મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ચણા દાળ રેસીપી – આમટી

રોજ રોજ એક જ પ્રકાર ની દાળ ખાઈ ને કંટાળી ગયા છો? તો આજે હું તમારા માટે લઇ ને આવી છું નવા પ્રકાર ની ચણા દાળ ની
રેસીપી. આજે આપણે બનાવીશુ સરસ મજા ની દાળ જેનું નામ છે "આમટી" . આ બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં ખુબજ
સરસ છે જે નાના અને મોટા બંને ને ચોક્કસ થી ખુબજ ભાવશે. આ દાળ એક મહારાષ્ટ્રીયન આઈટમ છે. આપડે એમાં થોડો ટવીસ્ટ
કરીશુ.

આ રેસીપી માં આપણે ચણા દાળ નો ઉપયોગ કરવાનો છે. જે ફાઇબર થી ભરપૂર છે તેમજ કોલેસ્ટ્રોલ લેવલ ને ઓછું કરે છે. તેમજ
તેમાં ભરપૂર પ્રમાણ માં ઝીંક , પ્રોટીન અને વિટામિન્સ રહેલા છે.
તો ચાલો જોઈએ કેવી રીતે બનાવીશુ હેલ્થી અને ટેસ્ટી "આમટી"

સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ

 • ૪-૫ કપ ચણા ની દાળ,
 • ૧ નારીયેલ,
 • ૧ સૂકું મરચું,
 • ૧ તમાલપત્ર,
 • ૨ ચમચી મીઠું,
 • ૨-૩ લીલા મરચા,
 • ૩-૪ ચમચી આમલી નો પલ્પ,
 • ૮-૧૦ કળી લસણ,
 • ૩-૪ નંગ – ડુંગળી,
 • ૧ ચમચી – લાલ મરચું પાવડર,
 • ૧ – ચમચી ધાણાજીરું પાવડર,
 • ૧ ચમચી – રાય,
 • ૧ ચમચી – જીરું.

રીત :

ચણા ની દાળ ને કૂકર માં નાખી ૪-૫ વિસલ સુધી બાફવા દેવાની છે.

હવે ડુંગળી ને પાતળી પાતળી કાપી લો. એક મિક્સચર જાર માં લીલું નારીયેલ , લસણ , અને મરચું નાખી સ્મૂથ પેસ્ટ બનાવો.
એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને રાય ઉમેરો બંને વસ્તુ ફૂટવા લાગે એટલે સૂકું મરચું , તમાલપત્ર, હળદર નાખી ટોપરા લસણ ની પેસ્ટ નાખી દો. ૨-૩ મિનિટ હલાવી તેમાં મરચું પાવડર અને ધાણાજીરું પાવડર નાખો.
હવે બફાઈ ગયેલી દાળ ને પાણી સાથે જ કડાઈ માં નાખી દો. જરૂર પડે તો થોડું સાદું પાણી ઉમેરો.
હવે તેમાં આમલી નો પલ્પ એડ કરી અને બરાબર હલાવો. ૬-૭ મિનિટ સુધી હલાવતા હલાવતા ચડવા દો. દાળ નીચે બેસી ન જાય તેનુખાસ ધ્યાન રાખવું. (આ રેસીપી માં આમલી નો ઉપયોગ નથી કરાતો પણ અલગ સ્વાદ માટે અપડે નાંખીશુ તેના થી દાળ વધુ સ્વાદિષ્ટ
બનશે.)

તો બસ હવે તૈયાર છે તમારી આમટી તેને રોટલી કે ભાત સાથે ખાઈ શકો છો
નોંધ :

ચણા ની દાળ ના બદલે તમે તુવેર દાળ અથવા મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકશો.
ચણા ની દળ ને એકદમ નથી બાફી લેવાની પણ સહેજ આખો દાણો રે આ રીતે બાફવાની છે.
જો તમે અમલી ન ખાતા હો તો તેના બદલે લીંબુ પણ નાખી શકો છો.
એમાં ગણપણ નથી નાખ્યું પણ જો તમને સહેજ ગળ્યો સ્વાદ જોઈતો હોય તો ૧-૨ ચમચી ગોળ નાખી શકો છો.

છે ને બનાવવામાં સરળ તો આજે જ આ રેસીપી ટ્રાઈ કરો અને કેવી લાગી તે કોમેન્ટ માં જરૂર થી જણાવજો.
ફરી મળીએ એક નવી જ રેસીપી સાથે.

રસોઈની રાણી : નીરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે ..

ટીપ્પણી