ચાલુ વાતે પતિએ ફોન કાપી નાખતા ગુસ્સામાં પત્નીએ કરી લીધી આત્મહત્યા, બાદમાં પતિએ પણ…

પુણેના ડોક્ટર દંપતીની આત્મહત્યા કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુરુવારે સવારે તેમના ઘરેથી ડો. નિખિલ અને ડો.અંકિતા શેંડકરની લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ તપાસમાં એ વાત સામે આવી છે કે પરિવારમાં ઘરેલું વિવાદ થયો હતો, જેના કારણે પત્નીએ પહેલા અસ્વસ્થ થઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલુ છે અને બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

તેમના સંબંધોમાં તણાવ હતો અને સતત ઝઘડા કરતા હતા

image source

નોંધનિય છે કે, પુણેના વાનવાડી, આઝાદનગર ખાતે રહેતા ડૉ. નિખીલ દતાત્રેય શેંડકર (ઉ.વ.28) અને ડૉકટર અંકિતા (ઉ.વ.25)ના લગ્ન ડિસેમ્બર 2019માં થયા હતા. ડૉકટર દંપતી બી. એમ. એ. એસ. હતા. તેમનું બિલ્ડિંગમાં જ શેંડકર કિલનિક હતુ. પણ ગત ત્રણ મહિનાથી ડૉકટર નિખીલે કાસુર્ડી યવત ખાતે પોતાનનુ કિલનિક શરૃ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે અંકિતા બીએચએમએસ ડોક્ટર હતી અને નિખિલ બીએએમએસ ડોક્ટર હતો. બંનેએ થોડા મહિના પહેલા જ લગ્ન કર્યાં હતાં. તે બંને વનવાડી વિસ્તારના આઝાદ નગરના બંગલામાં રહેતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે તેમના સંબંધોમાં તણાવ હતો અને સતત ઝઘડા કરતા હતા. બંને વચ્ચે મંગળવાર અને બુધવારે પણ કંઈક બાબતે ઝઘડો થયો હતો.

પતિએ ફોન કાપ્યો તો કરી લીધી આત્મહત્યા

image source

બુધવારે એક ફોન કોલમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ પતિ નિખિલે અંકિતાનો ફોન વચ્ચેથી કાપી નાંખ્યો હતો. આ પછી અંકિતાએ પોતાને તેના રૂમમાં લટકાવી દીધી. નિખિલ મોડી સાંજે પાછો આવ્યો ત્યારે તેણે બેડરૂમમાં અંકિતાનો મૃતદેહ જોયો. આ પછી તેણે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. બંનેના મૃતદેહ ઘરના જુદા જુદા રૂમમાં લટકતા મળી આવ્યા હતા. પોલીસે તેના પરિવારજનોને જાણ કરી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા હતા. આ કેસમાં અકસ્માતે મોતનો રિપોર્ટ (એડીઆર) નોંધવામાં આવ્યો છે.

નોકરાણીએ પોલીસને બોલાવી

image source

પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે ઘરે કામ કરતી નોકરાણી કામ માટે આવી ત્યારે તેનો દરવાજો લાંબા સમય સુધી ખુલ્યો ન હતો. આ પછી તેણે આજુબાજુમાં રહેતા કેટલાક લોકોને માહિતી આપી. તેમાંથી કેટલાક લોકોએ ફોન કરીને પોલીસ સ્ટેશનને જણાવ્યું હતું કે દરવાજો બંધ હતો અને લગભગ અડધો કલાક પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી, દરવાજો તોડ્યો, બંનેની લાશ પંખાથી લટકતી જોવા મળી આવી હતી. ડોક્ટર ડેના આગલા દિવસે ડોક્ટરે આપઘાત કરતા સમગ્ર પુણે શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong