામાં માત્ર ચાર બાબતો જ શ્રેષ્ઠ અને અમૂલ્ય છે બાકી બધું જ નકામું છે…

આચાર્ય ચાણ્યક્યની કહેલી વાતો આજે પણ આટલી સદીઓ પછી પણ એટલી જ સત્યની નજીક હોય છે. આચાર્ય ચાણ્યક્યએ જે પણ નીતિઓ વિશે કહ્યું છે તે દરેક બાબતો જો આજે પણ ધ્યાન દઈને સમજવામાં આવે અને તેની પર યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો તે દરેક વ્યક્તિનું કલ્યાણ થઈ શકે છે. આજના યુગમાં લોકોને વધુમાં વધુ ધનની કમાણી અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા પાછળ જ જિંદગી વીતી જાય છે. કોઈને અખૂટ સંપત્તિની લાલસા છે, તો કોઈને અઢળક વૈભવ અને માન – સન્માનની જીજિવીષા હોય છે. તો કોઈ ભાગદોડ ભરેલી દુનિયામાં બધું જ ત્યજીને મોક્ષની કામના કરે છે. દરેકની પોતાની મહેચ્છાઓ હોય છે.


આચાર્ય ચાણક્યએ તેમની નીતિ અર્થે તેમણે એક મહત્વની વાત કહી છે. તેમણે ચાર બાબતો વિશે જણ્યાવ્યું છે. આ ચાર બાબતોની સામે દુનિયાની તમામ વાતો ફિક્કી પડી જશે. આવો જાણીએ કે એવી કઈ ચાર બહુમૂલી બાબતો છે જેને ચાણક્યએ આટલું મહત્વ આપ્યું છે.

દુનિયામાં દાનથી મોટી કોઈ ચીજ નથી


આચાર્ય ચાણ્યક્યએ કહ્યું છે કે આ દુનિયામાં દાનથી મોટી કોઈ બાબત નથી. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપીને મદદ કરવું એ સૌથી મોટું પૂણ્યની વાત છે. એમાં પણ કોઈને જમવાનું અને પાણી આપવાનું દાન કરવું જોઈએ. અનાજ – ખોરાક અને પાણીનું દાન એ મહાદાન છે. તેનાથી કોઈના પણ જીવને તૃપ્ત કરવું એ ખૂબ જ મહત્વનું છે.

બીજી કિંમતી વાત છે, અગિયારસની તિથિ


ચાણક્યનીતિમાં હિન્દુ કેલેન્ડરની તિથિ મુજબ અગિયારસની તિથિનું ખૂબ જ મહત્વ ગણવામાં આવ્યું છે. કહેવાય છે કે આ સૌથી પવિત્ર તિથિ છે. અગિયારસની તિથિને ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. તે તિથિ વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય છે. તેથી આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાનની કૃપા બની રહે છે.

સૌથી શક્તિશાળી મંત્ર


આચાર્ય ચાણક્યના હિસાબે સૌથી શક્તિશાળી મંત્ર છે ગાયત્રી મંત્ર. વેદો પુરાણોમાંથી સૌથી મહત્વનો મંત્ર છે. ઋગ્વેદ, યજૂર્વેદ, અથર્વેદ, સામવેદ એમ ચારેય વેદોની ઉત્પત્તિ ગાયત્રી માતા દ્વારા થયો છે. તેથી જ તેમને વેદમાતા કહેવાય છે. ગાયત્રી મંત્રમાં રહેલા દરેક શબ્દોનો અર્થની સાથે શક્તિના સંચાર થતો જાણી શકાશે. ગાયત્રી માતાના આ મંત્રના અનુષ્ઠાન કરવાથી મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્યનારાયણનું તેજ ગાયત્રી મંત્રના જાપ કરવાથી પ્રાપ્ત થાય છે. તેથી આ મંત્રથી બીજો શ્રેષ્ઠ મંત્ર કોઈ નથી.

માથી મોટું બીજું કોઈ નથી…


આપણાં જીવનની જન્મદાતા આપણી માથી શ્રેષ્ઠ બીજું કોઈ વ્યક્તિ ન હોઈ શકે. આચાર્ય ચાણક્યના અનુસાર ધરતી ઉપર જો કોઈ વ્યક્તિ કોઈ હોય તો તે છે માતા. દુનિયામાં જો કોઈ ઉત્તમ તિર્થ હોય, ઉદાર દેવતા અને સૌથી ગુણવંતા ગુરુ હોય તો તે છે આપણી પોતાની માતા. જે કોઈ સંતાન તેમના માતા – પિતાની મનથી સેવા કરે છે તેમણે અન્ય કોઈ જ ભક્તિ કરવાની જરૂર જ નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ