ચાણક્યના કહેલા આ ચાર નાના કામ કરશો તો ક્યારેય નહિ આવે દરિદ્રતા

જો જીવન માં ક્યારેય હાથ લાંબો ન કરવો હોય તો જરૂર વાંચજો

ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી હતા. દુનિયા નું પહેલું અર્થશાસ્ત્ર ચાણક્ય એ લખ્યું હતું જે કૌટિલ્ય અર્થશાસ્ત્ર ના નામે ઓળખાય છે અને આજે પણ મહાન વિશ્વ વિદ્યાલયો મેં તે ભણાવા માં આવે છે. ચાણક્ય ફક્ત અર્થશાસ્ત્ર જ નહીં રાજનીતિ તથા જીવન જીવવા ની કલા ના પણ મહારથી હતા. એમને એક રાજા થી બદલો લેવા ચંદુ નામના સામાન્ય છોકરા ને મહાન રાજા બનાવી દીધો હતો. જેને આપણે ચંદ્રગુપ્ત મૌર્ય ના નામ થી ઓળખીયે છે. ચાણક્યનીતિ માં એવા ઘણા રત્નો છે જે સામાન્યજન માટે પણ આશીર્વાદરૂપ થઇ શકે. એમાં ની આ ચાર વાતો સામાન્ય લોકો માટે કહી છે જેનું પાલન કરવા થી માણસ ને કોઈ દિવસ દરિદ્રતા નથી આવતી.

​ ચાણક્યનીતિ ની આ ચાર આદેશ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ને કરશે સમતોલ

આ નાની લાગતી વસ્તુઓ માં ચાણક્ય એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ને વણી લીધો છે, અને આ બધું જ જો સમતોલ હોય તો જ વ્યક્તિ ખરા અર્થ માં ધનવાન છે. એટલે કે આમાંથી કોઈ એક વસ્તુ પણ જો ખૂટતી હોય તો વ્યક્તિ દરિદ્ર છે.

1. ઇષ્ટદેવ ની પૂજા
દરરોજ સવારે ઇષ્ટદેવ ને માળા પહેરાવવી, જે ભગવાન ની પૂજા કરતા હો તેને પોતાના હાથ થી ચંદન ઘસી ને તિલક કરવું તથા પોતાના મસ્તક પર પણ તે જ ચંદન નું તિલક કરી અને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરવી.
(આમ ઇષ્ટદેવ ને નહીં ભૂલવા થી તમારા સર્વ કર્યો સફળ થશે તથા દૈવ જાગૃત થશે. ચંદન નું તિલક કરવા થી બુદ્ધિ સ્થિર રહે છે તથા તેની સુગંધ થી સદવિચારો નો પ્રવાહ મન માં વહેવા લાગે છે. મન હકારાત્મક તથા હર્ષોલાસ માં રહે છે.)

2. આવક નો વિસામો ભાગ બચાવવો

દરરોજ ની આવક માંથી ઓછા માં ઓછો વીસમો ભાગ બચત કરવો. વધારે આવક હોય તો બીજો ભાગ એટલે કે અડધો ભાગ બચત કરવો અને બાકી નું દાન કરવું.
(એટલે કે તમે દરરોજ 500 રૂપિયા કમાતા હો તો તેનો વિસમો ભાગ 25 રૂપિયા દરરોજ બચત કરવી)

3. અન્ન કે વસ્ત્ર દાન

દરરોજ કુતરા ને, કે ગાય ને અથવા પક્ષી ને અન્નદાન કરવું. અથવા જુના વસ્ત્રો નું કોઈ જરુરીયાતમંદ વ્યક્તિ ને દાન કરવું. કમસેકમ અન્ન ના 4 દાણા પણ દાન કરવા પરંતુ દાન વગર કોઈ દિવસ પૂરો ન થવા દેવો.
(દાન કરેલું હંમેશા વિસ ગણું થઇ ને પાછું આવે છે એવું આપણા શાસ્ત્રો કહે છે, એટલે આ સામાજિક કાર્ય પણ છે અને આપણા વૈભવ માં પણ વૃદ્ધિ કરનારું છે)

4.ઓછા માં ઓછું એક કાર્ય એવું કરવું કે પરિવાર ના લોકો પ્રસન્ન થાય

દરરોજ કઈ પણ એજ કાર્ય એવું તો કરવું જ કે જેના થી ઘર પરિવાર ના લોકો ખુશ થાય.
(એટલે કે દરરોજ પરિવાર ના લોકો ગમતું ભોજન, કે કોઈ અન્ય પ્રિય વસ્તુ લાવી આપવી, અથવા કોઈ કાર્ય માં મદદ કરવી અથવા તેમને ગમતા વસ્ત્રો પહેરવા. આમ જ્યાં સંપ અને પ્રેમ હોય ત્યાં ક્યારેય ગરીબી નથી આવતી)
આમ આ 4 નાના કાર્ય કરવાથી જીવન માં સાચી સમતુલા આવશે અને ક્યારેય દરિદ્રતા નહિ આવે.

લેખક : આનંદ ઠક્કર 

 

ટીપ્પણી