ચાલવાના અવનવા ફાયદા જાણી આજથી જ ચાલવાનું શરૂ કરી દો…

દીવશ દરમિયાન માત્ર થોડી જ મીનીટો ચાલીને તમે તમારા આયુષ્યને સ્વસ્થ બનાવી શકો છો અને લાંબુ બનાવી શકો છો.

ફીલ્મ આનંદમાં રાજેશખન્નાનો ડાયલોગ હતો કે “જીંદગી બડી હોની ચાહીએ લંબી નહીં બાબુ મોશાઈ…” અહીં આ ડાયલોગ મુકવાનું તાત્પર્ય એ છે કે જીવન કેટલું લાંબુ હોવું જોઈએ તે મહત્ત્વનું નથી પણ તે કેટલું સ્વસ્થ હોવું જોઈએ તે મહત્ત્વનું છે.

આપણે દીવસ દરમિયાન માત્ર થોડી જ મીનીટો આપણા સ્વાસ્થ્યને આપીને આપણું આયુષ્ય તો વધારી જ શકીએ છીએ પણ તેને સ્વસ્થ રીતે જીવી પણ શકીએ છીએ.શું આપણે આપણા શરીર માટે આટલું ન કરી શકીએ.

તે માટે તમારે કોઈ મોટો પરિશ્રમ નથી કરવાનો પણ દીવસ દરમિયાન માત્ર થોડી જ મીનીટ અથવા કહીએ તો વધારેમાં વધારે અરધો કલાક જ ચાલી લેવાનું છે. આમ કરવાથી તમારા શરીરની મોટા ભાગની સમસ્યાઓનું નિવારણ આવી જશે.

તો ચાલો તમને જણાવીએ દીવસ દરમિયાન માત્ર થોડી જ મીનીટો ચાલવાના ફાયદાઓ.

– રોજ 2થી 5 મિનિટ ચાલવાથી અચાનક થતાં મૃત્યુનું 33 ટકા જોખમ ટાળી શકાય છે.

– રોજ 5થી 15 મિનિટ ચાલવાથી કામ કરવાની ક્ષમતામાં 60 ટકાનો વધારો થાય છે. માણસ પ્રવૃત્તિશિલ બને છે અને હંમેશા ઉર્જાથી છલકાતો રહે છે.

– રોજ 15થી 20 મિનિટ ચાલવાથી બ્લડ શુગર લેવલ ઘટે છે અને ડાયાબિટિસમાં રાહત રહે છે અને હૃદય રોગનું જોખમ ટળે છે.

– રોજ 20થી 30 મિનિટ આરામની એક લટાર મારવાથી મનના નિરાશ વિચારો દૂર થાય છે અને એક નવી આશાનો સંચાર થાય છે અને દિવસ દરમિયાન તાજગી અનુભવાય છે.

– રોજ 30થી 35 મિનિટ ચાલવાથી હૃદય રોગના જોખમો ટળે છે તેમજ જીવન સ્વસ્થ અને સ્ફૂર્તિલુ બને છે.

– અઠવાડિયામાં ત્રણ દિવસ પોણો કલાક ચાલવાથી યાદશક્તિ તીવ્ર બને છે. અને મન પ્રફુલ્લિત રહે છે.

– રોજ 40-50 મિનિટ ચાલવાથી હાયપર ટેન્શનમાં ઘણા અંશે ઘટાડો થાય છે.

– ડોઢ કલાક આરામથી લટાર મારવાથી એક્સરસાઇઝ તેમજ જિમિંગ કરતાં પણ વધારે ફાયદા થાય છે.

– અંગુઠાને મુઠ્ઠીની અંદર રાખી ચારે આંગળીઓ વડે દબાણ આપીને ધીમી ચાલે ચાલવાથી હાઇબ્લડ પ્રેશર અને લો બ્લડપ્રેશર અંકુશમાં રહે છે.

આમ જો તમતે ઓછું કે વધું જેટલા પ્રમાણમાં પણ ચાલશો તો તમારા સ્વાસ્થ્યને તેનો લાભ જ થવાનો તો પછી રાહ શું જોવી ચાલવાનું શરુ કરી દો. અને પરમ સ્વસ્થતા પામી નીરોગી બનવા તરફ પ્રયાણ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ