આ ચમત્કારિ મંદિરમાં આજે પણ મળે છે માતા કાલીના ચરણોના નિશાન, જાણો ક્યાં આવેલું છે આ ધામ

આપના ભારત દેશમાં ઘણા મંદિરો આવેલા છે તેમાં ઘણા તો એવા મંદિર છે તેના રહસ્ય વિષે આજે પણ કોઈ જાણી શકિયુ નથી. તેમાથી ઘણા એવા મંદિર છે કે ખૂબ ચમત્કારી છે તેના ચમત્કાર જોઈને લોકોને તેમના પર અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ છે. આજે આપણે પણ એવા જ એક મંદિર વિષે જાણીએ. જે ચમત્કારી મંદિર છે. આ મંદિર દેવોની ભૂમિ ઉત્તરાખંડમાં આવેલ છે. આ રાજયમાં દેવતાઓના એવા મંદિર છે જે રહસ્યમય છે.

image source

આ મંદિર ઉત્તરાખંડમાં આવેલ રુદ્રપ્રયાગ જીલ્લામાં આવેલ કેદારનાથના શિખરોની વચ્ચે આવેલ હિમાલય સરસ્વતી નદીના કિનારે આવેલ આ પ્રસિદ્ધ સિદ્ધપીઠ છે એટલે કે શ્રી કાલીમઠ મંદિર છે. આ મંદિર સમૃદ્રથી ૧૪૩૬ મીટરની ઊંચાઈ પર આવેલ છે. આ મંદિર રુદ્રપ્રયાગ જીલ્લામાં પ્રમુખ પર્યટક સ્થળો માનવમાં આવે છે. આ મંદિર ભારતના પ્રમુખ શક્તિ પીઠ માથી ગણાવામાં આવે છે. આ મંદિર પ્રત્યે લોકોને ખૂબ જ શ્રધ્ધા અને વિશ્વાસ રહેલો છે. આ મંદિર માતા કાળીનું મંદિર છે. આ મંદિર તંત્ર સાધના માટે ખૂબ ચર્ચિત અને લોકપ્રિય છે.

image source

આ મદિર કામખ્યા અને જ્વાળામુખી જેટલું જ મહત્વનું ગણવામાં આવે છે. આ મંદિરમાં માતા કાલીના નિશાન આવેલા છે. જે આ મંદિરનુ વર્ણન સ્કંદપુરાણ હેઠળ કેદારનાથના ૬૨ પ્રકરણોમાં કરવામાં આવેલ છે. આ મંદિર દિવ્ય છે ત્યાં આવેલ ૮ કિમીની ઊંચાઈએ આવેક ખડકને કાલી શીલા કહેવામા આવે છે.તે સ્થળ પર માતા કાળીના પગલાં હાજર છે. આ કાલિશિલા વિષે એવું કહેવામા આવે છે કે માતા શુમ્ભ અને નિશુંભના વધ કરવા માટે માતા કાલી આ શીલા પર ૧૨ વર્ષની બાળકીનું સ્વરૂપ લીધું હતું.

image source

આ શિલામાં દેવી અને દેવતાના ૬૪ જેટલા યંત્ર રહેલા છે. માં દુર્ગાને આ યંત્રોથી શક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થળ પર ૬૪ જોગણીઓ વિચરણ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે આ સ્થળ પર દેવી અને દેવતા જે શુમ્ભ અને નીશુંભથી પરેશાન હતા તેમણે આ શીલા પર ભગવતીની તપસ્યા કરી હતી. ત્યારે માતા પ્રગટ થયા અને આ અશુર વિષે સાંભળીને માને ખૂબ ગુસ્સો આવ્યો અને વધારે ક્રોધિત થવાથી માતાનું આખું શરીર કાળું પડી ગયું હતું.

image source

ત્યારે માતાએ બંને અશુર નો વધ કર્યો હતો. ત્યારેથી જ આ મંદિરનુ ઘણું મહત્વ રહેલું છે. આ મંદિરના જે લોકો દર્શન કરવા માટે જાય છે તેમણે માતા કાળીના આશીર્વાદ મળે છે અને તેમણે બધી મનોકામના પૂરી થાય છે. તેથી જે લોકો ઉત્તરાખંડમાં જાય છે ફરવા માટે તે લોકો એક વાર આ સ્થળની મુલાકાત અવશ્ય લો તેનાથી માતાની કૃપા તમારા પર બની રહેશે. આ મંદિરમાં આવેલ કાળીના ચરણોના દર્શન કરીને લોકો પોતાને ધન્યતા અનુભવે છે. તેથી ઘણે દૂર થી લોકો આ મંદિરના દર્શન કરવા માટે આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ