વાહ રે પત્નીની ચાલાકી, પતિને કહે ‘હું સગા-વ્હાલાને મળવા જઉં છું અને હોટલમાં જઈને પ્રેમી સાથે કરતી મોજ, અને પતિએ પીછો કરતા જ થયું…

પંજાબથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પત્ની તેના પતિ સાથે છેતરપિંડી કરી રહી હતી. તેણી તેને ઘણી વાર કહેતી હતી કે તે સંબંધીઓની મુલાકાત લેવા જઇ રહી છે. આ પછી તે તેના પ્રેમીને મળવા હોટલમાં જતી હતી. જો કે એકવાર પતિને શંકા ગઈ તો તેણે પત્નીનો પીછો કર્યો હતો. પછી સત્ય બહાર આવ્યું એ જોઈને પતિ ચોંકી ગયો હતો અને આંખો ફાટી ગઈ હતી.

image source

ન્યૂઝ ટ્રેક લાઇવ સમાચારો અનુસાર આ મામલો પંજાબના નવાશહેરમાંથી બહાર આવ્યો છે. અહીં રહેતી મહિલા તેના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. તેમના લગ્નજીવનને ઘણા વર્ષો થયા હતા. તેણી તેના પતિ સાથે તેના સગાં-સંબંધીઓને મળવા જવું એવું કહીને બહાર નીકળતી હતી અને પછી અમૃતસરમાં તેના પ્રેમીને મળવા જતી રહેતી હતી. જો કે તેનો પતિ શંકાસ્પદ બન્યો અને તે તેની પાછળ ગયો.

image source

પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે શનિવારે અમૃતસરની હોટલમાં હોબાળો મચાવ્યો હોવાના સમાચાર મળ્યા ત્યારે પોલીસને આ કેસની જાણ થઈ હતી. પતિ તેની પત્નીની પાછળ હોટલ ગયો અને પત્નીને તેના પ્રેમી સાથે જોઈ. આ પછી તેણે ભારે હંગામો મચાવ્યો હતો અને પોલીસ સુધી પહોંચ્યો હતો.

અમદાવાદમાં બની હતી આનાથી વિપરીત ઘટના

image source

અમદાવાદના મેઘાણીનાગર વિસ્તારમાં એક પરિણીતાને તેના પતિ, સાસુ, સસરાએ ઉપરથી નીચે ફેંકી હત્યાનો પ્રયાસ કોશિશ કર્યો છે. આરોપી પતિ પત્ની ઉપર શંકા કરતો હતો પરંતુ પત્નીએ પતિના અન્ય યુવતી સાથે સંબંધ પકડી પાડ્યા હતા. આ વાતથી ગુસ્સે થઈ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં સારવાર લઈને પરત ઘરે જઈ રહેલ આ મહિલાએ આરોપ સાથે ફરિયાદ દાખલ કરી છે કે તેના સાસુ, સસરા અને પતિએ પહેલા માળેથી તેને નીચે પટકી હત્યાની કોશિશ કરી છે. મહિલાનો આરોપ છે કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા. જે તેને મોબાઈલમાં પકડી પાડ્યું હતું.

image source

આ મામલે તેને પોતાના સસરા અને સાસુને જાણ કરી હતી. સાસુ સસરાને જાણ કરતા પતિ ઉશ્કેરાઈ ગયો અને પત્નીને માર મારી બબાલ કરવા લાગ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મહિલાના લગ્ન 2010 માં થયેલ અને 2 મહિના બધું સારું ચાલ્યા બાદ પતિ મહિલા પર શંકા રાખી બબાલ કરતો હતો. જો કે ઘર તૂટે નહી તે માટે મહિલાના માતા-પિતાએ સમજાવી ઝગડો શાંત કરાવતા હતા. મહિલાના બાળકો પણ છે. પરંતુ આરોપીના અન્ય સ્ત્રી સાથે અફેર હોવાનું સામે આવતા તે ઉશ્કેરાઈ ગયો અને હત્યાની કોશિશ કરી નાખી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ