જલ્સા કરોને જેંતીલાલ

ચાણક્ય નીતિ: માણસને હમેંશા આ ત્રણ ચીજોથી રહવું જોઈએ સંતુષ્ટ…

ચાણક્ય નીતિ: માણસને હમેંશા આ ત્રણ ચીજોથી રહવું જોઈએ સંતુષ્ટ, દરેક પુરુષ માટે જરૂરી માહિતી, માણસની ઈચ્છાઓ લિમિટલેસ હોઈ છે પરંતુ જો માણસ આ ત્રણ ચીજોથી સંતુષ્ટ કરવાનું શિખી લીધું તો જિંદગી જન્નત બની જશે, જાણો તેના વિશે.

એવું માનવામાં આવે છે કે લગ્ન બાદ છોકરીઓનું આખું જીવન બદલાય જાય છે પરંતુ ફક્ત છોકરીઓનું બદલાય છે એ કહેવું ખોટું થશે. કારણ કે છોકરાઓનું જીવન પણ પૂરી રીતે બદલી જાય છે. તેમના જીવનમાં પોતાના મનથી કાંઈપણ નથી થતું. લગ્ન બાદ છોકરાનાં ખભ્ભા પર અનેક બીજી જવાબદારીઓ આવી જાય છે જેમાં પોતાની પત્નીનો ખ્યાલ રાખવો અને તેની દરેક જરૂરત પૂરી કરવી. આ બધા સિવાય જ્યારે તેમનો પરિવાર વધે છે તો તેની આગળ શું થવાનું હોઈ છે તે બધું છોકરીઓને જ પ્લાન કરવાનું હોઈ છે. પરંતુ આ દરમિયાન જો કોઈ માણસનું ધ્યાન આડુંઅવડું ભટકી જાય છે તો ખૂબ મુશ્કેલીઓ થાય છે. એટલે માણસે હમેંશા આ ત્રણ ચીજોથી કરવું જોઈએ સંતુષ્ટ, ચાણક્ય નીતિમાં કરવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ.

ચાણક્ય નીતિમાં ઘણીબધી વાતો જણાવવામાં આવી છે જેમાં પતિ પત્ની ઉપર અલગથી અમુક દુહા લખવામાં આવ્યા છે. જો પતિ પત્ની તેને પોતાના જીવનમાં ઉતારી લે તો કદાચ એમનું જીવન સ્વર્ગથી પણ સુંદર બની જાય. ચાણક્યનાં દુહામાં સમજી શકાય છે કે કઈ ત્રણ વસ્તુથી માણસે સંતોષ માનવો જોઈએ. કઈ ચીજોથી ક્યારેય પણ સંતુષ્ટ ન થવું જોઈએ. ચાણક્યનાં એક દુહાથીં સમજી શકાય છે કે કઈ ચીજોથી સંતોષ રાખવો જોઈએ અને કઈ ચીજોથી નહિ

તીન ઠૌર સંતોષ કર, તિય ભોજન ધન માહિં।

દાનન મેં અધ્યયન મેં, જપ મેં કીજૈ નાહિં॥

પોતાની સ્ત્રી (પત્ની)

દરેક વ્યકિત એ પોતાની પત્નીથી જ સંતુષ્ટ રહેવું જોઈએ અને તેને જ પોતાનો બધો પ્રેમ આપવો જોઈએ. જો તે કોઈપણ બીજી સ્ત્રીની પાછળ જાય છે તો તે બરબાદ તો થાય જ છે અને સબંધ પણ તૂટી જાય છે. એટલે બીજી સ્ત્રીઓ પાછળ ન ભાગવું જોઈએ. બીજી સ્ત્રીઓ પર ધ્યાન દેનાર વ્યકિતની પત્ની હમેંશા તેનાથી નારાજ રહે છે. એટલે પોતાના વૈવાહિક જીવનને સુખી બનાવી રાખવા માટે વ્યકિત એ પોતાની પત્નીથી સંતુષ્ટ રહેવું જોઈએ.

ભોજન

આપણને જે ભોજન ઘરમાં મળે, તેનાથી સંતુષ્ટ રહેવું જોઈએ, ક્યારેય બીજાની થાળીમાં જોવાથી તમારે ભૂખ્યા જ રહેવું પડી શકે છે. ઘરનુ ભોજન છોડી બહારનાં ભોજન પર મન રાખતો વ્યકિત જલ્દી બિમારીઓથી ઘેરાઈ જાય છે. તે હમેંશા પોતાનું નુક્સાન જ કરે છે. એવો માણસ ફક્ત સ્વાદનાં ચક્કરમાં પોતાના સ્વાસ્થયથી સમજોતા કરે છે અને ઘણી બિમારીઓનો શિકાર બની જાય છે.

ધન

માણસની જેટલી આવક હોઈ છે એમાં જ સંતોષ રાખવો જોઈએ. વધારે ધન કે બીજાનાં ધનની લાલચમાં ન પડવું જોઈએ અને જે વ્યકિતની નજર બીજાના પૈસા પર હોઈ છે, તે દરેક સમયે બીજાના પૈસા મેળવવાની યોજના બનાવતા રહે છે. એવો માણસ કોઈ ખોટું કામ કરવામાં પણ અચકાતો નથી. એ હ કારણે તેને આગળ ચાલીનૈ અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. તેનાથી બચવા માટે મનુષ્ય એ પોતાના ધનથી જ સંતુષ્ટ રહેવું જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version