સ્મૂધ અને શાઈની વાળ જોઈએ છે તો અપનાવો આ સરળ અને ઘરગથ્થુ ઉપાય.

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના વાળ મુલાયમ અને ચમકદાર હોઈ. વાળ ભલે નાના હોઈ કે લાંબા, સ્ટ્રેટ હોઈ કે કર્લી, વ્યક્તિત્વ પર ઉંડી અસર પાડે છે. વાળની સૌથી બહારની પરત પર નેચરલ ઓયલ હોઈ છે જે વાળના કુદરતી મોઈશ્ચરને લોક કરીને રાખે છે. એ જ કારણે વાળમાં ચમક રહે છે અને તે મુલાયમ પણ રહે છે. જ્યારે આ પરત ખરાબ થઈ જાય છે તો વાળ બેજાન અને ખુશ્ક થઈ જાય છે.

આ લેયરના ડેમેજ થવાના ઘણા કારણો હોઈ શકે છે. ઘણીવાર પૂરતુ પોષણ ના મળવાના કારણે, સખત સાબુ કે શેમ્પૂનો ઉપયોગ કરવાને કારણે, સ‍ારુ કંડીશનર ના હોવા પર કે પછી વધુ સૂરજના પ્રકાશમાં રહેવાથી પણ વાળ ખરાબ થઈ જાય છે.

ઘણીવાર તેના માટે વધતી ઉંમર અને તણાવ પણ કારણ હોઈ છે. જોકે સારા વાળ મેળવવા એટલા મુશ્કેલ પણ નથી. થોડા પ્રયાસથી વાળને કોમળ અને મુલાયમ બનાવી શકાય છે. જો વાળ સ્વસ્થ રહે છે તો વાળમાં ચમક રહે છે અને તે જોવામાં પણ ખૂબ સુંદર લાગે છે. પરંતુ આપણામાંથી ઘણા લોકોને આ કુદરતી ભેટ પ્રાપ્‍ત નથી થઈ શકતી. ભોજનમાં યોગ્ય પોષણ ના મળવાને કારણે વાળ ખુશ્ક અને મુરઝાયેલા નજર આવે છે.

જો તમારા વાળની પણ આ જ પરિસ્થિતિ છે તો તમે ચિંતા ના કરો. પરંતુ તમારે તમારા ખાનપાનને સુધારવા સિવાય પણ માથામાં હેર પેક લગાડવાની આવશ્યકતા છે. પોતાના વાળમાં અઠવાડિયામાં બે વાર તેલ લગાવીને માલિશ કરો. જો વાળ સાફ રહેશે તો પણ તેમા ખૂબ શાઈન આવી જશે. આવો જાણીએ વાળમાં શાઈન ભરવાની જાનદાર ટીપ્સ.

ઈંડા

આ માથાને ના માત્ર ઘણુબધુ પ્રોટિન આપે છે પરંતુ જ્યારે આમાં મધ, લીંબુ કે દૂધ મેળવીને માથા પર લગાડવામાં આવે તો વાળ એકદમ કોમળ બની જાય છે. તેને અડધા કલાક માટે છોડી દો.

મધ

મધને ઈંડા કે પછી દૂધમાં મિક્સ કરીને માથા પર લગાવો. પરંતુ આ મિશ્રણને વધુ સમય માટે માથા પર ના છોડો કારણ કે મધ તમારા વાળનો રંગ હળવો કરી શકે છે.

દૂધ

આમાં ઘણુબધુ પ્રોટિન હોઈ છે, જે વાળને માટે ખૂબ સારુ હોઇ છે. તેને માથા પર હેર પેકમાં ઉમરીને લગાવો. તેનાથી વાળ મજબૂત અને કોમળ બને છે.

તેલ

વાળની સારસંભાળ વગર તેલ લગાવ્યે થઈ જ નથી શકતી. જો તમે વગર તેલ લગાવ્યે વાળ ધોશો તો વાળ ખૂબ ખુશ્ક બની જશે.

કેળા

જેટલા લાંબા તમારા વાળ હોઈ, તે પ્રમાણે કેળા લઈને તેને મેશ કરી લો. પછી તેને વાળમાં ઉપરથી નીચેની તરફ લગાવો અને થોડીવાર બાદ તેને ધોઈ લો.

દહીં

આમાં ઘણુબધુ પ્રોટિન હોઈ છે. આ વાળમાં નમી પહોંચાડે છે. આમાં બેસન (ચણાનો લોટ) મિક્સ કરીને લગાવો કે પછી ઈંડા કે મેથીનો પાઉડર ઉમેરીને લગાવો.

બીયર

વાળને શેમ્પૂથી ધોયા બાદ તેમાં બીયર લગાવી લો. તેનાથી વાળમાં ચમક આવશે અને તે બાઉંસ પણ કરશે.

એપ્પલ સાઇડર વિનેગર

માથુ શેમ્પૂથી ધોયા બાદ તેમાં એપ્પલ સાઈડર વિનેગર લગાવો. ત્યારબાદ તેને સાફ પાણીથી ધોઈ લો. તેનાથી વાળમાં નમી આવી જશે અને તે કોમળ બની જશે.

લીંબુ

જ્યારે આને હેર પેક સાથે મિક્સ કરીને લગાડવામાં આવશે તો વાળ સ્મૂથ બની જશે. તમે તેને ઈંડા, તેલ, દૂધ કે મધ સાથે મિક્સ કરીને લગાવો.

બેસન (ચણાનો લોટ)

આમાં ઘણુબધુ પ્રોટિન હોઈ છે એટલે તેને દહીં સાથે મિક્સ કરીને હેર માસ્ક બનાવો. જ્યારે વાળ અને માથામાં આ પેસ્ટ સારી રીતે લાગી જાય ત્યારે તેને પાણીથી ધોઈ લો. તમારા વાળ સિલ્કી નજર આવશે.

નાળિયેર તેલ

૨-૩ ટેબલ સ્પૂન નાળિયેર તેલને હળવુ ગરમ કરો. મસાજ કર્યા બાદ વાળને ૩૦ મિનિટ માટે ટુવાલથી કવર કરી લો. ત્યારબાદ સલ્ફેટ ફ્રી શેમ્પૂ અને કંડીશનરથી વાળ ધોઈ લો. આવુ અઠવાડિયામાં ઓછામાં ઓછુ ૨ વાર કરવુ.

દહીં

૧ કપ દહી અને ૨ ચમચી આમળા પાઉડરને મિક્સ કરીને સ્મૂથ મિશ્રણ બનાવી લો. તેને સારી રીતે વાળમાં લગાવીને ૩૦ મિનિટ માટે છોડી દો. ત્યારબાદ સલ્ફેટ ફ્રી શેમ્પૂ અને કંડીશનરથી વાળ ધોઈ લો. નિયમિત રીતે આ મિશ્રણ અઠવાડિયામાં ૨ વાર લગાડવાથી તમારા વાળ ચમકદાર અને લાંબા થઈ જશે.

મેથીના દાણા

¼ કપ મેથીના દાણાને ૧ કપ પાણીમાં પલાળીને આખી રાત માટે છોડી દો. સવારે તેને બ્લેંડ કરીને સ્કેલપ અને વાળ પર ૩૦ મિનિટ સુધી લગાવો. ત્યારબાદ વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછો ૧ વાર તેનો ઉપયોગ તમારા વાળને ચમકદાર અને ઘટ્ટ બનાવી દેશે.

કાંદાનો રસ

કાંદાના રસમાં ૩-૪ ટીપા લવેન્ડર તેલના ઉમેરીને મિક્સ કરવા. ત્યારબાદ તેને સ્કેલપ પર ૧૦-૧૫ મિનિટ માટે લગાવો. ત્યારબાદ વાળને સલ્ફેટ ફ્રી શેમ્પૂ અને કંડીશનરથી ધોવા. ઓછામાં ઓછો અઠવાડિયામાં ૧ વાર આનો ઉપયોગ જરૂર કરવો.

એપ્પલ સાઈડર વિનેગર

૧ ચમચી એપ્પલ સાઈડર વિનેગર અને ૧ કપ પાણી મિક્સ કરો. વાળને સલ્ફેટ ફ્રી શેમ્પૂ અને કંડીશનરથી ધોયા બાદ એપ્પલ સાઈડર વિનેગરથી માથુ ધોવો અને ત્યારબાદ વાળમાં કાંઈ ના લગાવો. અઠવાડિયામાં ૧ વાર એપ્પલ સાઈડર વિનેગરથી માથુ ધોવા પર તમારા વાળ ચમકદાર અને મુલાયમ થઈ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ