ચાણક્યને અનુસાર જાણો કે ધન અને સ્ત્રીમાંથી કોનું ચયન સારુ છે….

ભારતમાં જન્મેલા વિદ્વાનોમાં ચાણક્યનું નામ પ્રથમ સ્થાન પર આવે છે.ચન્દ્રગુપ્તને એ ક સાધારણ માણસમાંથી દેશનો સૌથી શક્તિશાળી શાસક બનાવવામાં જે મહાન આચાર્યનો હાથ હતો,એ ચાણક્ય છે. એમની લખેલી અને કહેલી વાતો ન ફક્ત રાજનિતી શાસ્ત્ર પરંતુ નિતીશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર પણ આજસુધી પ્રભાવિત જાણ્યા પડે છે. એમને લખેલા એક શ્લોકનો સાર અમે તમારા માટે લઈ આવ્યા છીએ.

ચાણક્ય પર અવારનવાર એ આરોપ લાગતા હતા કે તેમની વાતો અવારનવાર મહિલા વિરોધી હોય છે.પરંતુ એક દુવિધાનાં ઉકેલમાં તેમને જે વાત આ શ્લોકનાં માધ્યમથી કહી છે તેનાથી નક્કી કરવામાં આવી શકે છે કે એમની મહિલાઓને લઈને શું વિચારધારા હતી.આવો વાંચીએ અને જાણીએ કે ચાણક્ય અનુસાર પૈસા અને સ્ત્રીની વચ્ચે ચયન કરવાની પરિસ્થિતિમાં પુરુષોએ કોનું ચનય કરવું જોઈએ.

ચાણક્યની મહાનતા

 

View this post on Instagram

 

A post shared by Mayur Guldagad (@magguu_here) on

ચાણક્યને કૌટિલ્યનાં નામથી પણ ઓળખવામાં આવે છે.જ્યારે કે મુદ્રારાક્ષસનાં અનુસાર તેમનું નામ વિષ્ણુગુપ્ત હતુ. ચંદ્રગુપ્ત જેવા સાધારણ બાળકને શિક્ષા આપીને ચાણક્યએ નન્દ વંશનો વિનાશ કરાવીને તેને ભારતનાં સમ્રાટ બનાવી દીધા. ચાણક્ય ,ચન્દ્રગુપ્ત મૌર્યનાં મહામંત્રી હતા.એ મને અર્થશાસ્ત્ર, રાજનિતી શાસ્ત્ર,નિતી શાસ્ત્ર અને કૃષિ વગેરા વિશે ઘણું બધું લખ્યું છે.ચાણક્યનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણ,ભાગવત,કથાસરિત્સાગર અને બૌદ્ધ ધર્મનાં ગ્રંથોમાં પણ મળે છે.એમનાં જન્મસ્થળને લઈને અલગ-અલગ જાણકારીઅઓ ઉપલબ્ધ છે.

મહિલા વિરોધી હોવાનાં આરોપ

ચાણક્યએ ઘણા જ્ઞાન સમાજને આપ્યા પણ સત્ય તો એ છે કે એમના પર ઘણીવાર મહિલા વિરોધી હોવાનાં આરોપ લાગતા રહ્યા છે. લોકો અવારનવાર કહેતા સંભળતા હતા કે ચાણક્યએ સ્ત્રીઓને સદા પુરુષોનાં પગનાં જોડા જેવી સમજી.એમના પર એ પણ આરોપ લાગ્યા કે તે સ્ત્રીનું ચિત્રણ ભોગ-વિલાસનાં સાધન તરીકેનું જ કહેતા આવ્યા છે.આ વાતમાં કેટલું સત્ય છે એ તો એમના દ્વારા લખવામાં આવેલી મૂળ જાણકારીઓથી જ માલૂમ કરવામાં આવી શકે છે.

ધનનાં વિશે ચાણક્યનાં વિચાર

 

View this post on Instagram

 

A post shared by Mayur Guldagad (@magguu_here) on

આમ તો કૌટિલ્ય ચાણક્ય દરેક વિષયનાં વિદ્વાન હતા,પરંતુ અર્થશાસ્ત્ર પર તેમની ખૂબ ઉંડી પકડ હતી.આજ કારણ હતુ કે એ ની નિતીનાં કારણે ચન્દ્રગુપ્તનું રાજ્ય આટલુ સમૃદ્ધ થયુ હતુ.ચાણક્ય હમેંશા ધન સંચય કરવાની સલાહ આપતા રહેતા હતા.નન્દ વંશનાં ફાલતુ ખર્ચ અને વિલાસતાને જોઈને જ ચાણક્યને ક્રોધ આવ્યો હતો.

આવો તેમના શ્લોક પર નજર કરીએ

આજ અમે જે શ્લોકની વાત કરવા જઈ રહ્યા છીએ તેને વાંચીને તેનો અર્થ જાણીને લોકો એ ખ્યાલ આવી જશે કે ચાણક્યનું મહિલાઓને લઇને શું વિચારવું હતુ.સ્ત્રી અને ધનમાંથી પુરુષ શેનું ચયન કરે આ દુવિધાનો જવાબ ચાણક્યનાં આ શ્લોકમાં છે.

આપદાર્થે ધનં રક્ષેચ્છ્રીમતાં કુત આપદ:

કદાચિચ્ચલતે લક્ષ્મી:સંચિતોડ્પિવિનશ્યતિ..

શ્લોકનો અર્થ

ધનની રક્ષા કરવી જોઈએ અને તેનો સંચય કરવો જોઈએ ,કારણ કે આજ એવી વસ્તુ છે જે મુસીબતનાં સમયમાં કામ આવે છે.પરંતુ જ્યારે સ્ત્રી અને ધનમાંથી કોઈ એકને ચયન કરવાનું હોય તો હમેંશા સ્ત્રીનું જ ચયન કરવું જોઈએ .તેનું કારણ છે કે સ્ત્રી તમારા ધર્મ,સંસ્કાર અને પરિવારની રક્ષા કરે છે.ઘણા કર્મ વગર સ્ત્રી વગર પૂરા નથી થઈ શકતા.સાથે જ તમારું ગૃહસ્થ જીવન પણ તેમના વગર અધુરુ છે.એમને કહ્યુ છે કે જ્યારે આત્માનો બચાવવાનો સમય આવે તો બન્નેને છોડીને અધ્યાત્મમાં વિલીન થઈ જવું જોઈએ .

 

View this post on Instagram

 

A post shared by Mayur Guldagad (@magguu_here) on

આશ્રમ વ્યવસ્થાને પૂરું સમર્થન

ચાણક્યનાં આ શ્લોકથી આ સાબિત થાય છે કે તે સ્ત્રીઓને પણ પુરુષોને સમાન જ સમજતા હતા અને સમાજમાં તેમની ઉપયોગીતાની ઈજ્જત કરતા હતા.સાથે એમને આત્માની રક્ષા માટે બધું છોડીને પરમાત્મામાં વિલીન થવાની સલાહ પણ આપી છે.એમની લખેલી વાતોથી એ પણ ખ્યાલ આવે છે કે તે આશ્રમ વ્યવસ્થા પર પણ વિશ્વાસ રાખતા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ